________________
'શારદા રહ્યું થાય છે? ના....અમને કંઈ નથી થતું. અમને કઈ જાતની તકલીફ કે બેચેની નથી. કુમારોએ ના પાડી છતાં વધુ ચિકિત્સા કરવા એક કિંમતી દવા બંને કુમારોને પીવડાવી દીધી, પછી રાજાને કહ્યું, હે રાજન્ ! આ ઉપાય જલદ છે. હમણું થડી વારે ઉલ્ટી થશે, જે ઉલ્ટી કાળી કે લીલી થાય તે સમજજે કે ઝેરી વિષની અસર છે, અને જે સફેદ ઉલ્ટી થાય તે સમજજો કે કંઈ નથી. માત્ર મનને વહેમ છે. ઉલ્ટી થતાં બંને કુમારોના હાથપગ ઠંડા પડી જશે પણ આપ ગભરાશે નહિ.
વૈદરાજ આ પ્રમાણે કહીને ગયા, ત્યાં તો બંનેને ઉટી શરૂ થઈ ગઈ. વારંવાર ઉલટી થવાથી છોકરાઓ બેભાન જેવા બની ગયા. આંખે તરવાઈ ગઈ ને સૌ ચિંતામાં મૂકાઈ ગયા. તરત વૈદરાજને પાછા બોલાવ્યા. વૈદે તેનું વારણ કરવાની દવા આપી. બાળકોને ઉલટી થતી જોઈને વૈદરાજે કહ્યું, ઉટી તદ્દન સફેદ છે, માટે કઈ ઝેરી પ્રયોગ થયે નથી. આપ ફિકર ચિંતા કરશે નહિ ને મનમાં કાંઈ વહેમ રાખશે નહિ, છતાં રાજા માનતા નથી, ઉલટું તેમના મનમાં થયું કે લાડુ દેવા આવનાર પાકે ઠગ છે. હવે તેને બરાબર બતાવી દઉં. - સાગરનું મન કામમાં ન લાગે, ડાબા નેત્રનું સ્કૂરણ થાયે,
આપત્તિની આગાહી લાગતી, હૈયે ધ્રાસકે પડો. * આ બાજુ સાગરદત્તનું ચિત્ત કયાંય ચુંટતું નથી. લાકડા કાપવા જવાનું મન થતું નથી. દિલમાં અવનવી આપત્તિની આગાહીઓની ભ્રાંતિ થતી હતી, ત્યાં શેઠનું ડાબું - અંગ ફરફયું તેથી હૈયામાં એકદમ ધ્રાસ્કો પડયો. મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. પતિને ઉદાસ જોઈને તારામતી પૂછે છે નાથ ! આજે લાકડા લેવા જવાને માટે વાર કરે છે, તેમજ આપના મુખ પર પણ ઉદાસીનતા જણાય છે તે તેનું શું કારણ છે ? સતી ! આજે મારું ડાબું અંગ ફરકે છે અને આપણું પર દુઃખના વાદળ ઉતરવાના હોય તે મને ભાસ થાય છે. કામ કરવા જવાનું મન થતું નથી. શેઠ આટલું કહે છે ત્યાં તારામતીનું જમણું અંગ ફરકવું. નકકી આપણા પર કેઈ આપત્તિ આવવાના દેખાય છે. બંનેના દિલમાં ધ્રાસ્કો પડ્યો. હજુ નસીબમાં શું દુઃખ બાકી હશે?
આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં દૂરથી ચાર ઘોડેસ્વારોને પિતાના ઘર તરફ આવતા જોયા. તેઓ સાગરદત્ત શેઠનું ઘર પૂછતાં પૂછતાં આ બાજુ આવી રહ્યા હતા. તારામતી તે આ જોઈને આભી બની ગઈ. તેના દિલમાં ધ્રાસ્કો પડ્યો. અહો ! રાજાની અપેશાની કે કેપ ! હે વિધાતા ! આટલા દુઃખ ભેગવ્યા છતાં હજુ દુઃખ આપવામાં બાકી છે ? ત્યાં તે ઘોડેસ્વારો સાગરદત્ત શેઠના ઘેર પહોંચી ગયા, કેડે તલવાર બેસેલી છે. હાથમાં શકે છે. આ જોઈને શેઠાણ તે ધ્રુજી ઉઠ્યા, નક્કી રાજાને કેપ લાગે છે. ઘોડેસ્વારોએ કહ્યું, હે સાગરદત્ત! તું કાન ખુલ્લા કરીને સાંભળજે. અમે રાજપુરુષે છીએ. રાજાનું ફરમાન છે કે તારા પુત્રને ઘરની બહાર કાઢ દીકરાનો શું વાંક ગુને? વાંક ગુને કંઈ પૂછશે નહિ. તારા બંને લાડીલા પુત્રોને આજે ફાંસીએ ચઢાવવાનો રાજહુકમ છે.