________________
પૂર્
ચારણા રત્ન
બનેલા તથા આત્મભાન ભૂલેલા માનવીની ઉપર પણ કૃપાળુ દેવાધિદેવ કૃપાનું પાણી છાંટીને તેને જગાડે છે અને કહે છે, હું માનવ! તું હજુ કેમ સૂતા છે ? જાગ, પ્યારા ચેતન જાગ. જેમ માતા પેાતાના સતાનાને વહાલથી જગાડે છે. બેટા! હવે જાગ. તેમ જ્ઞાની ભગવંતા પણ માહનિદ્રામાં સૂતેલા જીવાને જગાડે છે. જાગા... જાગે, સિદ્ધાંત રૂપ સહસ્રરશ્મિના પ્રકાશ તારી સામે છે છતાં હજુ નિદ્રા કેમ ઉડતી નથી ? પણ જીવનની નશ્વરતાને નહી સમજનારા માનવ કહે છે મને સુખે સૂવા દો. શા માટે પરેશાન કરી છે? જ્ઞાનીને ફરીવાર તેના પ્રત્યે ભાવકરૂણા આવે છે. અરે... પણ સૂર્યવંશી માનવેા પણ સૂર્યાંય થતાં ઉઠી જાય છે. તુ' કયા વંશના લાકા પસાર થઈ ગયા છતાં હજુ તારી આંખા ઉઘડતી નથી ?
તું જો તા ખરા. છે કે દિવસેા ને
મહાપુરૂષ આવા ખાદ્યભાવમાં ઝૂલતા માનવને તેની રીતે સમજાવવા પ્રયત્ન કરે છે. જો ભાઈ ! તારે આરામથી સુખ શય્યામાં સૂવું છે ને ? તા હું તને માત્ર ત્રણ પ્રશ્નો પૂછું તેમાંથી એકના જવાબ પણ હકારમાં આવી જાય તે તને ફાવે તે રીતે જીવન જીવવાની છૂટ ને મન ફાવે ત્યાં સુધી સૂવાની છૂટ. તે ત્રણ પ્રશ્નો કયા? जस्सत्थि मच्चुणा सक्ख, जस्स अत्थि पलायणं । નો ખાળે ન મસ્લિામિ, સૌ ટુ ત્વે મુક્ મિયા // ઉત્ત. અ. ૧૪. ગા, ૨૭ તારે મૃત્યુની સાથે મિત્રતા છે ? મૃત્યુ આવે ત્યારે ભાગી જવાની તારામાં શક્તિ ” શું તું કદીયે મરવાના નથી ? અમર રહેવાના છે? આ ત્રણમાંથી એક પણ પ્રશ્નના જવાબ ‘ હુ' કારમાં આપી શકા તા સોહૈં વે મુસિયા ” તું ભલે નિરાંતે ઊંધી - શકે છે.
""
આ જગતમાં કાણુ દેહધારી, કર્મધારી જીવ છે કે જેણે મૃત્યુની સાથે મિત્રતા ખાંધી હાય અથવા મૃત્યુ આવે પલાયન થઈ જવાની શક્તિ હોય અથવા કદી મરે જ નહિ ? સંસારી સર્વ જીવાને માટે મૃત્યુ તેા નિર્માણુ છે. સૂયગડાંગ સૂત્રમાં ભગવાન બાલ્યા છે.
ठाणी विविह ठाण।णि, चइ संति ण संसओ ।
efore अयं वासे, णायए हि सुहीहिय ॥ અ. ૮. ગા. ૧૨ જે ઉચ્ચ પદ પર આજ અધિષ્ઠિત છે તેને સ્થાની કહે છે. દેવલેાકના ઇન્દ્રો તથા સામાનિક દેવા આદિ ઉંચ સ્થાનવાળા દેવા તથા મનુષ્યામાં ઉચ્ચપદ પર રહેલા ચક્રવતી, બળદેવ, વાસુદેવ તથા માંડલીક રાજા આદિ તથા ભાગભૂમિમાં રહેલા યુગલિયાએ તથા સાધારણ મનુષ્યા, તિય ચા વગેરે દરેકને પાતપાતાના સ્થાન એક દિવસ છેડવા પડે છે એટલે મૃત્યુ પામી પરલેાકમાં જવું પડે છે. તેમાં જરા પણ સંશય નથી, માટે મૃત્યુ દરેકને માટે અવશ્ય છે. માટે મેઘાવી પંડિત સાધક કોઈ વસ્તુની મમતા ન રાખે. કાળ ક્યારે આવશે તેની અગાઉથી ચેતવણી મળતી નથી. મળવાની નથી તેા જે સમય છે તેને સાધીને આત્મ તત્ત્વની સભાળ રાખીને આત્મરક્ષા કરી લે, આત્મ સ્વરૂપને ઓળખી લે.