________________
શારદા રત્ન ભાગની અડધી મિલ્કત લઈને આપવા આવ્યા. ગણેશ કહે ભાઈ! મારે નથી જોઈતી. તારો પ્રેમ છે તે બસ છે, પણ ભાઈએ આગ્રહ કરીને તેના ભાગની મૂડી આપી દીધી. અમારા કહેવાથી સીધા ન હાલે. અમે કહીએ કે કંદમૂળમાં ઘણું પાપ છે ન ખાશે, તે અમારું ન સાંભળે પણ એ રેગ આવ્યો ને ડોકટર ના પાડે તે સહજ રીતે છોડી દો. કહેવાનો આશય એ છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે, પણ જેનામાં વિનય-વિવેક છે તે દુઃખમાં પણ ધૈર્ય રાખી શકે છે. દુઃખમાં ગભરાતા નથી.
ચંદ્રયશ રાજાએ ગર્વમાં આવીને તેની સાથે સમાચાર મલાવી દીધા કે આપને જે કરવું હોય તે કરીલે. હાથી પાછે નહિ આપું. આ બાજુ નમિરાજા દૂતની રાહ જોઈને બેઠા હતા, ત્યાં દૂત આવ્યો. નમિરાજે દૂતને પૂછ્યું, શું થયું ? હાથી પાછા આપ્યો? દૂતે કહ્યું, મહારાજા ! એમના જવાબ તે એવા જડબાતોડ છે કે એ છાતીમાં કેતરાઈ જાય. એ તમને કાયર માને છે. એણે તો કહ્યું કે, તારા રાજમાં દૈવત હોય તો આવી જાય મારી સામે. જે એક હાથીને વશ ન કરી શક્યો તે મને શું જીતી શકવાને છે? મેં હાથીને મારા બળથી વશ કર્યો છે. જે તારા રાજમાં બળ હોય તે તે હાથીને પાછો લઈ જઈ શકે છે, પણ હાથીને પાછો લેવા આવતા પહેલા એ વાતનો તેણે વિચાર કરી લેવું જોઈએ કે તેની પોતાની દશા પણ આ હાથીના જેવી થઈ ને જાય ! નમિરાજા આ સમાચાર સાંભળીને ધમધમી ઉઠયા. એમના રોમેરોમમાં આગ ભભૂકી ઉઠી. એ ત્રાડૂકી ઉઠયા. નમિરાજે તાત્કાલિક મંત્રીઓની સભા બેલાવી અને તેઓને ચંદ્રયશના બધા સમાચાર આપ્યા. ચંદ્રય મને કાયર માની રહ્યો છે, તે મારે તેને બતાવી આપવું જોઈએ કે હું કાયર નહિ પણ વીર છું. હું કાયર બનીને જીવવા ચાહતો નથી. તેમજ હું કેઈનું અપમાન સહેવા પણ તૈયાર નથી, માટે યુદ્ધ કરવા સેનાને સજજ કરે. રણભેરી ફૂકે ને રણઝાલરી બજાવ. સજાવો સેના અને સાબદી કરે સમશેર ! કરો સુદર્શનની સામે યુદ્ધ. એને પણ ખબર પડી જાય કે હાથી લે એ કંઈ સહેલી ચીજ નથી. આખી મિથિલા યુદ્ધની તૈયારી કરવામાં મશગૂલ બની. કેણ સમજાવે નમિરાજાને કે તું આ યુદ્ધ કેની સામે લડવા તૈયાર થયો છે ? હવે રાજા સલાહકારોને બોલાવશે ને કેવી રીતે યુદ્ધ કરવા જશે એ વાત અવસરે.
ચરિત્ર : રાજાના બંને કુમારેએ લાડવા ખાધા પણ કેઈની આંખના આંસુ મોતી ન બન્યા, તેથી રાજાના મનમાં થયું કે આ કેઈ દુશ્મન રાજાને માણસ લાડવામાં વિષ નાંખીને તે નહીં લાવ્યા હેય ને! માટે વિદરાજને બેલાવીને બાળકોની તપાસ કરાવીએ કે લાડવાની કઈ ખરાબ અસર તો નથી થઈને? તેથી વૈદરાજને બોલાવ્યા. વિદરાજ ખૂબ નીતિમાન ને પ્રમાણિક હતા. રાજાએ કહ્યું વદરાજ ! આપ બંને કુમારોને બરાબર તપાસી લો કે એ શત્રુરાજાની માયાને ભોગ તે નથી બન્યા ને ? વૈદરાજે બંને બાળકોને નખથી શીખ સુધી તપાસી લીધા ને પછી બંને કુમારને પૂછયું–તમને કંઈ