________________
શિરેદા
પપ૧ मलं स्वर्णगतं वह्नि, हंस क्षीर गतं जलम् ।
यथा प्रथक्क रोत्ये व, जन्तोः कर्म मल तपः॥ જેમ સુવર્ણમાં રહેલ મેલને અગ્નિ દૂર કરે છે, જુદા–પાડે છે અથવા દૂધમાં રહેલ પાણીને હંસ જુદું પાડે છે. તેમ તપ જીવોના કર્મરૂપી મેલને જુદા પાડે છે. ભવના સંચિત કરેલાં કર્મો તપ વડે નાશ થાય છે. તપ એ કલ્પવૃક્ષ સમાન છે, સુરનર વર સંપત્તિ તેનું ફૂલ છે અને મોક્ષ સુખ એ તેનું ફળ છે.
સર્વ મંગલમાં પહેલા મંગલ તરીકે તપને ગણવામાં આવ્યું છે. અર્જુનમાળી, દઢ પ્રહારી જેવા મહાહિંસક ક્રૂર આત્માઓએ પણ તે જન્મમાં મુક્તિ મેળવી છે. એ પ્રભાવ તપનો છે. નારકીની અંદર નારક છવ ક્રોડ વર્ષ સુધી દુઃખ સહીને જે પાપકર્મને ખપાવે છે તેટલા પાપકર્મોની નિર્જરા સમ્યફદ્રષ્ટિ આત્મા એક અઠમ તપ કરીને કરે છે. ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમસ્વામી દીક્ષા લીધા પછી યાવતજીવન છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતા. તપ દ્વારા દેહની શુદ્ધિ થાય છે. દેહશુદ્ધિ થતાં મનશુદ્ધિ થાય છે અને મનશુદ્ધિ થતાં વાસનાઓ દૂર થાય છે. મહાન વૈજ્ઞાનિકોએ પણ અખતરા દ્વારા એ સિદ્ધ કરી બતાવ્યું છે કે તપ એ શરીરના મળવિકાર તેમજ અનેક દોષ દૂર કરે છે. તપથી આત્મશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે, અનેક સિદ્ધિઓ, શક્તિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત કરી અંતે અજર અમર બની શકાય છે
તપની આવી મહાન શક્તિ રહેલી છે. બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી અને બા. બ્ર. પૂ. વિશાબાઈ મહાસતીજીએ આવા ઉગ્ર તપ કરીને આત્માને ઉજજવળ બનાવ્યો છે. આજે તેમના પારણાને મંગલ દિવસ છે. આપણે તેમને અંતરના એ જ અભિનંદન આપીએ કે આપ તપશ્ચર્યામાં દિનપ્રતિદિન વિશેષ આગળ વધે. અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વતા સુખને પામે. ધન્ય છે મહાન તપસ્વીઓને, બંને મહાસતીજીઓને માસખમણની ઉગ્ર સાધના છે. આપ બધા તેમને શાતા પૂછવા આવ્યા છે, તે ૩૦-૩૦ દિવસના બ્રહ્મચર્યવ્રત, ઉપવાસ, આયંબીલ, એકાસણું, રાત્રીજન–ત્યાગ આદિ પચ્ચખાણ લેશે તે સાચી શાતા પૂછી કહેવાય. ટાઈમ થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા વદ ૨ મંગળવાર
- તા. ૧૫–૯–૮૧ સ્યાદવાદના સર્જક, ભવોભવના ભેદક, પરમપંથના પ્રકાશક ભગવાન કહે છે કે આ જગતના સર્વ જીવો સુખને ચાહે છે અને દુઃખથી ડરે છે તેમજ દુઃખથી છૂટવાનો ઉપાય કરે છે, પણ તે ઉપાય અજ્ઞાનને કારણે વિપરીત હોવાથી સુખ મળવાને બદલે દુખની પરંપરાને વધારનાર બને છે. સાચા અને શાશ્વત સુખની સમજના અભાવે છે દુઃખી થાય છે. સુખ બે પ્રકારનું છે (૧) સ્વાભાવિક (૨) સંગિક. પુણ્યકર્મના