________________
૬૪૨
શારદા રત્ન આ તે કેવી જાતના ચશમા --નમિરાજને માટે હવે આ મિથિલા, આ રાજમહેલ, આ પ્રિયતમાઓ બધું અકારૂં થઈ પડયું. રાજમહેલે મશાન જેવા લાગ્યા. બધા સગાસંબંધી હાડકાના માળા દેખાયા. મિરાજમાં થયેલી કાન્તિ એટલેથી બસ ન થઈ. તેમની આંખેએ કોઈ ઓર તરેહના ચશ્મા પહેરી લીધા. ખજાનામાં રહેલી સુવર્ણ મહોરે તે બાળકોના રમવાના કૂકા જેવી લાગી. જે નાણું કૂકા ન હતા ને સારા હોત તે મને દર્દમાં રાહત કે શાંતિ ન આપતા ! આભૂષણે બેડીઓ જેવા સમજવા લાગ્યા. મૂલ્યવાન કિંમતી પોશાક ચીથરા જેવા લાગ્યા. સારા સારા સુગંધીદાર પદાર્થોની સુગંધ ગટરના પાણી જેવી લાગી. જે પ્રકાશમાન રાજસિંહાસને બેસીને તે ન્યાય આપતા હતા તે રાજસિંહાસન તેમને ધૂળના ઢગલા જેવું દેખાયું. વધારે તે શું, પણ જબરી દિવાલ, કિલ્લાઓ, પ્રાસાદો અને વાટિકાઓ કાંટાની વાડ સમાન જેવા લાગ્યા. અહાહા....આ તે કેવી જાતના ચમા ! હાથી ઘોડા બધા રમવાના રમકડા જેવા લાગ્યા. રાજશાહી ઠાઠમાઠ–અંગારા જેવો લાગ્યો. કેટલી તેમની આધ્યાત્મિક ભાવનાની ખીલવણી! કેવું અપૂર્વ તત્વમંથન! એમની આંખ આગળ તે કેઈ નવી દુનિયા રમતી થઈ હતી. “યુદ્ધ વિરામ” નો સાદ દેનારી એ પ્રવર્જિતા માતા, વિરાગના રાગી બનેલા ચંદ્રયશ અને સંયમના વેશમાં સજજ બનેલા પિતાને એ પાલક પિતા પરથી નમિરાજની આંતરચક્ષુ આગળ તે આ વિરાગી વિશ્વ ખડું થઈ ગયું હતું. તેમના અંતરમાં એક વાત કેતરાઈ ગઈ કે–
આનંદ છે આત્મમસ્તીમાં, મળે જાગૃતિની ક્ષણમાં,
સાધના છે સાવધાનીમાં, પતન પ્રમાદની પળમાં, આત્મમસ્તી જેવો કોઈ આનંદ નથી. આત્મ મસ્તી છે જીવન જાગૃતિમાં, સાધના છે પાપથી સાવધાન રહેવામાં, જ્યારે પતન છે પ્રમાદમાં. તેમના મુખ ઉપર દેખાય છે વૈરાગ્યને તરવરાટ! વૈરાગ્યની શીતળતા ! વૈરાગ્યનું અમૃતપાન ! તેમણે વિનાશીની કિંમત ન અકતા અવિનાશી એવા ક્ષમા, સમભાવ, નમ્રતા, ઋજુતા અને વૈરાગ્યથી મઘમઘતા આત્માની કિંમત આંકી. હવે કઈ જડ પદાર્થો એમને આકર્ષી શક્તા નથી. તેમને વૈરાગ્ય આંતરિક વૈરાગ્ય છે. ગમે તેવા સોહામણું અને મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમના વૈરાગ્યને હચમચાવી શકે તેમ નથી. નમિરાજા કંકણના કેકારવથી કલ્યાણની કેડીએ કદમ ઉઠાવવા તૈયાર થયા. તેમના જન્મથી શત્રુ રાજાઓ તેમના પિતાને ચરણે નમ્યા હતા પણ હવે તે તે નમિરાજ પાંચ ઈન્દ્રિયોને નમાવવા તૈયાર થયા. તેમને હવે કોઈ પ્રત્યે રાગ નથી. રાગ છે માત્ર મેક્ષ પર અને ઉદ્વેગ છે સંસાર પર. આવા વૈરાગ્યના ઝુલણે ઝુલતા નમિરાજા કેવી રીતે દીક્ષા લેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર -શેઠ નાસ્તે લઈને આવ્યા ને કહે છે ચાલ ભાઈ ચાલ, ખાઈ લે. શેઠના કહેવાથી મેં ધંઈ ખાવા બેઠો પણ કોળિયો મુખમાં મૂકી શકતો નથી, એની