________________
શારદા રત્ન
ત્રણે કાળે શરણું રૂપ ન બનતાં જગતના પદાર્થોને શરણરૂપ માની બેઠેલા અજ્ઞાની માનવને જ્ઞાનના પ્રકાશ આપતા ભગવાન ખેલ્યા છે કે “નેવ તળાય તે તત્ર”, તે તને સરણ-રક્ષણ રૂપ નહિ બને. આ જગતમાં આત્માને માટે અંતે શુ અશરણુ અને શું શરણુ રૂપ છે ? કાણુ જીવનું રક્ષણ કરી શકે તેમ છે ? તેમજ કાણુ તને ત્રાણુ રૂપ નથી તે સમજવું જરૂરી છે. સૂયગડાંગ સૂત્ર ખેલે છે.
वित्तं पसवाय नाइओ, तं बाले सरणं ति मन्नइ ।
પણ મમ તેમુવી ગઢ, ના તાળું સરળ ન વિજ્ઞરૂ ॥ અ. ૨ ઉ. ૩ ગા. ૧૬ અજ્ઞાની જીવા ધન, પશુએ તથા સ્વજનવર્ગ એ સર્વેને પેાતાના રક્ષક માને છે અને દુઃખથી બચાવનાર સમજે છે. એ બધા મારા છે, હું એના સ્વામી છું, એમ સમજે છે, પણ વાસ્તવમાં એ બધા તેને માટે ન ત્રાણુરૂપ છે, ન શરણુરૂપ છે. જે શરીરને માટે ધનોપાર્જનની ઈચ્છા કરાય છે તે શરીર પણ વિનાશી છે. તેમજ સ*પત્તિના સ્વભાવ અતિ ચંચળ છે. આ શરીર રાગ અને જરાનુ' સ્થાન છે. સ્વજના અને ધન મારા છે, આવા પ્રકારના મમત્વથી રહેતા થકા પણ મૃત્યુ સમયે કે રાગ સમયે કોઇ ત્રાણુ-શરણુ રૂપ થવા સમર્થ થતા નથી તથા નરક તિય ચ આદિ ગતિમાં જતાં કાઈ સ્વજના રક્ષા કરવા સમર્થ થતા નથી.
પટ
પરિગ્રહની જાળમાં ફસાયેલા, ધનથી સૂચ્છિત બનેલા માનવીને પ્રભુના આ સેાનેરી વાચો લાલ ઝંડી બતાવીને કહે છે આ માનવ! તારા હૃદયમાં જે લાભના લાવારસ અરી રહ્યા છે, તૃષ્ણાની આગ પ્રજવલિત ખની છે. લાવા લાવાની માત્ર લેવાની ભાવના પ્રકૃષ્ટ થતી જાય છે, પણ યાદ રાખા.
વસ્તુ મર્યાદિત છે જગમાંહી, પણ ઇચ્છાના અંત નાહી, સમજી ઇચ્છાને વશ અને ના, તે સાચા વીતરાગના રાહી.
જ્ઞાની કહે છે, કદાચ લેાભી માનવીને માટે આખું જગત તેનું બનાવી દેવામાં આવે, અરે જગતમાં જેટલુ ધન છે તે બધું તેને ચરણે ધરવામાં આવે, તે પણ તેને માટે તે અપર્યાપ્ત છે. ધન કે નાશવંત કોઈ ચીજો જીવને ત્રાણુ–શરણરૂપ નહિ બને, છતાં જીવા ધન મેળવવા માટે રાતદિવસ દોડધામ કરે છે. એક લેખકે કહ્યું છે કે અરે, ધનના અભાવમાં જીવ એટલા તેા આંસુ સારે છે કે જેની સામે એક એક મહાસાગર પણ શરમાઈ જાય. આ અશ્રુપ્રવાહમાં જીવ અનેક વાર તણાઈ ગયા પણ અમૂલ્ય માનવજીવન માટે આખામાંથી આંસુનું એક બુંદ પણ પડયું નહિ. લાખ રૂપિયાની સંપત્તિના માલિક જો એના હિસાબમાં એક પાઈ ઘટશે તેા અને સહન નહિ કરી શકે. એક પાઈના વિચાર કરવામાં ખૂબ સમય વ્યતીત કરશે પણ પેાતાના માનવજીવનના કર્તવ્ય પર વિચાર કરવામાં એને ફુરસદ નહિ મળે. શું માનવજીવનનું મહત્વ એક પાઈ જેટલું પણ નથી ? ખરેખર આજની ધન લાલુપતાએ માનવજીવનના કર્તવ્યની કિમત એક કાડી કરતાં પણ આછી કરી નાંખી છે. પણ વિશ્વના અપાર કેાટી ધનરાશી કરતાં પણ અધિક મૂલ્યવાન પેાતાના જીવનની એક ક્ષણના પણ સદૃપયાગ કરવાના વિચાર કરવાની એને ઇચ્છા થતી