________________
શચંદા હૃર્ત -
૬૨૯ અરે! આ મારો ભાઈ ગુણદત્ત કેમ જાગે નહિ? મોટાભાઈને જગાડવા પ્રયત્ન કર્યા પણ ભાઈ જાગતો નથી. એટલે કહે છે મોટાભાઈ! મોટાભાઈ ! ઉઠે.ઉઠે...હવે તે દિવસ ઉગી ગયે. ભૈયા ઓ મારા ભેયા ! પણ કેણ બેલે?
ગુણચંદ્ર સમજી ગયા કે નકકી કંઈક બન્યું લાગે છે. મારાભાઈની ઉંઘ તે કૂકડા જેવી છે. સહેજ પગનો સંચાર થાય કે તરત જાગી જાય ને આજે કેમ આમ! ખૂબ ઢઢળ્યો છતાં જાગતો નથી, ત્યારે કહે છે ભાઈ! એક વાર તે બેલ, તને શું થયું છે? ત્યાં તે સૂર્યના પ્રકાશનાં કિરણો પડતાં તેણે જોયું કે આખું શરીર લીલું કાચ જેવું થઈ ગયું છે. અરરર.... મારા ભાઈને તે ઝેર ચઢી ગયું છે. તેના હૈયે હાથ પડી ગયે. નાગે ડંસ દીધે લાગે છે. હું સૂઈ ગયો ત્યારે મારા ભાઈની આ દશા થઈ ને ! ખૂબ રડવા લાગે મેં દુષ્ટ આ શું કર્યું? એ મારા બધુ! વનમાં હું એકલે શું કરીશ? હું તમારી રક્ષા ન કરી શક્યો ! ક્યાં માતા ! કયાં પિતા ! કયાં ગામ! કયાં તમે! ક્યાં હું ! કયાં જાઉં! શું કરું ? જ્યાં ભાગ્યદશા રૂઠી ત્યાં એલંભે કોને દેવો ? અરે ! મારો ભાઈ શું મરી ગયો ?
ગુણદત્તકે બેહેશ દેખકર, ગુણચંદ્ર કપાત કરે,
કૌન ઈસકી બાત સુને, કૌન ઈસકા નાથ! ત્યાં કરૂણ સ્વરે રડે છે. કાળે કલ્પાંત કરે છે, ઝાડ સાથે માથા પછાડે છે. અહીં ગમે તેટલું રડે પણ કેણુ તેને છાને રાખે ? કેણ તેને આશ્વાસન આપે? વનવગડામાં ઉંચે આકાશ ને નીચે ધરતી સિવાય તેનું કોઈ નથી. જેમ જેમ રડતો જાય છે તેમ તેમ આંસુના મોતી બનતા જાય છે. ગુણચંદ્ર બધા મેતી ભેગા કરી એક કપડામાં બાંધી લીધા.
મેટાભાઈને ઝેર ચહ્યું છે, પણ તે હજુ મરી ગયો નથી, પણ ગુણચંદ્ર બિચારે નાને તેને શી ખબર પડે ? તેણે માન્યું કે મારે ભાઈ બેલતે ચાલતું નથી માટે મરી ગયો છે. એમ માની પોતાની પાસે કપડું હતું તેમાં શબને બાંધી વૃક્ષ સાથે બાંધી દીધું કે જેથી કાગડા, કૂતરા આદિ કઈ કોચી ન જાય. તેને બાંધીને અગ્નિસંસ્કાર કરવા માટે : જંગલમાં લાકડા શોધવા ગયો, પણ જંગલમાં ક્યાંય ચંદનના લાકડા ન મળ્યા, ત્યારે બાજુમાં ભીમપુર નામનું મોટું શહેર છે તે બાજુ રવાના થયો. પગમાં જોમ નથી. ચાલતા ચાલતા નગરના દરવાજે પહોંચે. જ્યાં મોટી મોટી મહેલાતે છે. ક્રોડાધિપતિ શેઠીયાએ વસે છે. ત્યાં જઈને તે ઉભો રહ્યો. ત્યાં એક લક્ષમીદત્ત નામના શેઠ વસતા હતા.' શેઠની વૃત્તિ નામ પ્રમાણે હતી. ધનના ભંડારને દેખી આનંદ પામતા. ધન હોવા છતાં કંજૂસીયા પૂરા. પરોપકાર કે ધર્મકાર્યમાં કઈ દિવસ રાતી પાઈ પણ વાપરતા નહિ. માનના ગુમાનમાં એમ માને કે હું ગામને અગ્રગણ્ય શ્રેષ્ઠિ છું. આવા લક્ષમીદત્ત શેઠ ) ધનસંચય કરવામાં બહાદુર હતા. લાભ વિના કદીએ કેડી ખરચતા નહિ.
આંસુના મોતી જોતાં લલચાયેલ શેઠ : લમીચંદ શેઠ મહેલની બારીએ ઉભા ઉભા દાતણ કરતા હતા. આ કુમાર મહેલની સામે ઉભે છે, ત્યારે શેઠ કહે છે, અહીં