________________
શારદાં રત્ન
પ૯૯ દેતું નથી. નમિરાજાએ સુવ્રતા સાવાની વાત ન માની, છતાં તેના પ્રત્યે ગુસ્સો ન કર્યો. મારો પુત્ર થઈને તું તારી સગી માતા તે પણ સંયમી હોવા છતાં–તેનું કહ્યું માનતે નથી? આવા કોઈ કડવા કે આકરા વેણ ન કહ્યા તેની કરૂણા ચિંતવી કે બિચારે કષાયને પરવશ બની ગયો છે, છતાં વિશેષ સમજાવતાં કહે છે, હે નમિ! તે પૂર્વે સુંદર ચારિત્ર પાળીને આવ્યો છે. તારું પેટ તે સાગર જેવું હોય, ગાગર જેવું નહિ. મન મોટા રાખવાના કે છીછરા? મોટા મનની ફરિયાદ શું એવી હોય કે આણે મારી વસ્તુ લઈ લીધી? ના...ના..એની તે ફરિયાદ એવી હોય કે આણે મારી સમાધિ લૂંટી લીધી ! ધન જાય તો ભલે જાય, પણ આમાનું ધન ન જવું જોઈએ. ત્યારે તું આ ફરિયાદ કરે છે ?
છેવટે સાધ્વીજીએ કહ્યું કે તું કહે છે કે હું સામા પગલે તે નહિ જાઉં, પણ જે તે સામે આવીને હાથી આપી જાય તે યુદ્ધ કરીશ નહિ ને? તો તું મને અત્યારે વચન આપ કે હમણું બે કલાક યુદ્ધવિરામ કરીશ. હથિયાર ઉપાડીશ નહિ. હું તેને સમજાવવા જાઉં છું. જે ચંદ્રયશ તને મળવા આવે તે તમે તેના પ્રત્યે વૈર નહિ રાખે ને? નમિરાજે કહ્યું–મહાસતીજી! આપની આ વાત સાંભળીને મને એ આનંદ થયો છે કે જાણે અંધ માણસને ચક્ષુ મળી ! જે ચંદ્રય મને મળવા આવે તે હું તેમના પ્રત્યે . વરભાવ શા માટે રાખું? તે મારા મોટાભાઈ છે. તેમને માટે મેં ઘણું કઠોર શબ્દો કહ્યા છે. જેમ ફાવે તેમ બોલ્યો છું. જે એ આવે ને એ સ્થિતિમાં તમે કહો તો હું તેમના પગે પડવા તૈયાર છું, ને ક્ષમા માંગવા પણ તૈયાર છું. પછી તે યુદ્ધવિરામ આપોઆપ થઈ જવાનું છે. મને તમારા વચને ઉપર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તે પછી આપ કહો તે પ્રમાણે કરવામાં મને શું વાંધે છે?
- સાધ્વીજી સુદર્શનપુરમાં નમિરાજે યુદ્ધવિરામ ભલે ન સ્વીકાર્યો; પણ એણે ચંદ્રશનો વડીલબંધુ તરીકે સ્વીકાર કર્યો હતો, તેથી સુત્રતા સાધ્વી નિરાશ બન્યા ન હતા. માતૃત્વને પરાજય નહિ પણ અડધે વિજય નમિરાજની આગળ થયે એમએમણે માન્યું, અને સંપૂર્ણ વિજયની આશામાં તેઓ સુદર્શન નગરના દ્વાર ભણી આગળ વધ્યા. એક સ્ત્રી જાતિ છે પણ કેટલી શક્તિ ફેરવી રહી છે. આત્માની શક્તિ તે અનંત છે. સ્ત્રીઓ મોક્ષમાં જવાની અધિકારી છે. સમય આવ્યે પુરૂષે જે કામ ન કરી શકે તે કામ સ્ત્રીઓ કરી શકે છે. સતીજી સુદર્શનપુર નગર તરફ ગયા. નગરના દરવાજા બંધ હતા. સિન્ય દરવાજામાં ઉભું હતું. આ સાધ્વીજીને જોયા પણ મનમાં થયું કે બનાવટી રૂપ લઈને તે કઈ નહિ આવ્યું હોય ને! તેથી પહેલા જતાં રોક્યા, પણ પછી ખબર પડી કે આ સાચા સાધ્વીજીઓ છે, એટલે દ્વારપાળે કહ્યું, આપને માટે અંદર જવામાં વધે ન હોય પણ અત્યારે યુદ્ધને સમય હોવાથી દ્વાર ખેલી શકાશે નહિ, માટે આપ અત્યારે પાછા જાવ.
સતીએ કહ્યું, તમે સ્વામીભક્ત છે એ હું જાણું છું. દ્વારપાળે કહ્યું, શું આપ મને