________________
૬૫૦
શારદા રત્ન કાળા પણ અંદરથી રૂપાળા છે. રાજુલને નેમકુમાર પ્રત્યે આટલો મોહ હતે એ જ નેમકુમાર પશુડાઓને પોકાર સુણીને તરણેથી પાછા વળ્યા ત્યારે રાજુલ બેભાન થઈને ધરતી પર ઢળી પડી. શાથી બેભાન થઈ? એક તે નેમકુમાર પ્રત્યે મોહ હતો અને બીજુ તેમની પ્રીતડી આ ભવની ન હતી પણ આઠ આઠ ભવની પ્રીતડી ચાલી આવે છે. સખીઓ બધી ઉપચાર કરીને તેને ભાનમાં લાવી ત્યારે રાજુલ શું બોલે છે ? સ્વામી રે... નવ નવ ભવની પ્રીતડીનું મૂલ્ય નહિ અંકાય
માંડવેથી રથને પાછે ના વળાય (૨) રાજુલ નારકરે પોકાર, માંડવેથી રથને પાછા ના વળાય (૨)
અંગે અંગે ઉમંગ ભર્યો છે, અંતર પુલકિત થાતું (૨)
મન મંદિરમાં તસ્વીર જતાં, મનડું ના ધરાતું (૨) સ્વામી રે મધદરિયે રડતી મૂકીને ચાલ્યા ના જવાય.. માંડવેથી..
હે મારા સ્વામી ! આપણે નવ નવ ભવની પ્રીતડી છે. આજે મારા અંગેઅંગમાં આનંદ છે. આપનું મુખડું જોતાં મારું મનડું તૃપ્ત થતું નથી. આવી રાજુલને આમ રડતી મૂકીને ચાલ્યા ન જવાય ને માંડવેથી રથ પાછો ના વળાય, માટે આપ પાછા પધારે.. પણ શું નેમ પાછા આવ્યા? રાજુલને પોકાર સાંભળ્યો ? ના...ના...તે તે એક સંદેશો દેતા ગયા કે જો તને મારા પ્રત્યે પ્રેમ હોય, લાગણું હોય તે હું જે આગે જાઉં છું તે માર્ગે તું આવ. લગ્નના ક્ષણિક સુખ ખાતર આટલા બધા નિર્દોષ પશુઓની હિંસા થાય એવા લગ્ન મારે ન જોઈએ. હવે તે હું શિવરમણને વરવા જાઉં છું. તું પણ એ માર્ગે આવજે.
રાજુલ બેભાન થઈને ઢળી પડી. ખૂબ કલ્પાંત કર્યો, છતાં ઉત્કૃષ્ટ વૈરાગી નેમ પાછા ન વળ્યા તે ન જ વળ્યા. તેમ અહીં નમિરાજની દીક્ષાની વાત સાંભળી રાણીઓ રડવા લાગી. રાણુઓને રડતી જોઈને નમિરાજે કહ્યું કે હું સંયમ માર્ગે જાઉં છું. તે સાંભળી તમે કેમ ગભરાયા ? આટલું બધું રડો છો શા માટે ? હું સંયમ લઉં છું, તેથી તમને શું દુઃખ થયું ! ખરેખર મને ભયંકર રોગમાં શાંતિ આપનાર કેઈ હોય તો સંયમલક્ષ્મી છે. ભંડારમાં કરેડની લક્ષ્મી ભરપૂર ભરી છે પણ તે લક્ષમી મને દર્દમાં શાંતિ આપી શકી નહિ. સંયમ સર્વ દુઃખને દૂર કરી અનાથમાંથી સનાથ બનાવે છે. તમને મારા પ્રત્યે લાગણી ને પ્રેમ છે તેથી દર્દ મટાડવા આપે મારા શરીરે ચંદનનો લેપ કર્યા. એ ચંદન મને ઉપરથી શાંતિ આપતા હતા પણ પૂર્ણ શાંતિ અને શીતળતા તે સંયમની ભાવનાથી થઈ છે. તે ભાવનાએ મારો રોગ મટાળે છે. જે કઈ વદે મારો રોગ મટાડ્યો હોત તે શું હું તેને કાંઈ ઈનામ ન આપત? અરે, તેની જિંદગીનું દરિદ્ર ટળી જાય એવું ઈનામ આપત. તે પછી જે સંયમની ભાવનાએ મારું દર્દ મટાડ્યું છે તેને હું મારું શરીર આપી દઉં એ શું ખોટું છે? આજે આપ મને જે નિરોગી અવસ્થામાં જુઓ છો તે બધો પ્રભાવ સંયમની ભાવનાનો છે.
- ત્રીજા ભવમાં હું રાજપુત્ર હતો. તે વખતે પદ્યરથ રાજા અને હું બંને સગા ભાઈ હતા. ત્યાં મુનિને સમાગમ થતાં બંને ભાઈઓએ સંસાર છોડી દીક્ષા લીધી હતી. શુદ્ધ