________________
૬૦
શારદા રત્ન ઓળખે છે? હા, હું ઓળખું છું. આપ મને કેવી રીતે ઓળખે છે? ત્યાં સતીએ પિતાની ઓળખાણ આપીને કહ્યું:–ભાઈ હું બીજી કોઈ નથી, પણ આપના યુવરાજ યુગબાહુની ધર્મપત્ની અને ચંદ્રયશની માતા છું. અહો ! તે તે આપ રાજમાતા ! જાવ, જઈને ચંદ્રયશને સમાચાર આપો કે આપની રાજમાતા મયણરેહા જે સાધ્વીજી બની ગયા છે તે રાજદરબારમાં આવવા માંગે છે. હું રાજાને સમાચાર આપું છું, પણ આપ આવા યુદ્ધના સમયે અત્યારે અહીં કયાંથી આવ્યા ? ભાઈ ! સંતેનું કામ જ્યાં અશાંતિ હોય ત્યાં શાંતિ સ્થાપિત કરવાનું છે. જેથી હું અત્યારે આ યુદ્ધના સમયે આવી છું. દ્વારપાળને આ વાત સાંભળીને ખૂબ આનંદ થયે ને કહ્યું કે જે તેમ હોય તે આપ અહીં રોકાઈ જાવ. અને હું મહારાજાને ખબર આપું છું. જો કે મુખ્ય દ્વાર બંધ છે પણ એવા અનેક ગુપ્ત દરવાજા છે, તે દ્વારા આપને અંદર લઈ જઈ શકાશે. | મંગલ વધામણીઃ સતીજીને દરવાજે ઉભા રાખીને દ્વારપાળ ચંદ્રયશ પાસે ગયે અને કહ્યું–મહારાજા ! હું એક મંગલ સમાચાર લઈને આવ્યો છું. ચંદ્રયશે કહ્યું કે આવા યુદ્ધના સમયે તું એવા કયા મંગલમય સમાચાર લાવ્યા છે? દ્વારપાળે કહ્યું કે જેમ ખેતર સૂકાઈ રહ્યું હોય ને વરસાદ થાય, જેમ છીપનું મુખ ખુલે અને સ્વાતિ નક્ષત્રનું પાણું પડે તે પ્રમાણે હું મંગલમય સમાચાર લઈને આવ્યો છું. ચંદ્રશે પૂછયું કે શું મંગલમય સમાચાર છે તે તે કહે, નમિરાજ નમી પડ્યા કે શું ? અત્યારે તે તે નમી પડે એ સમાચાર મંગલમય ગણાય પણ મને વિશ્વાસ નથી કે તે નમી પડે. સમુદ્ર કદાચ માઝા મૂકે, સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે, પણ શત્રુની સામે ક્ષત્રિય પુત્રનમ્રતા રાખી શકે એ અસંભવ છે. નમિરાજા પોતે ચઢાઈ કરીને આવ્યા છે તો પછી તે નમે શા માટે? દ્વારપાળે કહ્યું, એ કાંઈ સમાચાર નથી, પણ આપ આપના માતુશ્રી માટે તપાસ કરાવી રહ્યા હતા. જેને માટે આપે પૂબ શોધખોળ કરાવી પણ પત્તો ન પડ્યો તેથી આપ ચિંતાતુર રહેતા હતા તે આપના માતુશ્રી આવ્યા છે. યુદ્ધના કારણે દરવાજા બંધ હોવાથી બહાર ઉભા રહ્યા છે. આ સમાચાર સાંભળતા ચંદ્રયશનું હૈયું થનગનવા લાગ્યું. તેના દિલમાં અપૂર્વ આનંદ થયો. એક લોહીની સગાઈ છે, તેથી લોહી ઉછળી આવ્યું અને કહેવા લાગ્યો કે આજનો દિવસ કેવો આનંદમય છે! કેટલા સમયે મને માતાને મેળાપ થશે, પણ તેમને બહાર કેમ ઉભા રાખ્યા? તેમને માટે દ્વાર બંધ ન હોય. તમે જલ્દી જાવ અને હું પણ આવું છું. હવે ચંદ્રયશ અને માતાનું મધુરું મિલન કેવી રીતે થશે, ચંદ્રયશ અને નમિરાજ વચ્ચે પડેલા પડદા કેવી રીતે દૂર થશે તે વાત અવસરે.
આજે મહાન તપસ્વી આત્માથી પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતીથિ છે અને પૂજ્ય તપસ્વી ભાણબાઈ મહાસતીજીની પુણ્યતીથિ છે. પૂ. મહાસતીજીએ આ બંને પવિત્ર આત્માઓના દિવ્ય જીવનનું દર્શન કરાવ્યું હતું.