________________
૩૧
શારદા રે
વ્યાખ્યાને નં-૬૯ આસે સુદ ૨ ને મંગળવાર
તા. ૨૯-~૮૧ સર્વજ્ઞ સર્વદશી ભગવાને સંસારનું સ્વરૂપ સમજાવ્યું કે આ સંસાર કેવો છે? “અરે નામ, સંસારાિ ” અધ્રુવ છે. એમાં કઈ પણ વસ્તુ સતા સ્થિર રહેવાવાળી નથી, માટે અધુવ છે. અશાશ્વત છે. પર્યાય રૂપથી દરેક વસ્તુ સમયેસમયે ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, માટે તે અશાશ્વત છે. એમાં શારીરિક તથા માનસિક અનેક પ્રકારના દુઃખો ભરેલા છે, તેથી એ દુઃખથી પ્રચુર પણ છે. આવા અધુવ, અશાશ્વત, દુઃખથી ભરપુર, કે જેમાં સુખનું નામ નિશાન નથી એ વિચિત્ર સંસાર! જ્યાં જન્મ, જરા, મૃત્યુના કારમાં દુઃખો ભોગવવાના ! શારીરિક, માનસિક, વ્યાધિઓની જ્યાં પરિસીમા નહિ. કેવી છે સંસારી જીની અસહ્ય યાતના! કેવું છે સંસારનું કરૂણ ચિત્ર! જ્યાં જ્યાં નજર નાંખે ત્યાં આહ, આંસુ, આક્રન્ટ અને વિલાપ, આવા ચતુર્ગતિ રૂપ સંસારમાં કોણ ભમે છે? ભગવાને તેને સુંદર જવાબ આપે છે. ભગવાન બેલ્યા છે કે –
મોની મમરૂ સંસારે, અમોની વિવમુફ” ભગી સંસારમાં ભમે છે પણ અભાગી એટલે ભેગી સંસારમાં ભમતું નથી. તે તેનાથી મુક્ત થઈ જાય છે. હવે ભેગી કોને કહેવે અને ગી કેને કહે? જે પાંચ ઈન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં સુખ માનીને તેમાં એંટી જાય છે, અને કર્મોને ઉપચય કરે છે તે ભેગી. ભેગી જ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત બનીને તેને ભેળવવામાં મહામૂલી જિંદગી વેડફી નાંખે છે. એ ભેગી આત્મા સંસારચક્રમાં ભ્રમણ કરે છે. જ્યારે યોગીને આત્મા એ બધાથી નિરાળો છે. પુણ્યોદયે પ્રચુર ભેગ-સામગ્રી મળી હોય, છતાં ભેગોને લાત મારીને આત્મસુખ મેળવવા માટે સાધનામાં લીન બને તે યેગી. આ ત્યાગી સંસારથી મુક્ત થાય છે. સંસારના દુખે ભોગવવાનું માત્ર ભોગીના લલાટે લખાયેલું છે, કારણ કે તેને તનમનને તરફડાટ, અરે, ધનની પાછળ પાગલ બનીને ધન ભેગું કરવાની તીવ્ર લેલુપતા તો કેટલી! પણ તેના ભાગ્યમાં હોય તેટલું મળે છે અને અંતે તે બધું મેળવેલું મૂકીને પાપ ભોગવવા દુર્ગતિમાં ઉતારા કરવા પડે છે.
જ્ઞાની પુરૂષએ તે ભાગોને કિંપાગવૃક્ષના ફળની ઉપમા આપી છે. સિદ્ધાંતમાં ભગવાને શું નથી બતાવ્યું? પણ જોવા માટે દૃષ્ટિ તે કરવી પડે ને! કિંપાગવૃક્ષનું ફળ દેખાવમાં મનહર, સ્વાદમાં મીઠું પણ પરિણામે જીવ અને કાયા જુદા કરી છે. ક્રિપાગવૃક્ષના ફળ ખાવાથી એક ભવની સમાપ્તિ થાય છે, જ્યારે ભેગને ભેગવનાર રસ રેડી રેડીને ભોગમાં આનંદ લૂંટનારની કઈ દશા થાય ? કેટલા નવા ભવનું સર્જન! માટે જ્ઞાની પુરુષોએ મમ શબ્દ મૂકીને એ બતાવ્યું છે કે ભગી જીવ સંસારમાં ભમે છે. તેને સંસાર સુકાતે નથી, તે સમાપ્તિ તે થાય ક્યાંથી ? જેના દિલમાં ભગવાન થવાની સાચી ભાવના થશે