________________
શારદા રત્ન
૫૮૩ તેઓ શું ઈચ્છા રાખે છે એ એમની મુખાકૃતિ જોઈને સમજી જશે. આવા આત્મા પોતાનું જલદી કલ્યાણ કરી શકે છે.
યુદ્ધવિરામ માટે આજ્ઞા–સુવ્રતા સાધ્વીજીએ વિનયપૂર્વક પિતાના ગુરૂણીને પૂછ્યું, અહો હે પૂજ્ય! આપની પાસે કંઈક લેવા આવી છું. ગુરૂણી કહે, કહો, જે હોય તે ખુશીથી કહો. આ રાજ્યમાં લડાઈ થવાને સંભવ છે. જે આપ આજ્ઞા આપે તે સુદર્શનની યુદ્ધભૂમિમાં હું જાઉં ! યુદ્ધવિરામની હાકલ કરું, ભાઈ ભાઈની ઓળખાણ આપુ ને લોહીની વહેનારી નદીઓને અટકાવું. આ સાંભળતા ગુરૂણ ગંભીર બની ગયા. શું યુદ્ધમેદાનમાં ! આપણાથી ન જવાય. સાધકને ભગવાનની મનાઈ છે કે જ્યાં યુદ્ધભૂમિ હોય ત્યાં સાધુથી ન જવાય. - ગુરૂણ કહે, વળી ભૂખ્યા સિંહના મોંમાં રહેલું સસલું હજુ કદાચ છોડાવી શકાય, પણ રણશૂરા રાજવીઓના હાથમાંથી શો છોડાવવા મુશ્કેલ છે. સુત્રતા સાધ્વીજીએ કહ્યું–ગુરૂણીદેવ! આપની વાત સાચી છે. આ બંનેને ખબર નથી કે અમે સગા ભાઈ છીએ, તેથી શત્રુ માનીને લડવા તૈયાર થશે. જે આ લડાઈ થશે તે ભાઈ ભાઈ લડી મરશે, અને લોહીની નદીઓ વહેશે, માટે આપની આજ્ઞા હોય તે ભાઈ ભાઈની ઓળખાણ કરાવું ને યુદ્ધ અટકાવું. ગુરૂણીએ કહ્યું–તમારામાં તાકાત હોય, શક્તિ હોય અને માતૃપદ પર વિશ્વાસ હોય કે હું લડાઈ બંધ કરાવીશ. બંને વચ્ચે સંપ કરાવીશ, તે તમે સુખેથી જાવ. સુત્રતા સાધ્વીને અટલ વિશ્વાસ હતો કે પોતે યુદ્ધવિરામ કરાવી શકશે
સુત્રતા સાધ્વીજી મનનાં વિચારે છે. શું બને ભાઈ લડાઈમાં અનેક માણસોને કચ્ચરઘાણ કાઢી નરકમાં જાય ? ના...ના....એમ નહિ બનવા દઉં. ઉત્તમ કુળમાં જન્મવા છતાં બિચારા અજ્ઞાનના કારણે આમ કરી રહ્યા છે. ભૌતિક સામ્રાજ્ય એવું છે કે એની હકૂમતમાં રહેલાને અજ્ઞાન અને મેહમાં ડૂબાડી રાખે ! ઘોર પાપ કરાવે ! માનવ જીવનને ધૂળધાણી કરાવે ને અંતે હાથ ઘસતા નરકમાં ધકેલી દે. તે મારાથી કેમ જોઈ રહેવાય? જાઉં. બંનેને ઓળખાણ કરાવી શાંત પડવા સમજાવું. કોઈના કલ્યાણમિત્ર બનવું એ જાણે એમને જીવનમંત્ર હતું. પહેલા પોતાના જેઠ મણિરથને કલ્યાણમિત્ર તરીકે સલાહ આપી, પછી પોતાના પતિ યુગબાહુની મહાન કલ્યાણમિત્ર બની નરકને બદલે સ્વર્ગમાં ચઢાવનારી બની, પછી સ્વઆત્માની કલ્યાણમિત્ર બની ચારિત્ર લીધું. હવે પુત્રો પ્રત્યે કલ્યાણમિત્ર બનવા તૈયાર થાય છે. કેવું ધન્ય જીવન ! દિલ સરળ અને પવિત્ર હોય, મિત્રી, કરૂણા, પ્રમેહ અને માધ્યસ્થ ભાવથી ઓતપ્રોત હાય, દિલમાંથી સ્વાર્થ અને લાલસા બળીને ખાખ થઈ ગઈ હોય અને પરમાર્થના વ્યસન લાગ્યા હોય તે ધન્ય જીવન જીવી શકાય. પૂર્વે એવા જીવન જીવતા હતા તેથી દેશ આબાદ હતા. પ્રજા આબાદ હતી. આજે તે દુઃખની પિકો પડે છે. ધન્ય જીવન હૃદયને અપૂર્વ શાંતિ અને અપૂર્વ જેમ આપે.
નમિરાજ અને મયણરેહાનું સુદર્શનપુરમાં આગમન -મિથિલાપતિ નમિરાજે