________________
શારદા રત્ન
સાથે ભણતા હતા. અમે બંને મિત્રો હતા. એ વદ બન્યો ને હું વેપારી બન્ય, પણ છેલ્લા દશ વર્ષથી અમે બેલતા નથી. શેઠાણી કહે, ભલે ન બોલે, આપણે તેમને બોલાવવા જઈશું. નમે તે સૌને ગમે. ગુજરાતીમાં કહેવત છે ને કે “ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે.” અત્યારે આપણે રોગ મટાડવો છે માટે એમને બોલાવવા જોઈએ.
મહેતાજી વૈદને બોલાવવા ગયા. જઈને કહે છે કે વૈદરાજ ! અમારા શેઠ બિમાર પડ્યા છે માટે આપ પધારોને. વૈદે જરા પણ આનાકાની ન કરી કે આવવાની નાખુશી ના બતાવી, પણ તરત આવ્યા. વૈદે પગ મૂકતા શેઠને જોયા ને સમજી ગયા કે માંદગી ભયંકર છે. શેઠને ત્યાં પૈસે ઘણે છે, એટલે શેઠની સેવા માટે દવાખાનામાંથી નર્સ લાવ્યા છે. વૈદે શેઠના પલંગ પાસે નર્સ જોઈ પણ શેઠાણીને ન જોયા, એટલે પૂછે છે, શેઠાણી ક્યાં ગયા છે? બેલા શેઠાણીને પાસે ઉભેલી નર્સ કહે છે શેઠાણી થાકી ગયા છે એટલે અંદર સૂઈ ગયા છે. શેઠાણુને બોલાવ્યા. વૈદ કહે છે શેઠાણું! કેમ શેઠને આ સ્થિતિમાં નર્સને સોંપી દીધા ! પત્ની જીવતી જાગતી હોય ને પતિની સેવા નર્સ કરે! આ તમારૂં પતિવ્રતાપણું! બસ, શેઠ સાજા તે અમારા ને માંદા તો કરના, એમ ને? શરમ નથી આવતી આ સ્થિતિમાં શેઠાણીપણું કરતા? અત્યારે તે ચોવીસે કલાક પાસે રહી જાતે સેવા કરવી જોઈએ, એના બદલે આરામ! પત્ની પતિની સેવા નહિ કરે તે કોણ કરશે? નજીકના સ્નેહી દરદીની પાસે બેઠા હોય તો દરદીને મનને કેટલે બધો આરામ લાગે? આ પૈસા, બંગલા, મોટરો શું કામની ? એના કરતાં ગરીબની પત્નીઓ સારી કે પતિના દર્દમાં ખડે પગે સેવા કરી શાંતિ આપે.
વૈદે શેઠની નાડી તપાસીને કહ્યું, ફિકર-ચિંતા કરવા જેવું નથી. દવા આપું છું.' સાંજના અડધી રાહત થઈ જશે, પણ એક પડીકીના ૧૫૦૦ રૂપિયા થશે. આપ કહો તે મોકલાવું. બીજી પડીકીના ૧૫૦ રૂપિયા છે, શેઠાણુએ દવા મંગાવી લીધી. સાંજે દર્દમાં અડધી રાહત થઈ ને બીજી પડીકી ખાતા રોગ તદ્દન મટી ગયો, પણ આ રોગના નિમિત્તથી શેઠના આત્મામાં એક ચિનગારી પ્રગટી. આ રોગમાંથી હું બચી શકું તેમ ન હતું. ગમે તેટલી લક્ષમી હોય પણ રોગમાં તે શાંતિ આપી શકતી નથી. અશતાવેદનીયને ઉદય મંદ થયો હશે તે રોગ મટયો, પણ હવે આ કાયાને ભારે રાખવા જેવો નથી. ક્યારે આ કાયા રૂપી ઘડો ફૂટી જશે તે ખબર નથી, માટે આ રોગ આવ્યા તે મને સાવધાન બનાવવા આવ્યા છે. રોગના નિમિત્તથી શેઠનો આત્મા જાગી ગયો ને આત્મસાધનામાં જોડાઈ ગયે.
નમિરાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી વિષયે વિષ જેવા લાગ્યા ને વૈરાગ્ય અમૃત જેવો લાગ્યો. તેમના અંતરમાં વૈરાગ્યના ઝરણાં વહેવા માંડ્યા. શાંતિ દાતા, આધિ, વ્યાધિ ઉપાધિ વિનાશક એવો સંયમ તેમની આંખ આગળ રમવા લાગ્યા. આખું જગત કર્મરૂપી નટથી નાચતા પૂતળાના સમૂહ જેવું દેખાવા લાગ્યું. અતિ ખૂબસૂરત, મનહારિણી, રૂપવાન, શીલવાન, પતિવ્રતા એવી (૧૦૦૮ ગ્રંથકાર અનુસાર) પત્નીઓ કે જેમના હાવભાવમાં તે સર્વ ચિંતાઓ ભૂલી જતા એવી એ આદર્શ પત્નીઓ કેણ જાણે હમણાં તેમના હૃદય પટ પરથી અંતર્ધાન થઈ ગઈ. કોઈ વખત પણ તેમને સહવાસ થયો હોય એવું ભાન ન રહ્યું. કેટલે આત્મ મસ્તીમય વૈરાગ્ય !
૪૧