________________
૬૧૦
શારદા રત્ન
સુવ્રતા સાધ્વીજી કહી રહ્યા છે તે રાજા ! અજ્ઞાનના કારણે તમે એકબીજાને રિયળખતા ન હતા, અને મારી નાંખવા ઈચ્છતા હતા. એક હાથી માટે આટલું મોટું
૮ ખેલવા તૈયાર થયા હતા. તમારા રાજદરબારમાં ક્યાં હાથીને તૂટે છે? એક હાથીથી ચંદ્રયશ શ્રીમંત બની જવાને નહોતું અને નમિરાજ ગરીબ બની જવાનો નહોતા. એકબીજાને તેથી કાંઈ વધુ ઓછું થઈ જવાનું ન હતું, પણ અજ્ઞાનતાને કારણે નમિરાજ એમ વિચારતા હતા કે ચંદ્રશે મારો હાથી બાંધી દીધું અને મંગાવ્યા છતાં પાછો ન આયે, તે હવે હું એને બતાવી દઉં. ચંદ્રયશ એમ માનતો કે મેં મારી શક્તિથી હાથી પ્રાપ્ત કર્યો છે તે પાછો કેમ આપું? આ રીતે અજ્ઞાનતાને કારણે અભિમાનને વશ થઈ બંને વચ્ચે લડાઈ થઈ રહી હતી. હવે એકબીજાનું અજ્ઞાન જતાં તેઓ કેવી દૃષ્ટિથી જોઈ રહ્યા છે? આથી ખરે ઉપકાર જ્ઞાન છે. જ્ઞાનથી અજ્ઞાન ગયું ને આનંદ આનંદ છવાઈ ગયો. વળી જે હાથીનું ભાગી છૂટવાનું ન બન્યું હોત તે આ પરિણામ ન આવત ! હે ચંદ્રયશ! માત્ર હાથીને વશ કરવાથી મોટા બનાતું નથી, પણ એમ વિચારો કે મેં આ હાથીને વશ કર્યો પણ જે મારા મનરૂપી હાથીને વશ નહિ કરું તે વધારે વર બંધાશે, માટે મનરૂપી હાથીને વશ કરો. મન રૂપી હાથીને વશ ન કરવાના કારણે જીવ દુઃખ ભોગવી રહ્યો છે. મનને વશ કરવું કઠીન છે. - ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે
अयं साहसीओ भीमो, दुवस्सो परिधावइ ।
जंसि गोयम आरुढो, कहतेण न हीरसि ॥५५॥ હે ગૌતમ! આ મહાસાહસિક, ભયંકર અને દુષ્ટ (માલિકને ખાડામાં નાંખી દે તે) ઘેડ ખૂબ દોડી રહ્યો છે. તે ધેડા પર બેઠેલા તમે સીધે મા શી રીતે જઈ શકો છો? તેનાથી ઉન્માર્ગે કેમ ચાલ્યા જતા નથી? આ પ્રશ્નના જવાબમાં ગૌતમ સ્વામીએ કહ્યું, તે ગભર દોડતા ઘડાને શાસ્ત્રરૂપ લગામથી બાંધી રાખું છું. જ્ઞાનરૂપ લગામથી વશ કરેલ તે ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે મને દોરી જાય છે. કેશીસ્વામીએ કહ્યું તે ઘોડો કયો? ગૌતમસ્વામીએ કહ્યું –
मणो साहसीओ भीमो, दहस्सो परिधावई ।
तं सम्मं तु निगिण्हामि, धम्म सिक्खाइ कन्थगं ॥५८॥ મન એ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે. તે સંસારના વિવિધ વિષયો તરફ આમતેમ દોડી રહ્યો છે. ધર્મશિક્ષા રૂપી લગામથી જાતિવંત ઘોડાની જેમ તેને બરાબર નિગ્રહ કરું છું.
અહીંયા સુત્રતા સતીજી ચંદ્રયશને તથા પ્રજાજનોને એ કહી રહ્યા છે કે આપ મન રૂપી હાથીને વશ કરો. આ સંસાર દુઃખને દરિયો છે, સ્વાર્થનું સમરાંગણ છે. જ્યાં લોભને લાવારસ ઉછળી રહ્યો છે, એમાં રાચવા જેવું નથી. બે ભાઈ વચ્ચે લડાઈ