________________
રાસ્ટા રત્ન
૫૭૯ નગરને ઘેરો નાંખ્યો ને ચંદ્રયશ સાથે લડાઈ કરવા તૈયાર થયો. આ લડાઈ કણે કરાવી? પરિગ્રહે. પરિગ્રહ બે પ્રકારનો. સચેત અને અચેત. માતા, પિતા, નોકર, ચાકર, દાસ, દાસી, હાથી, ઘોડા વિગેરે જેમાં જીવ છે તે સચેત પરિગ્રહ અને સેનું, રૂપુ હીરા, માણેક આદિ અચેત પરિગ્રહ. લડાઈ થવાનું કારણ એક હાથી છે ને ! એક હાથીને માટે બંને રાજા સામસામા લડવા તૈયાર થયા. પરિગ્રહની મમતા અથવા લેભવૃત્તિ માનવીને વિકટ સ્થિતિમાં મૂકી દે છે. વધુ ને વધુ મેળવવાની લાલસાને સંતોષવા માટે માનવી જીવનપર્યત દોડતું રહે છે. જે સામગ્રી મેળવવા આરંભાયેલી એની દોટનો આજ સુધી અંત આવ્યો નથી. દોડતો માનવી એક સેકંડ પણ ઉભું રહી જાય તો એને કહી શકાય કે ભલા, સુખની સામગ્રીમાં સુખ નથી. સુખ તે સંતેષમાં છે. પરિગ્રહની મમતા માનવને મળેલું સુખ પણ ભોગવવા દેતી નથી. પરિગ્રહની મમતા માનવને દુઃખી બનાવે છે. ઈચ્છાઓને વધારે છે. પિતે ઝુંપડીમાં રહેતે હોવા છતાં ફલેટના વિચાર કરે છે અને અસંતાથી રહે છે. અસંતોષી આત્મા હંમેશા દુઃખી હોય છે. તેને ગમે તેટલું મળે છતાં તે અતૃપ્ત રહે છે.
એક વખતના પ્રસંગમાં એક રાજા જંગલમાં શિકાર કરવા ગયા. આ રાજાને શિકારને ખૂબ શોખ પણ તેમને ભાન નથી કે મારા શેખને ખાતર કેટલા નિર્દોષ એની ઘાત થાય છે ! આ પાપ બાંધીને હું ક્યાં જઈશ? રાજા શિકાર માટે ઘણે દૂર સુધી ગયા પણ શિકાર મળે નહિ. શિકાર ન મળવાથી નિરાશ થઈ ગયા. ઉનાળાનો સમય હતો. ગરમી ખૂબ પડતી હતી, તેથી રાજા ભૂખ તરસથી આમતેમ ભટકી રહ્યા હતા, પણ પાણી મળતું ન હતું. ફરતાં ફરતાં થોડે દૂર એક આશ્રમ પર રાજાની દષ્ટિ પડી. આશ્રમ જોઈને રાજાના મનમાં થયું કે આ આશ્રમ છે, માટે કઈ સાધુ તેમાં રહેતા હશે. હું ત્યાં જાઉં તો મને પાણી પીવા મળશે. એમ વિચાર કરી રાજા આશ્રમે ગયા.
આશ્રમમાં એક સંન્યાસી રહેતા હતા. રાજાએ તેમને વંદન કરીને કહ્યું, મહાત્મા ! હું સવારથી ભૂખ્યો તરસ્યો છું. ગરમીના કારણે તરસથી મારો કંઠ સુકાઈ ગયા છે. આપ મારા પર કૃપા કરો, અને ખાવા માટે કંઈક થોડું આપો ને પીવા માટે પાણી આપ. આ જેનના સંત ન હતા. જૈનના સંતે પિતે લાવેલા ગૌચરી પાણી કઈ અવતીને કે સંસારીને ન આપે. આ તે સંન્યાસી હતા એટલે એમણે કહ્યું, રાજન ! અતિથીની સેવા કરવી એને હું માનવ સેવા માનું છું. આજે તમે મારા અતિથિ બન્યા છે માટે મારે તમને કંઈક ખાવા પીવા આપવું જોઈએ. આ સાંભળીને રાજાને ખૂબ આનંદ થયો. આ સંન્યાસી પાસે હાલમાં બીજું કંઈ હતું નહિ પણ આશ્રમના બગીચામાં ફળફૂલ હતાં તે લઈ આવ્યા ને રાજાને જમવા આપ્યા. પીવા માટે ઠંડું પાણી આપ્યું. રાજાએ ફળાહાર કરીને પિતાની સુધા શાંત કરી અને ઠંડું પાણી પીને તૃષા શાંત કરી.
સંન્યાસીનું આ ઉપકારને બદલો વાળવા માટે રાજાએ પોતાની પાસે સોનામહોર