________________
સોરઠ રત્ન
૫૪૩
આવા તપસ્વીના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. અંતમાં આ તપ સાધકે તેમના જીવનમાં હજુ વિશિષ્ટ તપ કરે, કર્મોને ખપાવે, કર્મ કચરાને સાફ કરી આત્માને દિવ્ય તેજસ્વી બનાવે ને શાશ્વતા સુખને પ્રાપ્ત કરે એ જ અંતરની અભિલાષા સહિત વિરમું છું.
બા. બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજી -આજે મહાન મહોત્સવને દિવસ છે. દુનિયામાં ઘણું પ્રસંગે આવે છે ને જાય છે, પણ જે પ્રસંગે જીવનમાં કંઈક નવીન પ્રેરણા આપી જાય તે સાચા પ્રસંગો છે. આજે રવીવાર નથી, છતાં સૌના મનમાં એ આનંદ છે કે આજે જવું છે વડે, શા માટે? અહીં કેઈ મોટો જમણવાર નથી. હા, પૂ. મહાસતીજીના મુખેથી વહેતે વીતરાગ વાણીને જમણવાર છે. સૌના દિલમાં ગુંજારવ થઈ રહ્યો છે. એનું કારણ તપ મહોત્સવને આનંદ. તપ એ સાચી સંજીવની જડીબુટ્ટી છે. તે આપણા ભવના રોગો નાશ કરે છે. મહાભાગ્યશાળી આત્માઓ ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. તેમની મા ખમણની ભાવના પરિપૂર્ણ થઈ, ને આજે પારણાને પ્રસંગ આવી ગયો. કઈ વાર તપમાં વરચે વિબ આવી જાય ને સાધના અધૂરી રહી જાય, પણ ગુરૂદેવની કૃપાએ આ બંને તપસ્વીઓને તપ નિવિદનપણે પરિપૂર્ણ થયો છે. બા. બ્ર. ઉગ્ર તપસ્વી હર્ષિદાબાઈ મહાસતીજી, બા. બ્ર. ઉગ્રતપસ્વી ઉવશાબાઈ મહાસતીજી જેમના દિલમાં ખટકારો થયો કે આવતા કર્મોને રોકવા સંયમની સાધના તે કરી, પણ પુરાણું કર્મોને બાળવા માટે તપની જરૂર છે.
સિદ્ધાંતમાં કેટલાય મહાન પુરૂષના દાખલા આવે છે. જેમણે કર્મો સામે કેસરીયા કરવા તપના હથિયાર લીધા અને કર્મો ઉપર વિજય મેળવ્યો. શ્રેણીક રાજા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા ગયા. વંદન કરીને ભગવાનને પ્રશ્ન કર્યો કે અહો મારા ત્રિલોકીનાથ! આપના શાસનમાં બધા સંતે મોતીની માળા સમાન છે, પણ કર્મની મહાન નિર્જરા કરનાર કેણ સંત છે ? ભગવાને કહ્યું, મારા બધા સંતે મહાન છે, પણ આપે પૂછો છો એટલે કહું છું કે કર્મની મહાન નિર્જરા કરનાર ધન્ના અણગાર છે. તે છઠ્ઠના પારણે આયંબીલ કરે છે. જેણે અનાસકત ભાવ કેળવ્યો છે, વૃત્તિઓ ઉપર વિજય મેળવ્યું છે. વસ્તુને ત્યાગ કરવો સહેલ છે, પણ તેના પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો મુશ્કેલ છે. ધન્ના અણગારે જીવનમાં મહાન તપ સાધના કરી જીવનને ઉજ્જવળ બનાવ્યું. તેમના જીવનમાં એ ખટકારો હતો કે મારા મલીન બનેલા આત્માને પવિત્ર બનાવવો છે. આત્મા પર લાગેલી કાળાશને દૂર કરવી છે. જ્યારે આપણને કાળાશ દૂર કરવાની લગની લાગશે ત્યારે આત્મા જાગૃત બનશે.
બહેને ફાનસ સળગાવે ત્યારે ચીમની પરની કાળાશને દૂર કરે ત્યારે તેનો પ્રકાશ કાંઈ અપૂર્વ લાગે છે. ચીમની કાળી હોય તો પ્રકાશ ઢંકાઈ જાય છે, તેમ કષાયની કાળાશ હોય તે અંતરમાં પ્રકાશ ટકી શકવાને નથી, પણ જેમ ચીમનીની કાળાશ દૂર થતાં અલૌકિક પ્રકાશ પ્રાપ્ત થાય છે તેમ કષાયોની કાળાશ દૂર થાય ત્યારે આત્મામાં