________________
૬૧૨
શારદા રત્ન પ્રજાને વિલાપ - ચંદ્રયશની દીક્ષાની વાતથી નમિરાજા રડે છે ને સુદર્શનપુરની પ્રજા પણ ધ્રુસ્કે રડે છે, અને કહે છે અમે આજનો દિવસ ઘણે આનંદનો માનતા હતા, આ શું થઈ ગયું? અમારા રાજા અમને છોડીને જાય છે ! અમને તો એમ થયું કે અમારે હવે એકને બદલે બે રાજા થયા. બાળકની રક્ષા એકલી માતા પણ કરે ને ક્યારેક એકલા પિતા પણ કરે પણ જેના રક્ષક માબાપ બંને હોય તેની રક્ષા વિશેષ થાય તેમ આજ સુધી અમારા એક રાજા હતા, પણ હવે બે રાજા થયા, એટલે વિશેષ કલ્યાણ થશે, પણ આપ તે હવે જઈ રહ્યા છે. આપ અમને હવે નમિરાજાના હાથમાં સેપો છે પણ અમે નમિરાજાને ઓળખતા નથી. તેઓ અહીં જયા નથી. અહીં રહ્યા નથી. તે અમારા હૃદય શું જાણે? આ સમયે નમિરાજાના સ્થાને બીજા કોઈ હોત તો એમ કહી દેત કે પ્રજા મને ઈચ્છતી નથી તો મારે રાજ્ય શું કરવું છે? પણ આ તે ગંભીર છે. પ્રજા કહે, જે તમારે જવું છે તે થોડા દિવસ રહી નમિરાજાને સર્વ બાબતથી પરિચિત કરી પછી જજે. આ પ્રમાણે સુદર્શનની પ્રજાએ ચંદ્રયશને સંયમ ન લેવા માટે ઘણું કહ્યું, પણ સાચો વૈરાગી કેઈન રોક્યો રોકાતો નથી. આ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. પતંગીયો રંગ નથી કે તડકે મૂકીને ઉડી જાય, પણ મજીઠીયે રંગ છે.
: પ્રજાને ભલામણ કરતા ચંદ્રયશ – ચંદ્રયશ પ્રજાને કહે છે હે પ્રજાજનો ! જે મેં રાજ્ય સારી રીતે ન કર્યું હોત તે આપ બધા એમ કહેત કે ઠીક થયું કે આ રાજા ગયા. તમે મારા માટે રડતા નથી પણ તમારા સ્વાર્થ માટે રડે છે. કદાચ યુદ્ધ થયું હોત ને તેમાં હું ખપી ગયો હોત તે તમારી રક્ષા કેણ કરત? તમે લોકે - પ્રમાણિકતા રાખે તો તમને કોઈ માણસ દુઃખ દેનાર નથી. તમારી ઉન્નતિ તમારી પ્રમાણિકતામાં રહેલી છે. તમને મારી પ્રવજ્ય માટે દુઃખ થાય એ કેટલા ખેદની વાત છે! તમે એ તે વિચારો કે હું નમિરાજ સાથે એક હાથી માટે યુદ્ધ કરી રહ્યો હતો પણ સતીની કૃપાથી હવે આખું રાજ્ય ત્યાગી રહ્યો છું. મારા આ ત્યાગથી ભાવિ પ્રજાને માટે એ આદર્શ અને વિચાર રહેશે કે અમારા રાજા તે એવા હતા કે જેમણે સારાયે રાજ્યને ત્યાગ કર્યો હતો, તે પછી અમે નાની વસ્તુને માટે શા માટે લડીએ? ભલે હું જાઉં છું પણ ત્યાગના આદર્શરૂપે તે હું તમારી પાસે છે, માટે આપ દુઃખ ન લગાડશે. ચંદ્રયશની વાત સાંભળી પ્રજાના મનમાં થયું કે મહારાજાની વાત સત્ય છે. અમે અમારા સ્વાર્થને રહીએ છીએ. નમિરાજ ચંદ્રયશના ભાઈ જ છે ને ! હે પ્રજાજનો ! તમારા રાજા તરફ પૂર્ણ પ્રેમની દૃષ્ટિથી જોજે. જેમ તમે મારી આજ્ઞા પાળો છો તેમ નમિરાજની આજ્ઞાને માન આપજો. નમિરાજ મારા કરતાં સવાયો છે. મને ખાત્રી છે કે નમિરાજ તમને એવી રીતે સાચવશે કે મારી યાદ પણ નહિ આવે. આ રીતે ચંદ્રશે પ્રજાજનોને સમજાવ્યા. હવે નમિરાજને સમજાવશે ને તેમને કેવી ભલામણ કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : મૃત્યુની અણી પર આત્મ આનંદઃ ગુણદત્ત અને ગુણચંદ્રને ફાંસીના માંચડે ચઢાવવા લઈ ગયા છે, પણ તેમની નિર્ભયતા, નીડરતા, મૃત્યુને હસતે મુખડે