________________
૨૨૮
શારદા રત્ન
તેઓ કઈ ઉંડા વિચારમાં સરતા જતા હોય એ ભાવ એમના મુખ પર દેખાય. અહો! અનેક કંકણેમાં સંઘર્ષ થતું હતું અને એકમાં સંઘર્ષ મટી ગયે! તે દુઃખ પણ ગયું. એક કંકણ જરા પણ શોરબકોર કરતું નથી. મારા શરીરને ત્રાસ ઉપજાવનાર કંકણુ નહિ પણ કંકણને સમૂહ હતો, તેમ મારા આત્માને કલેશ ઉપજાવનાર આત્મા સાથેની ઉપાધિ છે. આત્મન ! અનેકત્વને ત્યાગ કર અને એકત્વના આનંદને ભોક્તા બન. આંતર જગતમાં પણ “એક ત્યાં આનંદ” આ સત્યનું સામ્રાજય નથી શું? આ કંકણું પણ એકાકી થતાં શાંત, પ્રશાંત બની ગયા તે આ મારો આતમદેવ પણ જે એક બંને, નિઃસંગતાથી નેહ કરે, સંગના સ્નેહને છેહ દે, તે કેવી આધ્યાત્મિક શાંતિ પથરાય! એક કંકણ રહેવાથી મંગળ થયું છે તે પ્રમાણે આત્માને માટે એકલા હોવાથી મંગળ થઈ શકે છે, માટે હે આત્મા ! તું સાવધાન થઈ જા. સંભવ છે કે આ દાહજવર મને આ જાતની સૂચના આપવા માટે આવેલ હોય ! ધન્ય છે ભાઈને કે જે સંસારનો ત્યાગ કરી ચાલ્યા ગયા, પણ ભાઈને આદર્શ સામે હોવા છતાં હું હજુ સુધી સંસારમાં ફસાઈ રહ્યો છું, જે આ દાહવર ન આવ્યા હતા તે હું હજુસુધી પણ સંસારમાં ફસાઈ રહેત, પણ તેણે મને સાવધાન કરેલ છે, માટે હવે મારે આ સંસારમાંથી નીકળી જવું જોઈએ. જ્યાં સુધી સ્નેહીમંડળથી વીંટળાયેલ રહીશ ત્યાં સુધી ભવ રૂપી ખળભળાટ ચાલ્યા કરશે, અને ત્યાં સુધી ઘડીપણુ વિશ્રાંતિ નહિ મળે.
બગડે બે આજ સુધી હું ભ્રમણામાં ભૂલ્યો. “બગડે બેએ તે નાનપણથી શીખો હતો, પણ તેને ખરો અર્થ આજે કંકણે મને શીખવાડ્યો. તમે સમજ્યા? “બગડે બે એટલે શું? એક મટી બે થયા કે બગડવાનું કામ શરૂ થયું. બે ના ચાર અને અનેક થતાં તેટલે દરજજે રાગદ્વેષ વધવા લાગ્યા, અને પુણ્ય પાપની આવક કરીને ચોર્યાશીની ઘટમાળમાં ભમવાનું થયું. નમિરાજની વેદના તે એટલી જ હતી, છતાં ય નમિરાજને વેદનામાંથી વિરાગની વાટ જડી ગઈ. તેઓ એ વાટે આગળ વધી રહ્યા હતા. ખરેખર એક ત્યાં આનંદ, ચિદાનંદ અને અનેક ત્યાં આંસુ ! આકદ! આક્રમણ ! જ્યાં બે છે ત્યાં અવાજ છે. આ જીવ અનાદિથી એકલો છે, છતાં કોઈ સ્નેહીના મરણથી અથવા ધનાદિ ચાલ્યા જવાથી આત્માને દુઃખ થાય છે. પણ જ્ઞાની કહે છે કે જે ચીજો જવાની હતી એ ચાલી ગઈ, પછી તેમાં દુઃખી થવાની શી જરૂર છે? જીવ જેમ જેમ અસંતોષ અને તૃષ્ણ વધારી પરિગ્રહ ભેગો કરતા જાય છે, તેમ તેમ એને દુઃખ અને ચિંતા વધે છે. જીવ જ્યારે જન્મે છે ત્યારે તે એકલો જ આવ્યો છે. અહીં આવીને તેણે બધી ઉપાધિ એકઠી કરી છે. તેમાં મારાપણું માનીને બેસી ગયો છે, પણ જીવ જાય છે ત્યારે એકલે જાય છે. આ રીતે મિરાજા એકતવ ભાવનાનું ચિંતન કરી રહ્યા છે. એ ભાવના ભાવતા તેમના જીવનમાં શું ચમત્કાર થશે તે અવસરે. . ચરિત્રગુણદત્ત અને ગુણચંદ્ર બંને જંગલમાં આવ્યા છે. નાનો ભાઈ ચાકી કરે છે અને મોટા ભાઈ સૂતો છે. પવનની શીતળતામાં નાનાભાઈને પણ ઉંઘ આવી ગઈ. પ્રભાત થતા ગુણચંદ્ર જાગ્યો. તેના મનમાં પસ્તાવો થવા લાગ્યો. હે પ્રભુ! હું કેમ સૂઈ ગયો!