________________
શારદા રત્ન
પ૭
માબાપને ખબર પડી જશે તો તેના પાલન-પોષણમાં વાંધો આવશે, માટે આવી નહિ. પોતે દેવ વિમાનમાં કેવી રીતે આવી ને મહાસતીજી પાસે કેવી રીતે દીક્ષા લીધી તે બધી વાત કહી સંભળાવી. અહીં નગરમાં આવ્યા ત્યારે ખબર પડી કે એક હાથી માટે નમિરાજા અને ચંદ્રયશ વરચે ખૂનખાર લડાઈ થવાની છે, તેથી મનમાં થયું કે અરરર.. ભાઈ ભાઈ લડી મરશે, તેથી મેં પૂ. ગુરૂણુની આજ્ઞા માંગી. તેમણે કહ્યું, તે યુદ્ધ સ્થળ છે, માટે ત્યાં જવું ન જોઈએ. પણ તમારા ગયા વિના તે અજ્ઞાન મટે તેમ નથી. તેઓ બંને સગા ભાઈ છે. એ વાત તે તમે જાણે છે, જો કે શાસ્ત્રમાં સંતને યુદ્ધના સ્થાનમાં જવાનો નિષેધ છે, પણ અપવાદ રૂપે આજ્ઞા આપું છું. તમે ત્યાં જાવ અને તે પ્રજવલિત થતી અગ્નિને શાંત કરે. માટે હું પૂ. ગુરૂદેવની આજ્ઞા લઈને યુદ્ધ અટકાવવા અને શાંતિ સ્થાપવાના ઉદ્દેશથી આવી છું.
વિચારના વિમશમાં નમિરાજા અને માતાની વિશેષ ખાત્રીઃ
સુત્રતા સાધ્વીજી પાસેથી આ બધી વાત સાંભળતા નમિરાજા વિચારવા લાગ્યા કે સાધ્વીજી કદી અસત્ય ન બેલે, માટે હું તેમની વાત માનું કે તે મારી માતા છે. ને હું તેમને પુત્ર છું. સતીએ નિર્દયતા પૂર્વક મારો ત્યાગ કર્યો નથી, છતાં એકદમ હું કેવી રીતે માની શકું? રાજન, મેં તને ઉછેર્યો નથી. એટલે તું મને ન ઓળખે, પણ વિશેષ ખાત્રી કરવા કહું છું કે, તારા જન્મ વખતે તારી આંગળીએ યુગબાહુના નામની વિટી પહેરાવી હતી. તું પુષ્પમાળાને પૂછીને ખાત્રી કરજે. નમિરાજાને સાદવજીની વાતો પર વિશ્વાસ બેઠે, પણ યુદ્ધ વિરામની વાત નહિ. અભિમાન આડું આવ્યું. તેથી કહેવા લાગ્યા કે હે માતા! ચંદ્રયશ મારા મોટાભાઈ એ બધી વાત સાચી. પણ આજે એ મિથિલાના ગુનેગાર છે; માટે યુદ્ધવિરામ તે નહિ કરી શકું. હું ના ભાઈ છું, પણ ગુનેગાર તે એ છે. જે હું અહીંથી પાછા જાઉં તે જગત કહે કે કાયર છે.
જોયું ને ? અભિમાન જીવને કેટલે દબાવે છે? આવા પવિત્ર સાધ્વીજીના નિઃસ્વાર્થ વચન સાંભળ્યા પછી પણ અનુચિત કાર્ય કરવા પ્રેરાય છે. માણસ હજુ પિતાને ગુને હોય તે પાછો ફરે. અભિમાન છોડી દે પણ સામાને ગુને દેખાય અને પિતાનામાં બળ દેખાય ત્યારે અભિમાન છોડવું મુશ્કેલ થઈ પડે છે. માન માનવીને પ્રગતિના શિખરેથી નીચે પછાડે છે. જ્યાં સુધી માન છે ત્યાં સુધી એની સાધના સફળ બનતી નથી.
વૈષ્ણવ દર્શનની એક વાત યાદ આવે છે. એક વખત નારદજી ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક ખેતરમાં જઈ ચઢ્યા. ખેતરમાં ખેડૂત ખેતર ખેડતો હતો. તેણે નારદજીને જોયા. પ્રેમથી આદર સત્કાર કરી બેસવા આસન આપ્યું ને પીવા માટે ઠંડુ પાણી આપ્યું. પછી નારદજી જવા તૈયાર થયા ત્યારે ખેડૂત વિનયપૂર્વક કહે છે, આપ વૈકુંઠમાં જાવ ત્યારે મારો આટલે પ્રશ્ન પૂછશે કે ખેડૂતને મેક્ષ કયારે થશે ? નારદજીના મનમાં થયું કે આ ખેડૂતે હજુ ઘરબાર છોડ્યા નથી ને કહે છે કે આટલે પ્રશ્ન પૂછશે કે ખેડૂતને મેક્ષ કયારે થશે ? નારદજી ત્યાંથી આગળ ગયા તે એક ધ્યાનસ્થ મુનિને જોયા