________________
૫૯૪
શારદા રત્ન
સાથે યુદ્ધ કરવું એ યોગ્ય નથી. નમિરાજાએ કહ્યું. આપની વાત બરાબર છે કે હાથીને માટે મટાભાઈ સાથે યુદ્ધ કરવું ન જોઈએ. અને જરૂર પડે ને પ્રાણુ દેવા પડે તે પ્રાણ દઈ દેવા જોઈએ, પણ ચંદ્રયશ મારે માટે ભાઈ છે જ ક્યાં ? જે મારા માટે ભાઈ હોત તે યુદ્ધ કરવાનું કારણ ન રહેત. ભાઈને માટે તે સર્વસ્વનો ત્યાગ કરી શકાય છે. અહીં મારે ચંદ્રયશની સાથે કાંઈ ભાઈ જેવો સંબંધ નથી કે જેથી તેની સાથે ભાઈ જેવો વ્યવહાર કરવામાં આવે. સતીએ કહ્યું, બસ. આ જ તમારું અજ્ઞાન છે. હું હમણાં તમારું અજ્ઞાન દૂર કરું છું. હવે સતી ઓળખાણ આપશે કે ભાઈભાઈના સંબંધ કેવી રીતે છે, અને ત્યાં યુદ્ધ વિરામ કેવી રીતે કરાવશે તે અવસરે.
આજે મહા તપસ્વી બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીના પારણાને મંગલ પ્રસંગ છે. તેમણે ઉગ્ર તપ કરીને આત્માને ઉજ્જવલ બનાવ્યો છે. આપણે તેમને અંતરના એ જ અભિનંદન આપીએ કે આપ તપશ્ચર્યામાં દિનપ્રતિદિન વિશેષ આગળ વધે. અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વત સુખને પામે. ધન્ય છે, ભાવનાબાઈ મહાસતીજીને કે આવી મા ખમણની ઉગ્ર સાધના કરી અનંત કર્મોને ચકચૂર કર્યા. આપ બધો ૩૦-૩૦ દિવસના બ્રહ્મચર્યવ્રત, ઉપવાસ, આયંબીલ, એકાસણા, રાત્રીભેજન– ત્યાણ આદિ પચ્ચખાણ લેશે. ટાઈમ થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૪ ભાદરવા વદ ૧૦ મંગળવાર
તા. ૨૨-૯-૮૧ - અનંત જ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે સંસાર એક ભયાનક સાગર છે. “સંસાર બળવો કુત્તો”સંસારને એક વિશાળ સાગર કહ્યો છે. સાગર ભલે હોય પણ એને કયાંક કિનારો તે છે. કિનારે છે તે કિનારે કયારેક પહોંચવાની શક્યતા છે. સાગર ગમે તેટલો ભીષણ હેય પણ એમાં ન કોઈને સ્વતંત્ર તારવાની તાકાત છે કે ન તે
સ્વતંત્ર ડૂબાડવાની તાકાત છે, એ સ્વતંત્ર તાકાત જે કોઈની પાસે હોય તો તે માનવની પિતાની પાસે છે. કદાચ માની લે કે જે સાગરને તારવાની કે ડૂબાડવાની તાકાત મળી હોત તો શું થાત? કાં તે એ સહુને તારી દેત, કાં તે સહુને ડૂબાડી દેત, પણ એવું બનતું નથી. સાગરમાં પડનારા કંઈક જીવો પોતાની શક્તિથી તરવાની કળાથી સાગરને પેલે પાર પહોંચી ગયા છે ને કંઈક બિચારા અધવચ્ચે ગોથા ખાઈ મધદરિયે ડૂબી ગયા છે. “ તાંતિ મણિળો” મહર્ષિઓ, મહાન સાધકો આ સાગરને તરી ગયા છે.
તમારે કરવું છે કે ડૂબવું છે? એ માનવના પિતાના હાથની વાત છે. માનવ પોતે જે તરવા માંગતા હોય, એનામાં આ સંસાર સાગરને તરવાની તીવ્ર તમન્ના જાગી હોય તે સાગરના ખળભળાટ એને કંઈ નહિ કરી શકે. સાગરના ઉછળતા મોજાંએ સામે બાથ ભીડી એ મજાઓને ચીરીને પણ હાથ હલાવતે હલાવતે એ કોઈ નૌકાને અથવા પાટીયાને સહારો લઈ જી કિનારે પહોંચી જવાને ને મુક્તિની મહેલાતેના