________________
૫૫૩
શારદી રત્ન ગવાઈ રહી છે. તેમની પવિત્રતાની પરિમલ ચારે બાજુ પ્રસરી રહી છે. સદ્દગુણોની સુવાસ મહેકી ઉઠી છે. રાજવીના રાજ્યો જે ટક્યા હોય તે એમની પવિત્રતાની પરિમલના પીઠબળે અને સત્ના સહારે. સત્ય અને પવિત્રતાને દેશવટે દઈને તલવારની અણીએ મુસ્તાક રહેનારા બળવાન રાષ્ટ્રો ધૂળ ભેગા થઈ ગયા. રાજાશાહીને પાય તે હતે પવિત્રતા ! કયારેક રાજા ભાન ભૂલે પણ તેનામાં પવિત્રતાના અંશ પડ્યા હોય તે તે ભાન ભૂલેલો આત્મા પણ ઠેકાણે આવી જાય છે.
પવિત્રતાને વરેલા એક પુણ્ય પુરૂષ રાજવી હતા. ભોગી હોવા છતાં જેમને યોગી જેવું જીવન જીવવાના કોડ હતા. માનવીનું અંતર તે આકાશ જેવું હોય છે. આકાશમાં ક્યારેક પૂર્ણિમાને અનુપમ પ્રકાશ હોય છે તે ક્યારેક અમાસને અંધારા પણ હોય છે, તે રીતે પૂર્ણિમાના પ્રકાશ જેવા તેજસ્વી, નિર્મળ, ઉજજવળ અંતરના આકાશમાં એક વખત વાસનાભર્યા મલીન વિચારની કાળી વાદળી ઘેરાઈ ગઈ.
પવિત્રતા ગુમાવી બેઠેલા રાજઃ પ્રસંગ એવો બન્યા કે રાજા ઘડે બેસીને ફરવા નીકળ્યા હતા. રસ્તામાં એક રૂપવંતી સ્ત્રી કંઈક કારણસર પોતાના મકાનમાંથી બહાર નીકળતી હતી. રાજાની દૃષ્ટિ એના પર પડી. રાજાને અંતઃપુરમાં તે ઘણું રાણીઓ હતી, છતાં આ રૂપવંતી સ્ત્રીને જોતાં રાજાની બુદ્ધિ બગડી. રાજા તેના રૂપમાં મુગ્ધ બન્યા. એ સ્ત્રીના દર્શનથી રાજા પોતાની પવિત્રતા ગુમાવી બેઠા. મનમાં થયું કે અહો! મારા અંતરમાં આટલી બધી રાણીઓ છે, પણ આની તેલ કેઈ નહિ. આ સ્ત્રી તે મારા અંતેઉરમાં શોભે. આ રૂપવંતી મને મળે તે મારો જન્મ સફળ થાય. રાજાને ફરવાને આનંદ ઉડી ગયો. સહેલગાહને શેખ મરી ગયો. એમને આનંદ, શોખ, જે કહો તે બધું હવે પેલી રૂપવંતીમાં દેખાવા લાગ્યું. રાજાએ એ સ્ત્રીનું ઘર બરાબર યાદ રાખી લીધું. રાજા ફરવા જવાનું છોડી દઈને મહેલમાં આવ્યા. હવે રાજાને કયાંય ચેન પડતું નથી. એની દૃષ્ટિમાં પેલી રૂપવંતી સ્ત્રી સિવાય બીજું કંઈ દેખાતું નથી.
અપવિત્ર આજ્ઞા પાલન માટે સેવકનો પશ્ચાતાપ? રાજાએ પોતાના એક અંગત સેવકને બેલાવ્યો અને તે સ્ત્રીના ઘરનું નિશાન આપીને કહ્યું કે એ સ્ત્રીને તે ગમે તેમ કરીને માર મહેલે લઈ આવ. હું એના વિના જીવી શકું તેમ નથી. સેવક તે બિચારા ચિઠ્ઠિને ચાકર. એ વધુ તે શું બોલે? નાના મઢ મેટી વાત કરવાનું ગજુ નહિ. રાજાને હુકમ સાંભળતા એનું મગજ ભમી ગયું. એના હૈયામાં થડકારે થવા લાગે. તે મનમાં વિચાર કરવા લાગ્યો. હે પ્રભુ! આ પાપી પેટને માટે મારે રાજની આવી અપવિત્ર, અધમ આજ્ઞા માથે ચઢાવવાની! જે અપવિત્ર આજ્ઞા નીચે પગ પણ ન મૂકાય એવી અધમ આજ્ઞાનું મારે પાલન કરવાનું! જગતમાં પોતાની પત્ની સિવાય જેટલી સ્ત્રીઓ છે તે બધી મારે માતા અને બહેન સમાન ગણવી જોઈએ. તેના બદલે તેના શીલને ભંગ કરાવવા માટે તેને અહીં લાવવાની ! અહો પ્રભુ! મેં પૂર્વે કેવા પાપ કર્મો કર્યા હશે કે મારે આવા અધમ કાર્યો કરવા પડે છે ! ધિક્કાર છે મારા જીવનને !