________________
શારદા રત્ન
૬૧૯ સુત્રતા સાધ્વીજી (મયણરેહા) પણ બધાને સંતોષ આપી ત્યાંથી વિહાર કરીને પોતાના ગુરૂણીની પાસે ચાલ્યા ગયા. બંને ભાઈઓ વચ્ચે કલેશ મટાડી, યુદ્ધવિરામ કરાવી, વૈરને સ્થાને વાત્સલ્ય વહાવી, સંગ્રામને સ્થાને સ્નેહ વરસાવી સતી સુત્રતા સાધ્વીજી જ્યારે ગુરૂણી પાસે ગયા હશે ત્યારે સાધ્વી સુવ્રતાના મુખેથી આ બધી વાત સાંભળી ગુરૂણને કેટલો બધો આનંદ થયો હશે! મયણરેહાએ તે પોતાના ગુરૂણીને એટલું જ કહ્યું કે આપની કૃપાથી લડાઈ બંધ થઈ ગઈ અને શાંતિ થઈ ગઈ છે. ગંભીર ગુણીયલ જીવો ક્યારેય પણ પોતાની મહત્તા ન બતાવે. મયણરેહાની સાથે જે બીજા સતીજી હતા તેમણે કહ્યું કે આ સતી કેટલા ભાગ્યશાળી છે! તેમના પુત્ર રાજા છે, છતાં તેઓ કેટલી નમ્રતાથી રહે છે ને સેવા કરે છે! તેમને એ વિચાર પણ નથી આવતો કે હું રાજપતિ રાજાની માતા છું. તેમણે માત્ર વાણુ દ્વારા લડાઈ બંધ કરાવી.
પ્રજાના હદય સિંહાસન પર આસન જમાવ્યું નમિરાજે – નમિરાજ હવે મિથિલા અને સુદર્શનના રાજા થયા. પ્રજાને ખૂબ પ્રેમથી રાખે છે. થોડા સમયમાં તે તેમણે પ્રજાના હૃદય સિંહાસને સ્થાન મેળવી લીધું. પ્રજા બોલવા લાગી–ખરેખર નમિરાજ બીજા ચંદ્રયશ છે. નમિરાજ રાજ્ય ચલાવે છે પણ તેમના અંતરમાં એ ખટકારો છે કે સંસારથી ક્યારે મારો છૂટકારો થાય? તમને થાય છે આ ખટકારો? જે ઘડિયાળને.. ખટકારો બંધ થઈ જાય તે તમે તેને રીપેરીંગમાં લઈ જાવ અને એને ચાલુ કરાવી તમારો ખટકારો બંધ થઈ ગયો છે તેને ચાલુ કરાવવા મોટા મોટા ગુરૂવર્યો પાસે તમને લઈ જઈએ તો પણ તમારે ખટકારો ચાલુ થતું નથી. નમિરાજને રાજ્યમાં વસવા છતાં આ ખટકારે છે. પ્રજાની રક્ષા પણ બરાબર કરે છે. જે રાજા સત્યવાદી છે, પ્રજાનું ધન લૂંટતા નથી, તેવા રાજાને પ્રજા ચાહે એમાં કઈ નવાઈ નથી. રામે લક્ષમણને અને સીતાજીને કહ્યું હતું કે તમે મને ગમે તેટલા વહાલા હે પણ જે તમારા કારણે પ્રજાનું અકલ્યાણ થતું હોય તો તમારા બંનેને ત્યાગ કરું, એટલું જ નહિ પણ પ્રજાના હિત માટે મારા પ્રાણ દેવા પડે તે તૈયાર છું. જે રાજાની આવી ભાવના અને પ્રજા પ્રત્યે લાગણી હોય તેવા રાજાને કણ ન ચાહે ? નમિરાજ પણ આવી ભાવનાથી રાજ્ય ચલાવે છે. જેમ સૂર્યમંડળ સર્વ જગાએ ફરે છે, સવારમાં પૂર્વ દિશામાં હોય, બપોરે માથા પર હોય ને સાંજે પશ્ચિમ દિશામાં હોય, તેમ નમિરાજા મિથિલા અને સુદર્શનપુરમાં ફરીને રાજ્ય કરવા લાગ્યા, અને પ્રજાજનોને આનંદ અને સંતોષ આપવા લાગ્યા.
હવે ન જોઈએ આ સંસાર –નમિરાજા આનંદથી રાજ્ય ચલાવે છે. સમય જતાં તેમને એક દીકરો થયો. ધીમે ધીમે કુમાર મોટો થવા લાગે. ભણીગણીને તૈયાર થયો અને બરાબર રાજ્ય સંભાળે તે થયો ત્યારે નમિરાજ વિચાર કરવા લાગ્યા. અમારા કુળમાં પરંપરાથી પ્રથા ચાલતી આવી છે કે દીકરે રાજ્ય સંભાળે તે થાય ત્યારે પિતા રાજ્યનો ત્યાગ કરી સંયમ માર્ગે જાય. હું મોટો થયો અને મિથિલાની