________________
શારદા રત્ન
૫૯૫ દર્શન એને થઈ જવાના. ભીષણ ભવસાગરને પેલે પાર પહોંચી મુક્તિની મહેલાતોમાં સદાને માટે જેઓએ નિવાસ કર્યો છે એવા મહાન સાધકોના જીવન આપણને સમજાવે છે કે સંસાર એવી કોઈ ચીજ નથી કે જેને સામે કિનારે ન પહોંચી શકાય, માટે તું ગભરાઈશ નહિ, મૂંઝાઈશ નહિ. ભવસાગર ભલે ભીષણ હોય, પણ એની ભીષણતાને પણ ભસ્મીભૂત કરવાની તાકાત તારામાં રહેલી છે. એ સાગરને પાર કરવા સંયમ ધર્મની સ્ટીમરને તું પકડી લે. એ સ્ટીમરના કપ્તાન વિતરાગી ગુરૂ ભગવંત છે. તું સ્વછંદતાને અને આ સંસારને છોડી દે, અને સ્ટીમરમાં ચઢીને ગુરૂની શરણાગતિને સ્વીકારી લે, તે સાગરની પેલે પાર પહોંચીશ ને મુક્તિની મહેલાતમાં તને તારુ સ્થાન મળી જશે. જ્યાં રાગ, દ્વેષ, જન્મ, મરણ, કલેશ, કંકાસ કે કોઈ ઉપાધિ નથી. તે નિજાનંદમય દુનિયા એટલે મુક્તિની દુનિયા.
પણ જેને વાતે વાતે વિચારને વાયુ લાગુ પડયો છે એવો વિચારશીલ માનવ હજુ વિચાર કરી રહ્યો છે. તેના મનમાં શંકાકુશંકાઓ થયા કરે છે. હું એ સ્ટીમરમાં બેસું કે ન બેસું? ત્યાં શું હશે ? સુખ કે દુઃખ, સ્વતંત્રતા કે પરતંત્રતા? અને આ વિચાર એના પ્રગતિના પંથ પર પથ્થર રૂપ બની જ્યાં ને ત્યાં આડે આવે છે. જેણે આ વિચાર ન કર્યો ને જીવન સેપી દીધું ગુરૂદેવને ચરણે. એની જીવનનૈયા સહીસલામત સામે કિનારે પહોંચી ગઈ. શાલિભદ્ર જેવો મહાન સુખી એ કયાં વિચાર કરવા રહ્યો હતે સુખ દુઃખને? સંસાર સાગર જે ભયાનક લાગી ગયે, તરવાની તમન્ના હૈયામાં જાગી ગઈ ખલાસ, એ જ પળે હસતે મુખડે સુખને લાત મારી દુઃખને સામી છાતીએ વધાવીને આવકારવા લાગ્યા. સંસાર એમને માટે ખાબોચિયું બની ગયું.
જેને પ્રગટે સાચું જ્ઞાન, તેને ન સતાવે શેતાન,
જે નિજગુણમાં ગુલતાન, તે દેહ છતાં ભગવાન. જેના જીવનમાં સત્યજ્ઞાનને પ્રકાશ થઈ જાય છે તેના જીવનને સંસારના ભૌતિક પદાર્થો પ્રત્યેની મમતા સતાવી શકતી નથી. જે પિતાના આત્મગુણેમાં ગુલતાન બને છે તે સંસારમાં હોવા છતાં ભગવાન સમાન પૂજાય છે, જેમને ભવસાગર તરવાની તમન્ના જાગે એ સંયમરૂપી સ્ટીમરમાં બેસવાને માટે તૈયાર થઈ જાય છે, પણ પ્રમાદની નિદ્રામાં પડેલા જીવો હજુ નિર્ણય કરી શક્યા નથી કે મારે સંસાર સાગર તર છે ને મોક્ષ મેળવવો છે. જ્યાં સુધી આટલે નિર્ણય ન થાય ત્યાં સુધી સંસાર સાગરને કેવી રીતે પાર કરી શકાય? મા બે છે, કાં તરવું કાં ડુબી જવું, તરવાનો નિર્ણય ન કર્યો કે તરવાને પ્લાન ન ઘડ્યો તે પછી ડૂબવાને કંઈ નિર્ણય કરવાની જરૂર રહેતી નથી. તરવાને નિર્ણય નથી કર્યો તો ડૂબવાનું તે લલાટે લખાયેલું છે.
અનાદિ અનંતકાળથી આ સંસાર સાગરમાં ડૂબકી લગાવતાં આવ્યા છીએ અને આ ભવમાં પણ હજુ જે નિર્ણય નહિ કરીએ તો અનંતકાળ સુધી રૂબકીઓ મારવાનું ચાલુ રહેવાનું છે. જીવને જેટલું સંસારનું આકર્ષણ છે તેથી વધારે મોક્ષનું થવું