________________
શારદા રત્ન જનતા કહે, અમે આપને નહિ જવા દઈએ, ત્યારે ચંદ્રશે પ્રજાને સારી રીતે સમજાવી. પછી નમિરાજને કહ્યું-ભાઈ! અહીંની પ્રજાનું અને મારા ધર્મનું પૂર્ણ રીતે પાલન કરજે. આ સંસા-અનિત્ય છે. તેને જે રીતે હું ત્યાગ કરીને જાઉં છું તે પ્રમાણે તમારે પણ પછી ત્યાગવું પડશે. તમારા દરેક સુખના ભાગે પણ પ્રજાની પારમાર્થિક આબાદી સાધજે. પ્રજાનું પુત્રવત્ પાલન કરજે, તે તેને બદલે તેવો મળશે. મારા વિયેગથી તેમને થતું દુઃખ ભૂલાવી દેજો. પ્રેમને બદલે પ્રેમથી દેજે. આ ઉત્તમ આર્યભૂમિની કીર્તિ તથા તે સાથે તમારી કીર્તિ ઐતિહાસિક કરજે, ઉજજવળ બનાવજે. પ્રભુ તમને સદ્દબુદ્ધિ આપે.
ચંદ્રયશના આ વચને રાંભળી નમિરાજે કહ્યું–ભાઈ! જેમ રામે ભરતને સમજાવ્યા હતા તેમ આપે મને સમજાવ્યો છે. રાજ્યને ભાર મારા પર લેવાથી હું ગભરાઉં છું. જે રાજ્યનો ત્યાગ કરી ભાઈએ દીક્ષા લીધી તે રાજ્ય જે હું લઈ લઉં તે લોકે પર સારી અસર નહી થાય. લોકે એમ કહેશે કે ચંદ્રશે ત્યાગેલ રાજ્ય મિરાજે લઈ લીધું, અને પોતે રાજા બની ગયા. વીરા ! તારું કહેવું ઠીક છે, પણ તું એમ માનજે કે મને "ભાઈએ એક કાર્ય સંપ્યું છે. રામના કહેવાથી ભરતે રાજ્ય લીધું ત્યારે તેમણે એમ માન્યું હતું કે હું રાજ્ય ચલાવતો નથી, આ રાજગાદીને હક્કદાર નથી, પણ રામે મને જે કાર્ય સોંપ્યું છે તે કામ ચલાવવાને માટે રાજ્ય શાસન ચલાવીશ. રામ વનનું કામ કરશે ને હું આ રાજ્યનું કામ કરીશ. જેમ ભરતે માન્યું હતું, તેમ તું પણ માનજે કે હું ચંદ્રયશની જેમ અત્યારે દીક્ષા લઈ શકતો નથી, પણ તેમની આજ્ઞા પાળવા તેમનું સોંપેલું કામ કરું છું. વીરા ! આપની આ શિખામણ મારા હૃદયમાં વસી ગઈ 1 છે, અને મારા રોમેરોમમાં ઉતરી ગઈ છે. હું તે કદી ભૂલીશ નહિ. આપ થોડીવારમાં રાજપાટ ત્યાગી દેશો આવો મને ખ્યાલ ન હતો. આપનો આ આદર્શ મહાન છે. આથી હું આપને નમસ્કાર કરું છું.
નમિરાજાએ કરેલો રાજ્યનો સ્વીકાર ? બીજી બાજુ પ્રજા નમિરાજને કહે છે, આપે ચંદ્રયશ રાજાનું કહેવું માની રાજગાદી સ્વીકારવા સંમતિ આપી એ અમારું મહાન સદ્ભાગ્ય છે. ચંદ્રયશ રાજા તે દીક્ષા લેશે પણ અમને આપ જેવા રક્ષક મળી ગયા એટલે આનંદ છે. હવે આપ અહીંનું રાજ્ય સંભાળે. અમને છોડીને જશે નહિ. આપ 'પોતે અહીંના છે એમ માનજે, પણ એમ ન માનશો કે હું મિથિલાને રાજા છું, અને અહીં તે માત્ર રાજ્ય ચલાવું છું. હવે તમે અમારા રાજા થયા. અમારા માટે જેમ ચંદ્રયશ હતા તેમ આપ છો. આપ પણ એમ જ માનજે કે મારે મન જેવી મિથિલાની પ્રજા છે તેવી અહીંની પ્રજા છે. અમને મિથિલાની પ્રજાની માફક માનજો. પ્રજાની વાત સાંભળી મિરાજે કહ્યું–હે મારા વહાલા પ્રજાજનો ! મને રાજ્યનો મેહ નથી. હું વડીલ ભાઈની - આજ્ઞાથી રાજસિંહાસને બેસું છું, પણ આપ મારી ભૂલ થાય તો કહેજો. હું રાજસિંહાસને -તે બેસું છું, પણ જ્યારે આપના હૃદય સિંહાસને મારું સ્થાન જમાવીશ ત્યારે મને શાંતિ થશે. રાજા થવાથી મારું એ કર્તવ્ય છે કે હું પ્રજાની રક્ષા કરું અને પ્રજાને