________________
શારદા રત્ન
૫૫૯ રાજાના મનમાં શંકા થઈ કે આ માણસે આવું શા માટે કર્યું હશે? તેના વાણી વર્તન પરથી નિસ્પૃહ અને સત્યવાદી લાગતો હતો, છતાં આ કપટલીલાને નટ બન્યો. ખરેખર ! રાજસત્તા માટે જ્યારે સંગ્રામ નથી ખેલાયા? રાજ્યની મહેચ્છાએ કોને કોને નથી લેભાવ્યા? તેણે રાજ્યના લેભે કૃત્રિમતાને સ્વાંગ ધારણ કર્યો હોય તો પણ નવાઈ નથી. અગર કોઈ શત્રુ રાજ્યને જાસૂસી માણસ તો નહીં હોયને! તેણે એ શત્રુ રાજાના વેરનો બદલો વાળવા તે આ કામ નહિ કર્યું હોય ને ? અગર કદાચ કુમારોને મારવા માટે તે આ પેંતરા રચ્યા નહિ હોય ને ? કદાચ લાડવામાં વિષ નહિ નાંખ્યું હોય ને! જડીબુટ્ટીના બહાનાથી વિષમિશ્રિત લાડુ ભેટ તરીકે આપ્યા હોવા જોઈએ. બહારથી ધર્મિષ્ઠ અને પ્રમાણિક તેમજ વાણી વર્તનમાં ચતુર દેખાતે માનવી બધાની આંખમાં ધૂળ નાંખી ગય લાગે છે. નક્કી એ કઈ ઠગ આવ્યો હશે! હવે અત્યારે તેની તપાસ કરાવું. રખેને કયાંય નાસી ન જાય. અરે નાદાન! તેં મારા દાક્ષિણ્ય ગુણને લાભ લઈને મને ઠગ્યો ! સર્ષના રાફડામાં હાથ નાંખવાની તારી સાહસવૃત્તિ ગજબ છે ! રાજાની નસેનસમાં ક્રોધ વ્યાપી ગયો. તેમણે સેવકોને કહ્યું, કાલે અહીં લાડવા આપવા આવેલ માણસને ઘેર હમણાં ને હમણાં જાઓ. લાડુની ભેટ ધરનાર ખરેખર માયાવી છે. તેણે જાણી જોઈને મારા મુખમાં હાથ નાંખ્યો છે, તે જુઓ - હવે તેની ચાલબાજીનું ભયાનક પરિણામ! તેમજ બંને લાડીલાઓને લાડવાની કઈ ખરાબ અસર થઈ છે કે નહિ, તે જોવા માટે વૈદરાજને બેલાવો. સેવકો વૈદરાજને બેલાવવા જશે ને બીજી બાજુ સેવક સાગરદત્ત શેઠને ઘેર જશે. શેઠની ભાવના તે શુદ્ધ હતી ને શુદ્ધ ભાવે લાડવા આપ્યા છે. પણ હવે તેનું પરિણામ કેવું વિપરીત આવશે ને શેઠને માથે વિપત્તિના વાદળાં ઉતરી પડશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૬૦ ભાદરવા વદ ૪ ને ગુરૂવાર
તા. ૧૭–૯-૮૧ 1 સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આપણા મહાન પુણ્યોદયે આપણે જિનશાસનમાં જન્મ થયો. જિનશાસન એ જેવું તેવું શાસન નથી પણ વિરાટ અને વિશાળ શાસન છે. કેવું પરમ કલ્યાણકારી અને મહાન મંગલકારી જિનશાસન છે ! વિવિધ વિટંબણુઓમાં ગુંગળાઈ રહેલા, અકળાઈ રહેલા, મનુષ્યોને પરમ આશ્વાસનભૂત પરમ આધારભૂત અને પરમ વિશ્રામરૂપ હોય તે એક જ આ જિનશાસન છે. જિનશાસન એટલે ? એ કઈ પંથનું નામ નથી. એ કઈ સંપ્રદાયનું નામ નથી. કેઈ ગચ્છનું કે સમુદાયનું નામ નથી, પણ જિનશાસન એટલે દ્વાદશાંગી! જિનશાસન એટલે શ્રુતજ્ઞાનની પરમ પાવની ભાગીરથી ! જિનશાસન એટલે સમ્યક જ્ઞાનને મહાસાગર. જિનશાસનને એક જ વાતને રસ છે કે સર્વ જીવોના આશ્રવના દ્વાર બંધ કરી દેવા; કારણ કે એ વિના આંતર સુખને અનુભવ સંભવિત નથી. કરોડ વર્ષનું આયુષ્ય હોય