________________
શારદા રત્ન
કરાવનાર કોણ? હાથી પ્રત્યેને લોભ, માટે આ સંસાર છોડવા જેવો છે ને લેવા જેવી દીક્ષા છે. સતીને વૈરાગ્યમય સચોટ ઉપદેશ સાંભળી બંને રાજા પરસ્પર એકબીજાની ક્ષમા માંગવા લાગ્યા. ચંદ્રયશ કહે ભાઈ! તારી નમ્રતા મારા હૃદયને ઉલસીત કરે છે. કયાં પહેલાની ક્રૂરતા અને કયાં અત્યારની નમ્રતા ! સતીજીના ઉપદેશથી કંઈક છે ધર્મ પામ્યા. કંઈકના આત્મપરિણામ બદલાઈ ગયા. બધા કરતાં બેસ્ટમાં બેસ્ટ ચંદ્રયશ ઉભે થઈને કહે છે હે ગુરૂમાતા ! હવે મારે આ સંસાર ન જોઈએ. હવે હું સંયમ લેવા ઈચ્છું છું. હું તારા ગુણ કેટલા ગાઉં ? મને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું છે હવે મારે સંસારમાં રહેવું નથી. તમને કોઈને થાય છે ભાવના ! ઈચ્છા હોય તે કહેજે. (હસાહસ).
ન જોઈ એ સુદર્શનનું સિંહાસન – ચંદ્રયશ કહે છે, મારા લઘુ બંધવા ! મારા વ્હાલા વીરા ! આ સુદર્શનનું સિંહાસન હવે તને સેંપી દઉં છું. મને કલ્યાણની કેડીને સાદ સંભળાય છે. વીરા! કેટલું સરસ થયું. જેને પત્તે પડતું ન હતું, સમાચાર ન હતા, એવી માતાના દર્શન થયા. લડાઈ બંધ થઈ. હવે તું રાજપાટ સંભાળ. હું ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. અરે મોટાભાઈ! આ શું બોલ્યા ? હું તે મિથિલાને મુગટ પણ તમારા શિરે પહેરાવીને તમારા સેવકની જેમ રહેવા માંગું છું. ભલા, હું એકને છોડવા માંગું છું, ત્યાં તું ઉપરથી મને બીજું વળગાડે છે? ત્યાં વળી આપ આવી વાત કયાં કરે છે ? ચંદ્રયની દીક્ષાની વાત સાંભળી નમિરાજ તો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યો. ભાઈ વીરા ! મેં તે જન્મ ધરીને માતાને કે તમને જોયા નથી. જન્મદાત્રી માતાને જોઈ, પણ એ તે સંયમી વેશમાં છે, એટલે તેમને તે હું શું કહી શકું ? પિતા તો દેવ થઈ ગયા છે. અત્યારે પિતા કહ્યું કે ભાઈ કહું તે આપ જ છે. ભલે આપ અહીં હતા પણ આજ સુધી ઓળખાણ ન હતી. આજે ભાઈની ઓળખાણ થઈ અને તરત જ મને છોડીને ચાલ્યા જશો? ના..ના..ભાઈ! હું તમને નહિ જવા દઉં. પિતાના સ્થાને તમે મને મળી ગયા, પછી મારે શા માટે વડીલોની શીતળ છાયા ન ભોગવવી? એવી ગુલાબી છાયામાં જે આનંદ છે તે સ્વતંત્ર રહેવામાં નથી.
- ભાઈ! મેં સંસારને ઘણે અનુભવ લીધે. પિતાનું કરપીણ મૃત્યુ થયું. માતા ચાલી ગઈ ત્યારથી મને સંસારનો આનંદ ઉડી ગયો હતો, પણ રાજ્યનો ભાર કેને સોંપવો ? એ વિચારમાં હતું તેમાં ભાઈ ! તું મળી ગયો અને સતીજીના ઉપદેશે મારા અંતરમાં વૈરાગ્ય ગંગાને પ્રવાહ વહાવ્યો, માટે હવે આ રાજ્ય-લક્ષ્મીને સ્વામી તું થા, ને હું સંયમ પંથે પ્રયાણ કર્યું ! હું હવે ભૌતિક સામ્રાજ્યની લીલા સમા સંસારથી ખૂબ થાક છું. ભાઈ વીરા ! મેં તે સંસાર બહુ જોયે. હવે તો આધ્યાત્મિક સામ્રાજ્યવાળે પ્રભુનો માર્ગ જેવો છે. આ ઉચ્ચ મનુષ્યભવ આ જિનશાસન, અને અનંત કલ્યાણપ્રદ સંયમની સાધના ! કેટલે અદ્દભૂત યોગ ! કેવી સુવર્ણ તક! ફરી ફરી આ તક કયાં મળે? વીરા ! હવે તું કલ્યાણમિત્ર બન. તું રાજ્ય સંભાળી લે. હવે મને આત્મારૂપી હીરાની ઓળખાણ થઈ ગઈ છે, તેથી સંસારને છોડવા તૈયાર થયો છું.