________________
શારદા રત્ન
૫૯૧ શ્રુતજ્ઞાન એટલું નિર્મળ હતું કે જ્ઞાનના બળે જાણી લીધું કે આ આહાર કણે વહેરાવ્યો ને મુનિ કાળ કરીને ક્યાં ગયા ? કહેવાને આશય એ છે કે ધર્મરૂચિ મુનિના જીવનમાં તપ તે હતે પણ સાથે ક્ષમા કેટલી હતી કે માસખમણના પારણે આવો વિષમય આહાર મળ્યો છતાં કોઇ ન કર્યો ને ક્ષમા રાખી.
તપ એક સંજીવની : તપ જીવનમાં અતિ આવશ્યક છે. તપ દ્વારા શરીરના રોગો પણ મટી જાય છે. તપ એ મહાન ઔષધિ છે. તપ એ અમૂલ્ય સંજીવની છે. મગધ દેશના સમ્રાટ રાજા એક મહાન ધર્મગુરૂના ભક્ત હતા. આ ગુરૂદેવ ૫૦૦ શિષ્યો સાથે વિચરતા હતા. તેઓ જ્યારે પિતાના શહેરમાંથી વિહાર કરવાના હતા ત્યારે રાજાના મનમાં થયું કે હું ગુરૂભક્તિ માટે શું કરું? છેવટે રાજાને એક રસ્તે જડથો, અને તે પોતાના નાડી પરીક્ષક વિદરાજને ગુરૂદેવની સાથે સેવા કરવા મોકલવાનું નકકી કર્યું. આ વિદ જેવો તેવો ન હતો. ગમે તેવા હઠીલા રોગને સહેજમાં મટાડી દેતે. તે ધવંતરીના નામથી પ્રસિદ્ધ હતો. જંગલની દરેક ઔષધિના એ જાણકાર હતા. ગુરૂદેવની સાથે મોકલતા પહેલા રાજાએ વદને ભલામણ કરી. જુઓ, વૈદરાજ ! ગુરૂદેવની સેવા બરાબર કરજે. ગમે તેવી કિંમતી ઔષધિઓ વાપરવી પડે તે વાપરજે પણ જરાય સંકોચ ન રાખશો. બધાને છૂટથી દવાઓ આપજે. વિદે કહે–ભલે, તે વૈદ તે ગુરૂદેવની સાથે પગપાળા વિહાર કરીને ફરે છે. સાથે કિંમતી દવાઓની પેટી પણ ફરે છે. છે. સમય પસાર થતાં મહિનાનો મહિનાઓ ગયા, વર્ષો વીત્યા છતાં કોઈ સાધુ આ વૈદ પાસે દવાનું એક પડીકું લેવા આવતા નથી. વૈદની ધીરજ ખૂટવા લાગી, એ મૂંઝાવા લાગ્યો. તેના મનમાં થયું કે રાજા મને પૂછશે કે તમે શું શું ઉપચાર કર્યા? કેટલી દવાઓ આપી ? તે હું શું જવાબ આપીશ? છતાં વિદે ધીરજ રાખી. ઘણે સમય ગયો છતાં કોઈ સાધુ દવા લેવા ન આવ્યા ત્યારે છેવટે વૈદે ગુરૂદેવને કહ્યું–ગુરૂદેવ ! કંઈક તે - દવા કરો. દવાનો ઉપયોગ નહિ થાય તે મારી નોકરી છૂટી પડશે. મારું કુટુંબ રઝળી પડશે. ગુરૂદેવ કહે-જરૂર તમારી દવા લઈએ, પણ પહેલા એ દવાઓ કેવી છે તે મને બતાવે. ગુરૂદેવ ! ગુરૂપરંપરાથી મળેલી અણમોલ જડીબુટ્ટીઓ મારી પાસે છે. એક એક રેગ ઉપર હજાર હજાર દવાઓ જાણું છું. : હજારે રેગેની એક દવા-ગુરૂદેવ કહે બસ! એટલી જ! વૈદરાજ હું પણ વૈદ છું. મારી પાસે કેવી દવાઓ છે તે જાણે છે? મારી પાસે હજાર હજાર રોગોની એક જ દવા છે. તમારી પાસે રોગ થયા પછી રોગને મટાડનારી દવાઓ છે પણ મારી પાસે તો ભવિષ્યમાં પણ રોગ ન થાય એવી દવા છે. ગુરૂદેવ ! એવી કઈ દવા છે? તે કૃપા કરીને મને કહો. ગુરૂદેવ કહે, મેં મારા શિષ્યોને બાર પ્રકારના તપ કરવાનો હુકમ કર્યો છે. તેઓ રોજ એક વાર ભજન કરે છે. સાદી અને મર્યાદિત રાક લે છે. રેક તિથિએ ઉપવાસ કરે છે, તેથી મારો કોઈ શિષ્ય માંદો પડતો નથી. વૈદરાજ! મારી આ દવા છે. મારા એ શિષ્ય પોતે પોતાના વૈદ્ર બની ગયા છે. આ સાંભળીને વૈદ ગુરૂદેવના