________________
શારદા ૨
૬૩૫
જે કાંઈ જોયું તે બધું મારું પરિચિત દેખાય છે. તેઓ વિચારના ઉંડા જળ-વમળમાં ખૂંપતા ચાલ્યા. થોડી પળો પસાર થઈ. વિચારતા વિચારતા નમિરાજને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થવાથી અને પૂર્વભવ જાણવાથી નમિરાજે એ નિશ્ચય કર્યો કે હવે દીક્ષા લઈને આત્માની શુદ્ધ અવસ્થાને મારે પ્રાપ્ત કરવી. નમિરાજા સવારે જાગ્રત થયા. તેમને તે નિર્ણય એટલે નિર્ણય કરે નહિ. હવે તમને પૂછું કે તમને કઈ એ ભયંકર રોગ આવ્યો ને નમિરાજ, અનાથી મુનિ જેવી ભાવના કરી અને કુદરતે રોગ મટી ગયો તે તમે બીજા દિવસે દીક્ષા લો કે શું કરો ? તમે એમ વિચાર કરો કે દીક્ષા તે લેવી છે, છોકરો મોટો થયો છે તે તેના લગ્ન કરી લઉં ને પછી ધંધે બધું બરાબર સેંપીને પછી દીક્ષા લઈશ. કેમ, આવો જ વિચાર કરો કે તમારો નિર્ણય કયાં રહ્યો! જ્ઞાની કહે છે તું બીજાનું જોવા જાય છે, એના કરતાં તારા આત્માનું જેને!
નમિરાજે જાતિસ્મરણ જ્ઞાનમાં સાતમું દેવક, ત્યાંની રિદ્ધિ સિદ્ધિ બધું જોયું. અહો! હું તો દેવલોકમાંથી અહીં આવ્યો છું. દેવલોકની રિદ્ધિ શાશ્વત છે પણ હુ તો શાશ્વત - ન રહી શક્યો ને? મારે એ સ્થાન તે છોડવું પડયું ને? એ રિદ્ધિ બધું પણ મૂકીને આવવું ? પડ્યું ને! ત્યાંની રિદ્ધિ શાશ્વત હતી તો પણ મારે એને છોડીને આવવું પડયું ને? અહીંની રિદ્ધિ તો શાશ્વત નથી. નાશવંત છે, ક્ષણભંગુર છે, છતાં હું તેમાં લપટાઈ ગયો ! બસ હવે ને જોઈ એના જોઈએ. આ સંસાર ના જોઈએ. જાતિસ્મરણાને નમિરાજનો વિરાગમાં વેગ વધાર્યો. કંકણના એ કેકારવમાંથી જન્મેલે વિરાગ હવે ખૂબ વૃદ્ધિ પામી ગો. નમિરાજા સવારે જાગીને જુએ છે દાહજવરની પીડા બધી શાંત થઈ ગઈ. છ છ માસથી જે પીડાનું માપ નહોતું, અપરંપાર પડા હતી તે હવે લેશ માત્ર રહી નથી. ભાવનાને કે ભવ્ય ચમત્કાર !” શુદ્ધ ભાવની જેમ જેમ વૃદ્ધિ તેમ તેમ થાય ભવકટ્ટી.”
સૂર્યની ગરમીથી જેમ ભરેલા તળાવના પાણી સૂકાઈ જાય છે તેમ ભાવરૂપ સૂર્યની ઉષ્ણતાથી જન્મ-મરણના તળાવ શુષ્ક થઈ જાય છે. ભવના અંધારા ઓસરવા માંડે છે. ભાવથી આત્મપરિણામમાં નિર્મળતા આવે છે. નિર્વેદ, નિલેપ અને નિરાગ સ્થિતિને પ્રાપ્ત કરી શકાય છે. ભાવથી શક્તિ પ્રગાઢ થઈ જાય છે, ત્યારે ભવની શૃંખલા પણ ક્ષીણ થઈ જાય છે. શુદ્ધ ભાવનાના પ્રતાપે જીવનમાં જાગૃતિનું મંગલ પ્રભાત જોઈ શકાય છે. જાગૃતિના દિનમણને પ્રકાશ રેલાતા આધિ, વ્યાધિ અને ઉપાધિથી પલાયન થઈ જવામાં જીવ પોતાનું શ્રેય સમજે છે, અને પછી પરમ અર્થની અનુભૂતિ થાય છે. નમિરાજના જીવનમાં જાગૃતિને સૂર્ય ઉદયમાન થયા છે, તેથી સંસારથી પલાયન થઈ જવા તૈયાર થયા છે. વૈરાગ્યના ઝુલે ઝુલી રહ્યા છે. પણ રાણીઓના મનમાં થયું કે અમારા સ્વામીને આજે મીઠી ઉંઘ આવી ગઈ છે, માટે આપ કઈ અવાજ કરશે નહિ, શાંતિથી સૂવા દો, હવે શું બનશે તે અવસરે.
ચરિત્ર –કર્મની વિચિત્રતા તો જુઓ! એકના પંજામાંથી છૂટે ત્યાં બીજાના પંજામાં