________________
શારદા રત્ન
૫૭૭ કષાયની કાલીમાથી આત્મા પોતાના સ્વરૂપને વીસરી જાય છે. જે આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય તે સ્વપ્નમાં પણ કષાય કરવા ન ઈરછે, પણ આત્મસ્વરૂપને ભૂલેલા જીવો તે હજુ ઉધે છે તેને વીતરાગ વાણી પિકારી પિકારીને જગાડે છે. જાગ! જાગ ! આ વિષય કષાય તને કયાં લઈ જશે ? તારી કેવી દુર્દશા કરશે? તારા કેવા બેહાલ થશે ? તને કેવા ઉલટ સુલટ નાચ નચાવશે? તેનાથી તું સાવધાન થા. આ વીતરાગ વાણી તને પથ પર ચાલતા પહેલા દીપક ધરે છે કે તું સ્પર્શાદિ વિષયમાં ભૂલથી પણ ન જતે તથા કષાયનો ત્યાગ કરજે. આ વિષયકષાયથી વિરક્ત બનીને તારા સ્વભાવમાં સ્થિર થવાનું તું શીખી લે. એક વખત તું વહેપારી બનીને નફા નુકશાનનું ખાતું ખેલીને હિસાબ કરી લે. વિષયકષાયને વેપાર કરવાથી તેને કેટલું નુકશાન જાય છે અને ક્ષણિક સુખમાં તને આનંદ કેટલે મળે છે ? તેના પરિણામને વિચાર કરીશ તે તું જરૂર એનાથી અટકીશ, માટે જ્ઞાની કહે છે સાધક! અખંડ આત્મતત્વની સાધના કરવાને ઈરછુક બનેલાને આ વિષયાદિ વિકારો તથા કક્ષાના પ્રજવલિત અંગારા સ્પશી શકતા નથી. આ વિષયકષાય દુર્ગતિના દ્વારને ખેલાવનાર છે. તે આત્મા! આ સર્વસામગ્રી સંપન સમજણવાળા ભવમાં આવીને હવે ભટકવાનું તને ન શોભે, માટે હવે ચેતી જા. તારા આત્માની સલામતી શોધી લે. સંયમભાવમાં સ્થિર બનીશ તો. વિષયકષાયથી વિરક્ત બનશે. સંયમને આદર તથા સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી વિષયના પાશમાં જકડાઈને દુઃખ ભેગવવા સિવાય બીજું કંઈ મળવાનું નથી. જ્યાં સુધી જીવનમાં સંયમની કિંમત અંકાઈ નથી અને સંયમને મધુર આસ્વાદ માણ્યો નથી ત્યાં સુધી વિષયનો કીડો વિષયમાં ડૂબેલે રહે. તે સંયમની સુગંધ કયાંથી માણી શકે ?, જેને માનવ જીવનની કિંમત સમજાણું હોય તે વિષય કષાયથી દૂર રહી શકે ને સંયમીક જીવનને આનંદ માણી શકે.
જ્ઞાની કહે છે માનવીને ૭૨ કલા આવડે પણ જીવન જીવવાની કલા આવડતી નથી, તે તેની ૭૨ કલા સુગંધ વિનાના પુષ્પ જેવી છે. આ પૃથ્વીના વિશાળ પટ પર જન્મ લઈ જીવન ધારણ કરનારા છમાંથી જીવન જીવી જનારા તે ઘણું હોય છે, પણ જીવન જીવી જાણનારા બહુ અલપ હોય છે. જીવન જીવી જવું એ જુદી વાત છે ને જીવન જીવી જાણવું એ વાત પણ જુદી છે. જીવન જીવી જવું એમાં કોઈ પ્રયત્ન કે મહેનતની જરૂર નથી. જેમ પર્વતની ટોચ પરથી પથ્થરનો ગોળો નીચે ગબડાવવો હોય તે એમાં કઈ પ્રયત્નની જરૂર નથી. એ તે ટેચ પર મૂકે કે સ્વયં ગબડતે ગબડતે નીચે ઉતરી જવાને છે. પાણીને નીચે લઈ જવું હોય તો એમાં મહેનત પડતી નથી તેમ જીવન જીવી જવું એમાં કઈ પ્રયત્નની, સાહસની, કે મહાન ઉત્સાહની જરૂર રહેતી નથી. એ તે જીવન મળ્યું એટલે આપમેળે છવાઈ જવાનું છે. જીવન તે કીડી, મંકડાને મળ્યું અને માનવને પણ મળ્યું છે. જેમ કીડી, કીડા, મકોડા, મળેલું જીવન જીવીને જગતમાંથી વિદાય લે છે એમ માનવ પણ ગમે તે રીતે જીવન જીવીને ચાલ્યો જાય, જીવનમાં કોઈ
૩૭