________________
સારા રત્ન
આંખ સામે શેઠ જે માર મારે છે તે બધા પ્રસંગે ખડા થયા. અરે, આ શેઠના શબ્દોમાં શું સમજવું? હૃદય કે રૂદન ? કિસ્મત કે કરામત ? આ તે કરૂણાસાગર કે બાજીગર? ગુણચંદ્ર આ વિચારધારામાં રિથર થયો. શેડને તે આટલો વિલંબ હવે ગમતો નથી, પણ ગાય–ભેંસને ચારો આપ્યા વિના દૂધની આશા કેવી રીતે રખાય ? એ રીતે જમવાનું ન આપું તે મેતીની આશા કેવી ? તેમના મનમાં તે મોતી મેળવવાની આશા થનગની રહી હતી, તેથી કહે છે બેટા ! જદી કર જમી લે. થાળીમાં કેઈ જીવજંતુ કે કચરો પડે તે શરીરને નુકશાન કરે. શરીરને ભાડું આપ્યા વિના ચાલે? હવે બધી વાત ભૂલી જઈને ખાઈ લે, આ સંસારના રંગે કેવા છે તે તું જાણતો નથી? ક્યારેક સંસાર સોહામણે તે ક્યારેક બિહામણે! કુમાર વિચાર કરે છે કે જે શેઠ મને આટલો બધો આગ્રહ કરે છે તે આવેલા અવસરને વધાવી લેવો જોઈએ. મને ભૂખ પણ બહુ લાગી છે, માટે ખાઈ તો લઉં. સામેથી ભેજન મળ્યા છે તો ખાઈ લેવા દે. એમ વિચારીને ગુણચંદ્ર જમી લીધું. ભોજનથી તે ભૂખની શાંતિ થઈ પણ હજી અંતરની આગ બૂઝાતી નથી. મનમાંથી મોટાભાઈની મીઠી યાદ હજુ જતી નથી. તેમનું શું થયું હશે ? પોતે તે જેલના કેદીની માફક બંધનમાં જકડાઈ ગયો છે પણ હવે થાય શું?
આંસુએ કરેલ અંજામ –ગુણચંદ્ર જમી લીધું, પછી તે સનનન કરતાં હંટરે ; તેના શરીરે પડવા લાગ્યા, આથી ગુણચંદ્રને આશ્ચર્ય થયું. આ શું? ખરેખર મીઠું મીઠું બોલીને ફસાવાની આ તેમની માયાજાળ છે. આમ વિચારે છે ત્યાં તે એની પીઠ પર હન્ટરો પડવા માંડ્યા. ગુણચંદ્રથી ચીસ પડાઈ ગઈ. ઓ મારા નાથ ! ઓ મારા પ્રભુ! એક પછી એક હન્ટર મારવા માંડ્યા. જેમ ધોબી કપડાને ધેકાથી ધવે તેમ શેઠ બિચારા ગુણચંદ્રને મારી રહ્યો છે. ગુણચંદ્ર વિચારે છે કે અરે, આ તો માનવ છે કે દાનવ ? આવું પિશાચી કર્તવ્ય! આવી નરાધમતા ! હવે તે હદ આવી ગઈ. માર ખાઈ ખાઈને શરીર પર તે લોહી ઉપસી આવ્યા છે. અહીં બિચારાનો પોકાર કેણ સાંભળે? સહન કરવાની શક્તિ ઘટી ગઈ. માર સહન કરવા તેનું શરીર અસમર્થ બન્યું. ઢોર માર માર્યો, તેના હાડકે હાડકા ઢીલા થઈ ગયા. શરીર તે તપેલા લોઢા જેવું લાલ થઈ ગયું ને આંખે પણ લાલ બની ગઈ. તેને રડવું ન હતું, પણ છેવટે અસહાય બનવાથી તેની આંખમાંથી ટપટપ આંસુ પડવા લાગ્યા. જાણે મેઘની ધારા ન વરસતી હોય ! એ આંસુ મોતી બની ગયા. જેમ જેમ ગુણચંદ્રની આંખમાંથી આંસુ પડે છે તેમ તેમ શેઠનું અંતર હર્ષથી ઉભરાઈ રહ્યું છે. હજુ વધુ મોતી મેળવવાની તમન્ના જાગી. દયાદેવી તે નિદ્રામાં પોઢી ગયા હતા. કરૂણુનું સ્થાન કૂરતાએ લીધું છે. શેઠ તો આટલા મારથી અટકયા નહિ. જ્યાં જરા છાને રહે ત્યાં માર પડે.
ગુણચંદ્રની કરૂણુ કથાઃ-ગુણચંદ્રને માર મારીને શેઠના હાથ થાક્યા, પણ મન થાકયું ન હતું. શેઠને મન તે બસ મોતી મેળવવાનું એક જ લક્ષ હતું. ગુણચંદ્રનું અ