________________
શારદા રત્ન
૫૪૭, શકતો નથી. ખૂબ કહ્યું ત્યારે દેવકીમાતા કહે છે દીકરા ! તું મારો સાતમે દીકરો છે, સાત સાત દીકરા થયા છતાં મેં એકે દીકરાને ખેાળામાં ખેલાવ્યો નથી કે રમાડ્યો નથી, તેનું મનમાં દુઃખ થાય છે. માતાપિતાના પ્રેમ અલૌકિક હોય છે. દુનિયામાં બધું વેચાતું મળશે પણ માતાપિતાને પ્રેમ નહિ મળે. કહેવત છે કે “મા વિના સુના વા” માતાપિતાને સંતાન પ્રત્યે કેટલો પ્રેમ અને લાગણી હોય છે! દેવકીજી કહે છે મારા બધા કોડ મનમાં રહી ગયા. કૃષ્ણજી તે વાસુદેવ હતા. એમની શક્તિથી નાના બાળકનું રૂપ લઈને માતાના ખેાળામાં સૂઈ ગયા, પણ કૃત્રિમ રૂપથી કંઈ કેડ પૂરા થાય! માતાને સંતોષ ન થયો. માતાની ચિંતા દૂર કરવા ને તેના કેડ પૂરા કરવા કૃષ્ણજી ત્યાંથી સીધા પૌષધશાળામાં ગયા ને અઠ્ઠમ લગાવીને બેસી ગયા. અને દેવને બોલાવ્યો. દેવ આવ્યો. કૃષ્ણજી સમકિતી છે. તે કહે છે કે હે દેવ! મારી માતાના ભાગ્યમાં હવે સંતાન છે કે નહિ ? એક દીકરો છે, પણ એ બાલ્યવયમાં દીક્ષા લઈ લેશે. ભલે દીક્ષા લે, પણ મારી માતાના કેડ તે પૂરા થશે ને ! પછી એ ગજસુકુમાલને જન્મ થયો.
દેશનાના દિવ્ય અવનિએ થયેલો વિરાગ્યને રણકાર : આ રીતે માંગીને લીધેલો દીકરો ગજસુકુમાલ છે. જેણે એક વાર ભગવાન નેમનાથની વાણી સાંભળીને વૈરાગ્ય આવી ગયો. તમે કેટલા મહારાજ-મહાસતીજીને સાંભળી લીધા! છતાં વૈરાગ્ય નથી આવતો. કૃષ્ણજીને ગજસુકુમાલ કેટલા વહાલા હતા. ભગવાનના દર્શન કરવા જતા રસ્તામાં સેનાના ગેડીદડે રમતી કન્યાને જોઈ. મનમાં થયું કે આ મારા લઘુબંધવા માટે બરાબર જોડી છે. આ દીકરી કેની છે તે તપાસ કરાવીને ત્યાં ને ત્યાં સગપણ નક્કી કરી લીધું, પણ એ ગજસુકુમાલે તો ભગવાનની એક વાર દેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી ભગવાનને શું કહે છે? સાંભળજે તેમના શબ્દો, ખૂબ વિચારવા જેવા છે. તેમનામાં કેટલે વિનય છે! નમ્રતા છે ! ભગવાનને વંદન, નમસ્કાર કરીને કહે છે હું મારા ત્રિલોકીનાથ, પ્રભુ! “તુમેહ સમજુના તમાળે” તમારી આજ્ઞા થયે બારમી પડિમા વહન કરવાની મારી ઈચ્છા છે. કેટલી ગુરૂઆઝામાં અર્પણતા ! ગુરૂઆજ્ઞાથી એક ઉપવાસ કરનાર તરી જાય અને ગુરૂઆજ્ઞા વિના માસખમવું કરનાર રહી જાય.
શાસ્ત્રમાં મુનિની વાત આવે છે. કેઈ બે મુનિ માસમણુને પારણે માસખમણ કરે છે અને કુરગડુ મુનિ એક ઉપવાસ પણ કરી શક્તા નથી. કુરગડુમુનિને સવારમાં દરરોજ એક ઘડો ચોખા ખાવા જોઈએ. તેથી તેનું નામ કુરગડુ પડયું છે. કુર એટલે ચોખા અને ગડુ એટલે ઘડો. બીજું કંઈ ન ખાય, તેમના દિલમાં ખૂબ પશ્ચાતાપ થાય છે કે ધન્ય છે. આ તપસ્વીઓને ! હું એક ઉપવાસ પણ કરી શકતો નથી. મારી કેવી ગાઢ અંતરાય હશે! એટલે એ મુનિ ખાતા ખાતા પણ કર્મ તોડે છે.
સંવત્સરી મહાન પર્વને દિવસ આવ્યા. એ દિવસે પણ જેનાથી ઉપવાસ થત નથી, તેથી ચેખા લઈ આવ્યા. લાવીને પિતાના વડીલ તપસ્વી સંતને બતાવે છે. પેલા