________________
શદ્ધિા રત્ન
કરૂણ રૂદન હજારોને રડાવી દે એટલું કરૂણામય હતું, છતાં શેડના હદયમાં દયાના ઝરણાં ન વહ્યા. રડી રડીને ગુણચંદ્રની આંખના પાણી ખૂટ્યા પણ શેઠની આંખમાં આંસુ ન આવ્યાં. ગુણચંદ્ર વિચાર કરે છે અરે ! મારા પર આટલો બધો કોપ ! કયા ભવના કર્મો ઉદયમાં ઓવ્યા હશે ! અહા ! કયાં મારો ભાઈ! ક્યાં મારા માતાપિતા! કયાં હું ! ગુણચંદ્રના માથે તે દુઃખના ડુંગરો ઉતરી પડ્યા છે. તે શેઠને ઘણું કરગરે છે. શેઠ! આ નાના બાળનું કંઈક તે વિચારો! પણ દયા કોને ? ગુણચંદ્ર બિચારો ખૂબ ત્રાસ જોગવી રહ્યો છે. એક દિવસ, બે દિવસ, મહિના અને વર્ષો પછી પણ આ કેદખાનામાંથી છૂટવું મુશ્કેલ છે. હવે શું થશે? તે તે ત્યાં દુઃખ ભોગવે છે. હવે આ બાજુ ગુણદત્તનું શું થયું તે વિચારીએ..
ગુણદત્તને જે વડની ડાળીએ બાંધે હતું ત્યાં વિષહર વલ્લીના રસબિંદુઓ ગુણદત્તના મુખમાં પડતા તેના શરીરમાં વ્યાપેલું વિષ ઓછું થવા લાગ્યું. વિષ ઓછું થતાં તે ભાનમાં આવ્યો. આંખો બેલી ચારે બાજુ દષ્ટિ કરી. અહો ! અહીં મને તેણે બાંધ્યો હશે? મારો લઘુબંધુ ગુણચંદ્ર ક્યાં ગયો હશે? આવા ઘોર જંગલમાં મારે ભાઈ મને મૂકીને ક્યાંય જાય નહિ ને આ બધું શું બની ગયું ? હું તો ગાઢ બંધનમાં બંધાયેલ છું, અહીંથી કેવી રીતે છૂટી શકું? મારા બંધન કેણ છોડાવશે? આ સ્થિતિમાં હું શું કરું? વળી મનમાં હિંમત લાવ્યો ને કહેવા લાગ્યો કે હે આત્મા ! તું શા માટે ગભરાય છે? મહાનમંત્ર નવકારમંત્ર એ જીવનનો સાચો બેલી છે, સહાયક છે. ગુણદત્ત નવકારના ધ્યાનમાં લીન બની ગયો. નવકારના સ્મરણથી એને ગભરાટ દૂર થયો, મૂંઝવણ દૂર થઈ. નવકારમંત્રના પ્રભાવે ભલભલાના સર્પોના વિષ ઉતર્યા છે. ગુણદત્તના નવકારના શુદ્ધ સ્મરણના પ્રભાવે ત્યાં શું બન્યું?
લે બેલગાડી એક મુસાફીર, ચલકર આયે આજ,
વૃક્ષની છાંયમેં વિશ્રામ લિયા,રાહદારીકે દીયા આવાજ. ભીમપુર નગર તરફ જતો એક પ્રવાસી ત્યાંથી નીકળ્યો. ચાલતાં ચાલતાં ખૂબ થાકી ગયેલ હોવાથી ગુણદત્તને જે ઝાડે બાંધ્યો છે, તે ઝાડની નીચે આરામ કરવા બેઠો. ગુણદત્તની આંખે તે ખુલી છે. તેણે વટેમાર્ગને આવે છે એટલે એણે બૂમ પાડી, એ વટેમાર્ગુ ! એ મૈયા! આ અવાજ તે વટેમાર્ગના કાને અથડાયો. તેના કાન ચમક્યા. અરે ! આવા ઘેર જંગલમાં માનવ જેવો અવાજ ક્યાંથી આવ્યો ? અહીં કોણ માનવ હશે? ત્યાં ફરી અવાજ આવ્યો. એ ભાઈ! મારા પર કૃપા કરો. આપ ડાબી બાજુએ વડની ઘટા તરફ પધારો અને મને બંધનમાંથી છોડાવો. ગુણદત્તની વાણીમાં વિનય વિવેકની ગૂથણી થઈ રહેલી છે. વટેમાર્ગુના મનમાં થયું કે તેના બોલ કેવા મીઠા મથુરા છે ! લાવ, હું ત્યાં જાઉં ને તેને દુઃખમાંથી મુક્ત કરૂં!
- વટેમાર્ગને એવો વિચાર આવ્યો પણ પાછું મનમાં થયું કે મીઠી વાણી અને મીઠા ભેજનું ક્યારેક આપણને દગો દઈ દે છે, મારે કરવું શું? આ કોઈ ભૂત, પિશાચ તે