________________
૫૭૮
શારદા ૨ત્ન
સાધના કે આરાધના ન કરે તે કીડાના જીવનમાં ને માનવના જીવનમાં બહુ તફાવત ન કહેવાય, છતાં જગતના તમામ જીવન કરતાં માનવના જીવનનું વધુ મૂલ્ય અંકાયું છે. શા માટે? જ્ઞાની કહે છે કે બીજા બધા જીવોને માત્ર જીવન જીવવાને હક્ક મળ્યો છે. જ્યારે માનવને માત્ર જીવન જીવવાને નહિ પણ જીવન જીવી જાણવા મહાન હકક વારસામાં મળ્યો છે, તેથી એનું મૂલ્યાંકન જગતના સર્વ જી કરતાં વધારે અંકાયું છે.
જીવન જીવી જાણવું એટલે પર્વતની ટોચ પરથી ગોળો ગબડાવવાનો નહિ પણ તળેટીમાં પડેલા ખરબચડા પત્થરને કળશને આકાર આપી પર્વતની ટોચ ઉપર ચઢાવી ત્યાં ને ત્યાં સ્થિર રાખવા. જીવન જીવી જાણવું એ કંઈ રહેલ વાત નથી. જીવન તે જીવી જાણે કે જેનામાં સાહસ હોય, ઉત્સાહ હોય, પુરૂષાર્થ ને પરાક્રમ હોય. દુનિયામાં જન્મ લેતા મોટા ભાગના માનવનું જીવન ખરબચડા પથરના ગેળા જેવું હોય છે. એમાં પ્રયત્ન અને પુરૂષાર્થના ટાંકણું મારી સદગુણને આકાર આપવામાં જે સફળ બને છે તે જીવન જીવી જાણે છે. તે માનવ માનવ હોવા છતાં મહામાનવ બની વિશ્વ માટે આદર્શરૂપ બની શકે છે. એવા બનવાનું સૌભાગ્ય એક માનવના ફાળે જાય છે. એથી જ માનવના જીવનની સરખામણીમાં બીજું કંઈ જીવન આવી શકતું નથી, છતાં આશ્ચર્ય એ છે કે જેને મહામૂલું ને મેંઘેરું આ માનવ જીવન મળી ગયું છે એવો આજને માનવ જીવન જીવી જાણવાને બદલે જીવન જીવી નાંખતે દેખાય છે. નથી એની પાસે કઈ જીવન જીવી જાણવાની દૃષ્ટિ, નથી કેઈ ચોક્કસ ગણિત કે નથી ગણિતમાં ઉભી થયેલી ગૂંચને ગમે ત્યારે ગમે તે રીતે ઉકેલી આપે એવા જીવનગુરૂ. "અફસોસની વાત છે કે આમ ને આમ એક દિવસ જીવન પૂરું થઈ જશે ને રડતા રડતા જગતમાં આવેલો એ રડતા રડતે જગતમાંથી વિદાય થશે. માત્ર જીવન જીવી જનારા આવે ત્યારે રડતા આવે છે ને જાય ત્યારે રડતા જાય છે. જીવન જીવી જાણનારા જગતમાં આવે ત્યારે ભલે રડતા આવે, પણ જાય ત્યારે હસતા હસતા જાય છે, માટે જીવન કેવું
જીવવું જોઈએ.
- જિંદગી જીવતા તું વિચારજે, એને સદગુણથી શણગારજે
માનવ જીવનના મૂલ્ય ન થાય કે જિંદગી ધમ આરાધના, જીવનની સાધના, માનવ જીવનમાં ન કર વિરાધના, " હે આત્મા...(૨) શ્રદ્ધાથી કરણી સકામ,
મેળવજે મુક્તિનું ધામ..કે જિંદગી " આ માનવ દેહને ગમે તેટલા દાગીનાથી શણગારો પણ એ સાચા શણગાર નથી. ૫ણુ સદ્દગુણના શણગાર સજવામાં આવશે તે તારો આત્મા શોભી ઉઠશે. આ જીવનમાં ધર્મ આરાધના કરીને તે મુક્તિનું ધામ મેળવી લે, તે જ જીવન જીવી જાણ્યું કહેવાય. તેને જીવન જીવવાની કલા આવડી છે. - આપણું ચાલુ અધિકારમાં નમિરાજે યુદ્ધની બરાબર તૈયારીઓ કરી ને સુદર્શન