________________
૫૮૦
શારદા રન હતી તે મહાત્માના ચરણે ધરી. સંન્યાસી કહે, આ સોનામહોરો શા માટે ? રાજા કહે, તમે આજે મારા પર ઘણે ઉપકાર કર્યો છે, તે ઉપકારને બદલે વાળી રહ્યો છું. મારા ઉપર કૃપા કરીને આપ સોનામહોરને સ્વીકાર કરો. મહાત્મા કહે, મને સોનામહેરને જરાયે ખપ નથી. રાજાએ સેનામહોરો લેવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ સંન્યાસીએ સ્વીકાર ન કર્યો, ત્યારે રાજાએ કહ્યું. મારી એક વિનંતીને સ્વીકાર કરશે ? સંન્યાસી કહે, બોલો, રાજા કહે ખરેખર તમે મહાન ઉચ્ચ કેટિના સંત છે. શી તમારી નિર્લોભતા છે ! કેટલી નિસ્પૃહ દશા છે! આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું છે. આપ મારા નગરમાં પધારે તે નગરની જનતા પણ આપના પવિત્ર દર્શન કરે ને જીવન ધન્ય બનાવે. સંન્યાસી કહે, હું નગરમાં આવું તે ખરો પણ શિકારના શોખથી તારું જીવન દુર્ગધમય બની ગયું છે, તે જીવનને સુગંધમય બનાવવા તું શિકારને છોડી દે. અલ્પ શોખ ખાતર કેટલા નિર્દોષ જાની હિંસા! તને મરવું ગમતું નથી તે તે જીવને મરવું ગમતું હશે? દરેક જીવને જીવવું ગમે છે. સંન્યાસીની ટકેરથી રાજાએ શિકારને સદા માટે ત્યાગ કર્યો. થોડા દિવસ પછી સંન્યાસી તે નગરમાં ગયા.
પ્રભુ પ્રાર્થના પૈસા માટે : રાજાએ તેમનું પ્રેમથી સ્વાગત કર્યું. હૈયાના ઉમળકાથી ને પ્રેમને પુષ્પોથી તેમના વધામણા કર્યા. રાજાએ પોતાના મહેલમાં સંન્યાસીને ઉતારો આપ્યો. આ રાજા રોજ સવારમાં વહેલા ઉઠીને પ્રભુને પ્રાર્થના કરતા. આ મહાત્માએ રાજાને રોજ પ્રાર્થના કરતા જોયા. રાજા પ્રભુ પાસે શું પ્રાર્થના કરે છે, શિાની માંગણી કરે છે, તે જાણવાની આ મહાત્માને તીવ્ર ઈરછા થઈ. એક દિવસ એક ખૂણામાં સંતાઈ ગયા, ને રાજાની પ્રાર્થના સાંભળવા લાગ્યા. રાજા હાથ જોડી પ્રભુ પાસે શી પ્રાર્થના કરતા હતા ? તમારે જાણવું છે? રાજા હાથ જોડીને બેસે છે, હે પ્રભુ! મારી સંપત્તિમાં વધારો કર. મારા ભંડાર ભરપૂર છલક્તા કરો. તમે તે આવી પ્રાર્થના નથી કરતા ને?
સંન્યાસીએ પોતાના સ્થાન પર જઈને તેમનું કમંડળ, દંડ વગેરે લેવા માંડ્યું. આ જોઈને રાજાને ખૂબ આશ્ચર્ય થયું. અહો ! આ મહાત્મા તે મારે ત્યાં વધુ દિવસ રોકાવાના હતા તેના બદલે અત્યારે એકાએક જવાની તૈયારી કેમ કરતા હશે? રાજાને કાંઈ સમજ પડી નહિ. છેવટે રાજાથી ન રહેવાયું એટલે તે મહાત્મા પાસે જઈને તેમના પગમાં પડીને કહે છે, મહાત્મા ! આપ આ શું કરો છો ? આપ તે મારે ત્યાં રોકાવાના હતા ને આ બધી જવાની તૈયારી કેમ? રાજન! આપની વાત સત્ય છે. હું વધુ દિવસ રોકાવાને હતું પણ હવે અહીં મારાથી વધુ રહી શકાશે નહી. મહાત્મા! નહીં રોકાવાનું કારણ શું? કયા કારણથી આપ જવા તૈયાર થયા છે ? શું મારાથી આપની સેવાભક્તિમાં કાંઈ ખામી આવી છે ? | મારી ભક્તિમાં શી ખામી : મહાત્મા કહે રાજન! ના...ના...તે મારી ભક્તિ તે બરાબર કરી છે. સેવામાં જરા પણ ખામી આવવા દીધી નથી. તે મહાત્મા! શું