________________
૫૫૮
શારદા રત્ન
દૂત નમિરાજાને બધા સમાચાર આપશે. નમિરાજા ક્રોધમાં આવીને લડાઈ કરવા તૈયાર થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : રાજાના મનમાં ચટપટી લાગી છે કે કુમાર રડે ને આંખમાંથી પડતાં આંસુ મોતી બને તે માટે રાજાએ ફૂલ જેવા બાળકોને બે–ત્રણ તમાચા ચઢાવી દીધા. એટલે બંને બાળક રડ્યા પણ આંસુ મત ન બન્યા. એટલે ફરી વાર રાજાએ કુમારોને માર માર્યો, છતાં પરિણામમાં આંસુ જ રહ્યા. મતી ન બન્યા. કુમારો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. રડી રડીને આંખે લાલચોળ થઈ ગઈ. હવે તે રડવા જેટલી શક્તિ રહી નથી. દયાજનક બની ગયા છતાં રાજાના દિલમાં કરૂણ ન આવી. રાજાની જિજ્ઞાસા હતાશામાં વિલીન બની ગઈ. પોતે નજરે દેખે છે કે આંસુમાંથી મેતી ન બન્યું છતાં મન માનતું ન હતું. ભેટ દેનાર માનવીના વાણી-વર્તનમાં કૃત્રિમતા જણાઈ ન હતી. તે આમ શા માટે બન્યું? વળી એને કયે સ્વાર્થ હોય? રાજાની શ્રદ્ધાના ખંડેરો. હવે તૂટતા જતા હતા. રાજાએ કુમારની પાસે જઈને જોયું તે મેતીની સેરને બદલે ખાર ઉસ જેવા ચમકતા અશ્રુબિન્દુઓ ! ખરેખર ! આંસુ તે આંસુ રહ્યા, મતી ન બન્યા.
રાજાના દિલમાં બાળક પ્રત્યે વાત્સલ્યની વર્ષા વરસવા લાગી. તેમનું કરૂણાભીનું હૈયું પશ્ચાતાપના તાપથી દાઝવા લાગ્યું! હું કેવો મૂર્ખ ! મારે નિધાનમાં શાની છેટ છે મારે ત્યાં શું લક્ષમીની કમીના છે ! તે હું એક અજાણ્યા માનવીના વચન પર વિશ્વાસુ બની મેતીના દર્શનમાં લેભાયો ! ખરેખર, આંસુના કેઈ દિવસ મોતી બને ખરા ! છે દુનિયામાં કયારે પણ આંસુના મોતી બન્યા હોય એવું સાંભળ્યું નથી. આંસુ તે આંસુ ' જ રહેવાના. હું દિવાને બન્યું અને અનર્થ કર્યો. મેં તે આભના તારલાને હાથમાં લેવા જેવી વાત કરી. માનવના સ્વભાવને ઓળખ્યા વિના, તેના પરિચય વિના તેના વચન પર શ્રદ્ધા અને જિજ્ઞાસા કેમ રખાય ? બાળકે કેવા દયામણું અને પ્લાન થઈ ગયા છે ! થોડીવારે શાંત થયા પછી બંને કુમારે પૂછે છે. પિતાજી!
પિતા કદી આપ મારે નહિ, આજે કેમ માર્યા;
અહો પુત્રો મારી વાત સુને, ભેટર્ણ માનવી લાવ્યા. આપે અત્યાર સુધીમાં કેઈ દિવસ અમને માર્યા નથી ને આજે શા માટે માર્યા? અમારો છે અપરાધ છે? રાજાનું દિલ વાત્સલ્ય અને પશ્ચાતાપના બંને રાહે રમતું હતું. એકરાર માગતા બાળકના નિર્દોષ વચનોએ હૈયાની અટવીમાં રહેલી વ્યથાને સાચે રાહ બતાવ્યો. બેટા ! તમે બંને મારી આશાના સ્થંભ છે. તમારા પ્રાણમાં અમારા પ્રાણ રેડ્યા છે તે શું તમને હેરાન કરવા ? નહીં...નહીં. પણ માનવ ચમત્કાર પ્રત્યે જલદી નમે છે. આજે હું પણ ચમત્કારની ચુંગાલમાં ફસાયે અને તમને માર મારી તમારી આ હાલત કરી. તમે રડવાથી શક્તિહીન બની ગયા છતાં પરિણામ તે શૂન્ય આવ્યું, મોતી ન બન્યા. આટલું બોલતા રાજાની આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી.