________________
શારદા રત્ન - હિત ભાવનાએ માદક ભેજે, પરિણામ બૂરા આયા,
ભૂલ કી ભૂલ મેં બન ગઈ ઈસકા ફલ મુજે ભેગના. રાજદરબારમાં તમારા પિતાજીની સાથે લાડવાનું ભૂટણું મેકલ્યું હતું, તે પણ સારી ભાવનાથી, છતાં એનું પરિણામ આજે ઉભું આવ્યું. અરરર...વિદ્યાધરે કહ્યું હતું કે આ ખાવાથી રાજ્ય મળશે ને આંખના આંસુ મોતી બનશે. તો લાડવાની અસર કેમ ન થઈ? તમારું બલિદાન.હા હું તેમાં નિમિત્તભૂત છું. શિક્ષા મને થવી જોઈએ, પણ મારું કોણ સાંભળે ? મારા ફૂલ સમા ફૂલડાઓ ! તમારા વિના અમે એક ક્ષણ પણ કેવી રીતે રહીશું? અમારો આનંદ, અમારું નૂર બધું આપ છે. તમારા વિના કેવી રીતે ગમશે? આનંદ કિલ્લોલ કરતું જીવન શુષ્ક બની જશે. અજા દેશ...સાવ ગરીબાઈ નથી ખેતર... નથી પાદર નથી કેઈન સહારો...એક વાર વચનમાં ભૂલ થઈ જાય પછી બીજી વાર કેણ વિશ્વાસ કરે? કોને કહેવું ? હવે શું કરવું ?
એ પ્રભુ !... ઓ પ્રભુ !. કેઈ તે બાલુડાને બચાવે, કોઈ તો સાંભળી મારી કરૂણ કથની ! અરે કર્મરાજા ! શું તારી વિચિત્રતા છે ! તને કેઈની પણ દયા નથી આવતી ? મારા કયા જન્મના અપરાધની મને સજા મળી ? તારામતીનું આ ક૯પાંત તે ખૂબ કરૂણ હતું. તેનું રૂદન જોતાં પાષાણુ જેવા હૈયા પણ પીગળી જાય. અરે...ઘડીભર તો આ નિષ્ફર હૃદય પણ કોમળ બની જાય, પણ થાય શું ? દયા કરવા જાય તે આજીવિકા જાય, તેથી તારામતીને પોકાર પણ ન સાંભળે. ઘેડે સ્વારના હુકમથી બાળકે પગ ઉપાડવા જાય છે ત્યાં બાળકના પગ પકડીને રડતી રડતી તારામતી કહે છે, મારા વહાલસોયા ફૂલડાં ! વધું શું કહું તમને! તમે વીર છો. ધર્મિષ્ઠ માતાપિતાના સંતાન છે. મૃત્યુથી ડરશો નહિ. મૃત્યુથી ડરીને અંતિમ ઘડી બગાડશે નહિ. “ પ્રભુ રટન ભવનું અટન ટાળશે.'' તમારી નસેનસમાં જૈનત્વનું નૂર ચમકે છે. આત્માની અનંત શક્તિને જેણે નિહાળી છે, દેહની નશ્વરતા, કર્મની વિચિત્રતા જેણે પીછાણી તેઓ કદી મૃત્યુથી ડરે ખરા? જૈનધર્મના સંસ્કારોનું સિંચન તમને ગળથૂથીમાંથી મળ્યું છે. બસ વધું શું કહું! નવકારમંત્રને હદયમાં રાખો અને અરિહંત આદિ ચાર શરણાને સ્વીકાર કરજે. હવે તમારે પંથે પધારો. માબાપ હૈયાફાટ રડતા હોય, દિલમાં આઘાત હોય આવી સ્થિતિમાં કોણ બાળકોને કહી શકે કે આપ અરિહંતનું શરણું લેજે. નવકારમંત્રનો જાપ કરજે. જેની રગેરગમાં, જેના શ્વાસે શ્વાસમાં ધર્મ હેય તે જ બેલી શકે છે. બીજા ની બેલી શકે. હવે શું બનશે તે વાત અવસરે.
વ્યાખ્યાન નં-૬૨ ભાદરવા વદ ૮ રવીવાર
તા. ૨૦-૯-૮૧ - સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! ભગવાનના આ મો ભાવ અંધકારમાં જીવતા જેની સામે રત્નને પ્રકાશ ધરે છે. પ્રમાદને પરવશ થયેલા, નિદ્રામાં નિમગ્ન