________________
શારદા રત્ન મેદાનમાં આવા શબ્દો કહેવા એ શું સહેલી વાત છે ! હે મહાસતીજી! શું હું અજ્ઞાનઅંધારામાં છું ? જે હોય તે જલ્દી કહો. અત્યારે મને વધુ સાંભળવાનો સમય નથી. આ તે લડાઈનું મેદાન છે. મહાસતી કહે છે નમિરાજ ! અમે અત્યારે તમને વિશેષ ઉપદેશ આપવા આવ્યા નથી પણ માત્ર તમને જ્ઞાનનો પ્રકાશ આપવા આવ્યા છીએ. તમારામાં અજ્ઞાનતા છે માટે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છે. જે તમારામાં જ્ઞાન હેત, તે યુદ્ધનું નામ પણ લીધું ને હોત ! હું તને પૂછું છું કે તું આ લડાઈ શા માટે કરે છે? રાજાના મનમાં થયું કે જે હું એમ કહીશ કે હાથી માટે લડાઈ કરું છું તે મને ધિકારશે કે એક હાથી માટે આટલી મોટી લડાઈ ! કેટલા જીવોને સંહાર થશે ? એક હાથીને માટે આટલા બધા મનુષ્યોને યુદ્ધમાં મરાવી નાંખો છે એ શું ક્ષત્રિય ધર્મને શોભે છે? આમ વિચારી નમિરાજાએ સાધીજીને કહ્યું, મહાસતીજી! આ તે સંસારના ઝઘડા છે. સંસારમાં તો આવા ઝઘડા ચાલ્યા કરતા હોય છે. તમારો માર્ગ ને અમારો માર્ગ જુદો છે. માટે આ ખટપટમાં પડવા જેવું નથી. આ૫ સુખપૂર્વક આપના સ્થાને પધારે. નમિરાજાની આ વાત સાંભળી સાધ્વીજીએ કહ્યું–તને યુદ્ધનું કારણ પ્રગટ કરવામાં શરમ આવે છે? શા માટે અસત્ય બેલે છે? તું સત્ય વાત કહી દે ને કે હું હાથી માટે લડાઈ લડવા આવ્યો છું. નમિરાજાના મનમાં થયું કે આ તે બડી જબ્બર સાધવી લાગે છે..
આગળ સાધ્વીજી પૂછે છે કે તું તેની સાથે લડે છે? સાધ્વીજી સીધી વાત કરે તે બરાબર ન સમજાય તેવી વાતને લાંબી ચડી કરે છે. નમિરાજા કહે છે, દીવા જેવી ચેખિી વાત છે. આખું જગત જાણે છે કે મિથિલા અને સુદર્શનની વચ્ચે પેઢી જુના વેર ચાલ્યા આવે છે. જેથી ચંદ્રયશ મારો શત્રુ છે. શું ચંદ્રયશ તારો શત્રુ છે? છે જ તે વળી! એક વાર નહિ હજાર વાર શત્રુ છે. એક તે તેણે મારો શ્વેત હસ્તિ લઈ લીધે છે ને ઉપરથી ચોરી પર શિરજોરી કરવી છે. આ મિથિલાને નરેશ નહિ સાંખી લે. સાધ્વીજીએ કહ્યું, સમજ; ચંદ્રયશ તારે શત્રુ નથી, કેઈ કેઈ ને શત્રુ નથી, ચાર ગતિમાં ફરતા ફરતા દરેક જીવોની સાથે પ્રત્યેક જીવે આ સ્નેહ સંબંધ અનેક વાર બાંધ્યા છે. માટે બધા તારા સ્વજનો છે, માટે તમારી પાસે એમ કહેવા આવ્યા છીએ કે યુદ્ધ કર્યા પછી પસ્તાવું ન પડે.
ગુપ્ત વાતને પડદો ખેલતા સુત્રતા સાધ્વીજી મહાસતીજીની વાત સાંભળી નમિરાજે કહ્યું કે આપ કહો છો કે તું અજ્ઞાનમાં પડે છે, તો હું કેવી રીતે અજ્ઞાનમાં પડેલ છું અને આપ કેવી રીતે મને બહાર કાઢવા ચાહો છે ? હે રાજા ! તમે કેવા અજ્ઞાનમાં પડેલા છો એ વાત સાંભળો. તમે અને ચંદ્રયશ બંને સગા ભાઈઓ છે, છતાં તુચ્છ વાતને માટે પરસ્પર એક બીજાને મારી નાંખવા તૈયાર થયા છે, પણ યુદ્ધમાં હજારો નિરપરાધી સૈનિકો માર્યા જશે. કેટલા નિરાધાર બાળકો અને વિધવાઓ ટળવળશે. લેહીની નદીઓ વહેશે. આ બધું તને શોભે છે? હાથી એ કાંઈ મોટી વાત નથી જે મોટાભાઈ એક હાથી લઈ લે, તે કેવલ હાથીને માટે મોટાભાઈ - ૩૮