________________
શારદા રત્ન
૬ર૩
ગઈ. હવે બંને સૂતા છે, એમાં મેાટાભાઈને માથે કઈ આપત્તિ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૮
ભાદરવા વદ અમાસ રવીવાર
તા. ૨૭–૯–૮૧
જ્ઞાની પુરૂષા કહે કે આ જન્મમાં મેળવવા જેવું કાંઈ પણ હાય તા ભાવસાધુપણા રૂપ સચમ છે, અને આવા સંયમ ખૂબ સારી રીતે પાળી છઠ્ઠા ગુણુસ્થાનકની પ્રાપ્તિ કરવી અને સાતમા ગુણસ્થાનકના સ્વાદ મેળવવા. આ સિવાય આ સંસારમાં સુખ માટેની કાઈ પણ સામગ્રી મેળવવા જેવી નથી. તેની ઇચ્છા પણ કરવા ભાગવવાની તા વાત જ કયાં રહી ?
જેવી નથી. તો પછી
અને
આ સસાર આત્મા સાથે જોડાયેલા કર્માથી ચાલે છે. તમામ સસારી જીવા કર્મ સત્તાએ ત્રણે ભુવનમાં બિછાવેલી જાળમાં કારમી રીતે ફસાયેલા છે, તમામના વાસ વિષયેા રૂપી કુટીરમાં છે. તેમાં રાગ, દ્વેષ રૂપી બે મહ્યો છે. અજ્ઞાન જીવા ક્રોધ, માન, માયા, લેાભ રૂપી કષાયાને અને પાંચ ઇન્દ્રિયાના વિષયાને પરવશ છે. તેમના ઉપર મેાહના એટલે વિષયાના પાશ પડેલા છે. વળી આત્મા સ્નેહ રાગમાં ફસાયેલા છે. આ જાળ તાડી નાંખવી જોઇએ, અને વિષયેા રૂપી કુટિરમાંથી બહાર નીકળી જવું . જોઇએ. સમ્યજ્ઞાન મેળવવુ જોઇએ. પાંચે ઇન્દ્રિયેા અને મનના માલિક બનવું જોઇએ. જેથી ઇન્દ્રિચેા તથા મનના સારા ઉપયાગ કરી ચારે કાયાને દબાવી તેને પણ આત્મકલ્યાણમાં સારા ઉપયેગ કરી શકાય. સંસારમાં જીવને અનુકૂળ સયાગા ઉપર ખૂબ રાગ થાય છે, અને પ્રતિકૂળ સયેાગેા ઉપર ખૂબ દ્વેષ થાય છે. તેવા રાગ દ્વેષના પરિણામેા છેાડી દઈ સમભાવ કેળવવા જેવા છે. રાગ-દ્વેષ રૂપી મહોને ખાચીએથી પકડી દૂર ફેકી દેવા જેવા છે. રાગ દ્વેષ હલાહલ ઝેરથી પણ અતિ ખતરનાક ઝેર છે. એ જે જીવાને ચઢયા તે ભાભવ માટે મર્યા સમજી લેા. રાગ દ્વેષના મૂળ આત્મભૂમિના પેટાળમાં પથરાયેલા છે. એવા સુદૃઢ થયેલા આ મૂળ છે કે એને ઉખેડી નાંખવા તે સરળ કામ નથી, જલ્દી પતે તેવું કામ નથી.
સ'સાર, જીવને વળગેલા કર્મોથી ચાલે છે, તેથી ભૂતકાળના કરેલાં કમાના ઉદયકાળમાં જે કાંઇ દુઃખા આવે તે તમામ આનંદથી હસતા મુખે વેઠી લેવા જેવા છે, કારણ કે તે દુઃખા આત્માએ કરેલા પાપના ઉદયથી આવે છે, તેથી આનંદથી વેઠી શકાય અને નિર્જરા કરી શકાય. શક્તિ હાય તા એવા દુઃખા તથા આવેલા પરિષહા દૂર કરવા જરા ચે પ્રયત્ન ન કરતા ખૂબ આનંથી સહન કરી લેવા અને શક્તિ ન હાય તા દુઃખા દૂર કરવા અનીતિના ઉપયાગ ન કરવા. સ`સારના સુખેા પૂર્વ સંચિત પુણ્યથી મળે છે, તે પણ ભાગવવા જેવા નથી, પણ છાડવા જેવાં છે. સંસારના તમામ સુખા જેમાં ઘર જમીન-વાહના કુટુંબ-પત્ની ઉપરાંત પેાતાનું કહેવાતુ શરીર તેના પણ