________________
૫૫૫
શારદા રદ્ધ માનું એટલે એ છે છે. હું કયારે પણ તમારે ઉપકાર નહિ ભૂલું. એમ કહીને રાજા સુંદરીના પગમાં પડી ગયા અને પિતાની ભૂલની માફી માંગી, પછી કહ્યું બેન ! આ૫ કોણ છે ? મને તમારી ઓળખાણ આપશે? મહારાજા ! મારી ઓળખાણ શી આપું? હું એક આપની દાસી છું. તમે મારા દાસી કેવી રીતે? મહારાજા ! આપે જેમને મને બેલાવી લાવવાની આજ્ઞા કરી હતી, એ મારા પતિદેવ થાય. એમની જે હું દાસી ગણાતી હોઉં તે આપની પણ દાસી કેમ નહિ? આપના દાસની જે દાસી એ આપની પણ દાસી ન કહેવાય! રાજાએ તેને પ્રેમથી વિદાય આપી.
સુંદરી આવી ત્યારે રાજાના મનમાં વિકાર વાસના ભરેલી હતી પણ હવે એમની આંખમાં વિકારને બદલે ભાઈ તરીકેનું વાત્સલ્ય નીતરતું હતું. પેલો સેવક પણ કેટલે ગંભીર કહેવાય કે જે સ્ત્રીને રાજા ચાહતા હતા તે પોતાની જ પત્ની છે એમ ન કહ્યું. એ સેવક પોતાની સ્ત્રી મહેલમાં આવી ત્યારે રાજની સાથે કેવા ખેલ ખેલે છે તે ગુપ્ત રીતે જેતે હતે પણ એની પત્નીએ તે કમાલ કરી. ભાન ભૂલેલા રાજાની શાન ઠેકાણે લાવી. આથી તેના પતિના દિલમાં તે આનંદ સમાતો ન હતો. તેની છાતી ગજગજ . ફૂલવા લાગી. તેના મુખમાંથી શબ્દો સરી પડયા. ધન્ય છે સતી તને ધન્ય છે ! "
- પાપનો પશ્ચાતાપ કરતા રાજા –પેલી રૂપવંતી તે ચાલી ગઈ, પણ રાજાને પશ્ચાતાપને પાર નથી. ભૂલ કરતા થઈ ગઈ પણ હવે તેમનું અંતર રડી રહ્યું છે. અ! મેં પાપીએ આ શું કર્યું? મને આવી મતિ કયાં સુઝી ? રાજ્યની બધી સ્ત્રીઓ માટે માતા અને બહેન સમાન હોય. તેના બદલે મેં તેમને માટે આ અધમ વિચાર કર્યો? રાજાના અંતરમાંથી વાસનાના વાદળો વિખરાઈ ગયા ને ત્યાં પુનઃ પ્રકાશ પથરાઈ ગયો. પણ પોતે જે પાપ કર્યું તેને મનમાંથી ખટકારો જ નથી. હું કે અધમ! હું કે દુષ્ટ પાપી ! માતા અને બહેન સમાન સ્ત્રી તરફ કુદષ્ટિ કરી, તેને ભેટવા માટે હાથ લંબાવ્યા ! આ હાથ હયાત હતા તે અડકવા ગયા ને! બસ, આ પાપી હાથને તે કડક શિક્ષા થવી જોઈએ, પણ સહુને સજા કરનારા રાજાને સજા કરતા કેને હાથ ચાલે? એક હાથ તે પોતાની જાતે કાપે પણ બીજો હાથ કણ કાપે? અંતે જાતે જ ન્યાયાધીશ અને પોતે જ અપરાધી બની સજા ભોગવવા તૈયાર થયા.
હાથ હેય તે શું ને ન હેય તે શું? અપરાધની સજા ભોગવવા પોતે ચેરને સ્વાંગ સજીને મહેલની બહાર નીકળ્યા. પહેરગીર ચકી કરતા હતા. એવા સમયે ચેરના વાઘા સજેલા રાજાએ પોતાના બંને હાથ રાજમહેલની બારી ખેલવા લંબાવ્યા. અંદર ઉભેલે પહેરેગીર સાવધાન બની ગયો. રાજા જ્યાં અંદર જવા જાય ત્યાં પહેરેગીરે ગુસ્સાના આવેશમાં દાંત પીસીને કહ્યું, રાજમહેલમાં ચોરી કરવા આવ્યો છે ને ? જોઈ લે! તારા આ પાપી પગલાને અંજામ કેવો આવે છે ? એમ કહી ચકચક્તી - તલવારને એ ઘા કર્યો કે રાજાના બંને હાથ ધડ દઈને કપાઈ ગયા. એટલે લોહીને કુવારો ઉડવા માંડયો. રાજા ત્યાંથી પાછા હઠી ગયા. મનમાં વિચાર કરવા લાગ્યા કે