________________
૫૭૪
શારદા રન પણ કયા મોઢે સામે લડવા આવે? આપણે હાથી લઈ લીધો છે, માટે આપણી સામે આવે કેવી રીતે? તેનું નગર શત્રુસેનાથી ઘેરાયેલું છે, છતાં બહાર નીકળતો નથી. રાણીવાસમાં સંતાઈને બેઠો છે. એ તે કાયર છે કાયર. જે વીર હોય તે શત્રુ સામે આવે ત્યારે છૂપાઈને બેસી ન જાય. આ સાંભળીને સૈનિકો પણ કહેવા લાગ્યા કે આવા કાયર રાજાને અમે અવશ્ય દંડ આપીશું ને કાલ સુધીમાં આ નગરને કિલ્લો તેડી નાંખી સર કરી લઈશું. સેનાને વધુ જેશ ચઢાવવા નમિરાજા કહે છે, સૈનિકે ! શાબાશ! હું તમારા બધાની મદદથી લડવા આવ્યો છું. મને તમારા બળ ઉપર વિશ્વાસ છે કે તમે જરૂર મને વિજય અપાવશે. હવે નમિરાજા પોતાના લશ્કરને શી શિખામણ આપશે, યુદ્ધ કરવા આવ્યા છે, છતાં તેમનામાં કેટલી અનુકંપા છે તેથી સૈનિકોને શું કહેશે તે વાત અવસરે.
ચરિત્ર–રાજાની આજ્ઞા થવાથી બે ઘોડેસ્વારે સાગરદત્ત શેઠને ઘેર આવ્યા ને કહ્યું, બંને બાલુડાને ફાંસીએ ચઢાવવાના છે, માટે અમને સેંપી દો. માતા પિતા ઘણું કરગર્યા પણ તેઓ એકના બે ન થયા. માબાપ તે કાળે કલ્પાંત કરે છે, બેભાન બની જાય છે, પણ આ નિષ્ફર હદયના માનવીને દયા નથી આવતી. બંને પુત્રે રૂમમાંથી બહાર આવ્યા. હજુ પૂછે છે, બાપુજી. અમારું શું કામ છે? ત્યાં એ માણસ એ તેમને પકડી લીધા. શેઠ–શેઠાણ કહે છે, ભાઈ! અમારી મૂડી કહું, અમારું સર્વસ્વ કહું, અમારે શ્વાસ, પ્રાણ જે કહું તે માત્ર આ બે દીકરા છે, આપ ન લઈ જાઓ, પણ એમની વાત કેણ સાંભળે? ઉપરથી કહે છે. અમારા બે કુંવરોને લાડવામાં વિષ આપી મારી નાખવાના કાવત્રા કર્યા ! હવે પાછો શાહ થવા આવે છે. બંને પુત્રોને ઘેડેસવારોએ પકડી લીધા, તેથી સુખના શિખરો કકડભૂસ થઈ તૂટી પડતાં દેખાયા. જિંદગીનું સંગીત બેસુ બન્યું. આંખે અંધારા આવવા લાગ્યા. જીવનની સુરીલી બંસરીના તારમાં ઝણઝણાટી ઉઠી. શરીરનું સત્વ અને હામ હણાઈ ગયું. બોલવાની શક્તિ પણ ન રહી. હાથપગ ધ્રુજવા લાગ્યા. તેમના શરીર કંપવા લાગ્યા.
માતા-પિતાને કાળો કપાત –બંને બાલુડા જતાં જતાં એ રાજાના માણસેને કહે છે, અમને જતાં જતાં છેલ્લે છેલ્લે અમારા માબાપને પગે તે લાગવા છે. બંને બાળકે માતાપિતાના પગમાં પડે છે. માબાપ તે કાળા પાણીએ રડે છે. વગર વાંક ગૂને આવી રીતે પોતાના બાળકોને લઈ જાય તે કયા માબાપનું હૈયું હાથમાં રહે? બાળકે તે હિંમતવાન અને શૂરવીર છે. તારામતી હૈયું કઠણ કરીને બેલી. દીકરાઓ! ગભરાશો નહિ. રડશે નહિ. આ તે કર્મના ઝંઝાવાત છે. કર્મ આપણને નાચ નચાવે છે. “કર્મ નચાવે નાચ, કેની પાસે કરવી વાત.” તમારા અણુઅણુમાં, પરમાણુ-પરમાણુમાં અરિહંતને સદા જાપ રાખજો. રટણ કરજે. હજુ સુધી આપણે કયારે પણ કોઈનું ખરાબ કરવાની ભાવના રાખી નથી. રાજા કદાચ તમને પૂછે તે તમે સત્ય હકીકત કહેજે. સત્યને આંચ આવવાની નથી.