________________
શારદા રસ
૬૩૩
થવાથી સંઘર્ષ વધે છે, દુઃખ વધે છે, તે જગતના બીજા સગા કે બીજી વસ્તુઓના સંબધ થવાથી સઘ વધે એ તા સહજ છે.
નિમરાજાને આત્મા કકણનું નિમિત્ત મળતાં જાગૃત બન્યા. મહાપુરૂષોને જાગૃત થવા માટે આવું કઇંક નિમિત્ત મળી જાય છે. એ નિમિત્ત મળતાં એમના આત્મા જાગી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ મા અધ્યયનમાં અનાથી મુનિની વાત આવે છે. તેમની આંખામાં અસહ્ય પીડા થવા લાગી. તે વેદના કેવી હતી? જેવી રીતે ક્રોધના આવેશમાં આવેલા શત્રુ પેાતાના શત્રુને એકાંત સ્થાનમાં લઈ જઈ ને તીક્ષ્ણશો શરીરના મર્મસ્થાનો પર મારે તે જે અતુલ વેદના થાય તેવી વેદના અનાથી મુનિની આંખમાં થઇ. હૃદયમાં, માથામાં, કમ્મરમાં તા જેમ કેાઇ ઇન્દ્રના વજ્રના પ્રહાર પડયા હાય તેવી દાહજવરથી અસહ્ય વેદના થતી હતી. તેમને સારું કરવા માતાપિતાએ વૈદ્યો, હકીમા, ડાકટરો બધાને ખાલાવ્યા ને માંગ્યા તેટલા મૂલ્ય આપ્યા, છતાં તેમની વેદના શાંત ન થઈ. છેવટે રાત્રે નિર્ણય કર્યો કે જો હું આ વેદનામાંથી મુક્ત થાઉ તા. “વન્ત વન્તો નિરંમો, પત્રરૂપ अणगारिय । ક્ષમાવાન, પાંચ ઈન્દ્રિયાના દમણહાર અને સર્વ પ્રકારના આરંભથી રહિત થઈ ને હું અણુગારપણાને ધારણ કરીશ. ખરેખર જ્યારે આવા નિર્ણય કર્યા તા ખીજે દિવસે તેમની બધી વેદના શાંત થઈ ગઈ અને તેમણે બધાની આજ્ઞા લઈને દીક્ષા લીધી. આ રીતે નિમરાજ પણ કકણનું નિમિત્ત મળતાં આત્મભાવમાં ઝુકી ગયા, સસાર ભાવ છૂટી ગયા ને આત્મભાવમાં રમણતા કરવા લાગ્યા. માનવનું મન જો વેદનામાં આંતર જગત તરફ વળે છે તા એ વિરાગ મેળવી શકે છે, અને જો એ બાહ્ય સસાર તરફ ઝૂકે તા એને આગ મળે છે. નિમરાજ તેા એકત્વ ભાવનામાં ઝુલી રહ્યા હતા. એમની મુખમુદ્રા પર પ્રસન્નતા હતી. વેઢના હજુ શાંત થઇ નથી પણ હવે તેમના ઉપયાગ દેહ પરથી છૂટી ગયા ને આત્મામાં આવી ગયા, તેથી બધાને એમ થયું કે તેમની વેદના શાંત થઈ લાગે છે. છ છ મહિનાથી વેદનાની વરાળમાં મિરાજ શેકાઈ રહ્યા હતા પણ આ શુભ ભાવનાએ તેમની વેદનામાં શીતળતા આપી.
વેદનામાંથી વિરાગઃ-પુનમના ચંદ્ર પાતાની કળા સાથે સંપૂર્ણ ખીલ્યેા હતા. એના શીતળ પ્રકાશ પૃથ્વીપર વસતા જીવાને શીતળતા આપતા હતા. મિરાજના આંતર આકાશમાં આધ્યાત્મિકતાના ચંદ્ર ખીલ્યેા હતે. નમિરાજ વેદનામાંથી વિરાગ શીખી ગયા હતા. એ રાત્રે તેમણે એક દૃઢ નિશ્ચય કરી લીધા. “ આ વેદનામાંથી જો હું સંપૂર્ણ મુક્તિ મેળવુડ તા કાલે સવારે આ વેદનામાંથી જડેલી વિરાગની વાટે ચાલ્યા જાઉ... ” ને એકત્વની અનુપમ મસ્તી માધ્યું. નમિરાજાએ શું કર્યું.? ભૌતિક સામ્રાજ્યને છેડી આધ્યાત્મિક સામ્રાજ્યના વર્ચસ્વને સ્વીકારવાના નિય કર્યો. ખાહ્યાભ્યંતર ખીજી બધી વસ્તુના વર્ચસ્વ મૂકી દેવા સજાગ બન્યા ને માત્ર આત્માના વર્ચસ્વને રાખવાના નિય કર્યાં, આત્માનું દમન કરવા તૈયાર થયા. આત્માનું દમન એટલે શું? આત્મા ભૌતિક સામ્રાજ્યના આદેશે પાછળ રાંકડા થઈ મજુરી ઉપાડે છે, તેને કબજામાં લેવા