________________
પ૬૪
શારદા રત્ન ઢાંકી દે. થોડી વારે જોયું તે તપેલી આખી દાળની ભરેલી હતી અને કથરોટમાં રોટલીઓ હતી. રોટલી લખી હતી. બંનેએ પેટ ભરીને ખાધું. લાકડા કાપવા જવાની ના પાડી છે એટલે ગણેશ જ નથી. આ બંનેને તે હવે લીલાલહેર થઈ ગઈ! બંને માણસો ખાંય કેટલું ? એટલે જે વધે તે ગરીબોને–ભિખારાને બધાને આપે. પછી તે તેમણે દાળનું મોટું તપેલું કર્યું. તેમાંથી સાવ સસ્તાભાવે જ ચલાવવાની શરૂ કરી, તેથી પૈસાની આવક થવા લાગી. થોડી મૂડી થતાં એક ઘર લીધું.
ઈર્ષાના કટુ ફળ : ઈર્ષ્યા બહુ ભયંકર છે. જેઠાણના મનમાં થયું કે મારા દિયર તે કમાતા નથી ને આ બધું શું? પાંચ વર્ષમાં ભૂખ્યા, તરસ્યા દિયર છે કે શું છે તેની ખબર તે લીધી નથી, પણ હવે દિયરની થેડી સારી સ્થિતિ જોઈને ઈર્ષા આવી. દિયરને ઘેર જઈને દેરાણીને પૂછે છે, મારા દિયર તે કમાતા નથી તે તમે જ કેવી રીતે ચલાવે છે? ભોળી દેરાણીએ બધી સત્ય વાત કહી દીધી. જેઠાણી ઘેર આવીને પતિને કહે છે, તમે લાકડા કાપવા જાવ. મહેશ કહે મારે કયાં પૈસાને તૂટે છે તે હું લાકડા કાપવા જાઉં! પત્નીએ તો ધમધમાટી લાવી દીધી. છેવટે પતિ તેની વાત માનીને લાકડા કાપવા જાય છે. બધા લોકો જુએ અને બેલે, કે આ કેમ જ હશે ! એને કયાં પૈસાની કમીના છે! કયા જંગલમાં અને કયાં આગળ તે બધું પત્ની પૂછી લાવી છે, એટલે તે પ્રમાણે મહેશ ત્યાં ગયે. મહેશ જ્યાં કુહાડીથી લાકડા પર ઘા કરવા ગયે ત્યાં તેના બંને હાથ હટી ગયા. પ્રયત્ન કરે છે છતાં ઉખડતા નથી. જેમ ઉખાડવા મહેનત કરે તેમ વધુ ખેંચાતે જાય છે. તેની નસો ખેંચાવા લાગી. બિચારો પોકાર કરે છે, મને કઈ છેડા. ત્યાં અવાજ આવ્યો. તું નહીં છૂટી શકે. તે તારા ભાઈને દગો દીધે છે, તેના ભાગની મિલક્ત તે પચાવી પાડી છે અને કંઈ પણ આપ્યા વગર એમને રડતા કકળતા ઘરની બહાર કાઢ્યા છે. હવે એ થોડું કમાયા, લૂખી રોટલી ને દાળ ખાય છે. તેમાં તારી પત્નીને ઈર્ષ્યા આવી કે તને લાકડા કાપવા મોકલ્યો. મહેશ કહે, આપ જે હો તે મને માફ કરે ને એમાંથી છોડાવે. તું વચન આપ કે અડધી મિલ્કત ગણેશને આપીશ અને રોટલી ઘી ચોપડીને ખવડાવીશ તે તને છોડું. ભાઈને દેવાની ઈચ્છા ન હોય છતાં અહીં તે હવે સીધા દર. ભાઈ સાહેબને વચન આપવું પડ્યું, પછી ત્યાંથી હાથ ઉખડ્યા. - આ ચમત્કારથી નમસ્કાર ? ભાઈ તે ગયા ઘેર. પત્ની પૂછે છે વચન લઈ આવ્યા? અરે ! વચન લેવા જતાં ત્યાં પૂર થઈ જાત. મહામુશીબતે છૂટીને આવ્યો છું. વચન લેવાને બદલે વચન દઈને આવ્યો છું, બધી વાત કરી. હવે જે ભાઈ કે તેની પત્ની ન આપે તો ફરીને ચૂંટી જવાને ભય એટલે બીજે દિવસે તો જેઠાણી ઘીને લોટ લઈને 'ઉપથી દેરાણીને ઘેર. દેરાણે પૂછે છે એકાએક ઘીને લોટ લઈને કેમ આવ્યા ? જેઠાણ કહે, મારા મનમાં થયું કે મારા દીકરા સમાન એકના એક લાડકા દિયર અને રાણી લૂખી રોટલી ખાય ને હું ચોપડેલી ખાઉં ! આપે આટલા વર્ષમાં તે કઈ દિવસ યાદ કર્યો મથી પણ જે કંઈક ચમત્કાર થયે લાગે છે. ત્યાં મોટેભાઈ પણ નાનાભાઈને