________________
શારદી રત્ન
૫૪૫ મળ, મૂત્ર, વિષ્ટા, ૫. લોહી, ચરબી, હાડ, ચામ અને માંસ વગેરે સાત ધાતુઓથી ભરેલી છે, દુર્ગધથી ભરેલી આ કાયા પાછળ શાને ગાંઘેલ બને છે?
મહાપુરૂષે આ કાયાને ગંદકીના ગાડવા તરીકે ઓળખાવે છે. ખરેખર, આ કાયા ગંદકીના ગાડવા રૂપ છે. અરે આ રૂપના મેહમાં જીવ ચારિત્રને નષ્ટ ભ્રષ્ટ કરી નાંખે છે. મહામૂલા શીલને ભંગ કરે છે. કાયાને અપવિત્ર બનાવે છે. ઈજજત-આબરૂને લીલામ કરે છે. પોતાના હાથે દુર્ગતિની મહેમાનગીરી સ્વીકારી લે છે. અને દુઃખની ભયંકર ગર્તામાં આત્માને ધકેલે છે, જ્યાં એક ક્ષણ પણ ભયંકર દુઃખકર છે, એવા નરકનિગોદના સ્થાનમાં હજાર બે હજાર નહિ, કરોડો-અબજો વર્ષો નહિ, પણ અસંખ્યાત વર્ષો સુધીના ઘોર દુઃખને વહોરી લે છે.
આ કાયાની કોથળી કેવી છે? ગમે તેવા સ્વાદિષ્ટ, સુંદર અને સુગંધીદાર માલમિષ્ટાન્ન પણ આ કાયાની કેથળીમાં પડતાની સાથે મલિન અને દુર્ગધમય બની જાય છે. જે વસ્તુને તમે પ્રેમથી જમો છો તે પણ આ કાયાને સંગ થતા તેના કેવા હાલ થાય છે એ કયાં કેઈથી અજાણ્યું છે! રૂપની પાછળ પાગલ બનેલા પતંગીયા દીપકમાં યાહોમ કરીને ઝંપલાવે છે. અંતે પિતાના પ્રાણ એમાં હોમી દે છે. જ્ઞાની તે કહે છે . કે જે તમને તું પ્રેમથી પંપાળે છે, સ્નેહથી સ્નાન કરાવે છે અને સાબુ, સ્ને, પાવડર, લગાવી ઉજળું બનાવે છે એ તનમાંથી અનેક દ્વારો દ્વારા સતત દુર્ગધમય, ધૃણાજનક અનેક પદાર્થો વહી રહ્યા છે. એ કાયાને સ્પશીને તું શાને રાજી થાય છે ? એમાં આનંદ નથી, આનંદ તે આત્મામાં છે. પુદ્ગલમાંથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે તે કાલ્પનિક, ક્ષણિક અને પરિણામે દુઃખદાયી છે. એમાં સુખ અને આનંદ માનવો એ માન્યતા ભૂલભરેલી છે, માટે છે આત્મા ! તારા આત્માને રૂપમાં આસક્ત બની અપવિત્ર ન બનાવ. તારી કાયાને અને તારા વિચારોને તું મલીન ન બનાવ, ત્રણ ખંડનો માલિક રાજા રાવણ પણ રૂપમાં મુગ્ધ બનતાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠે અને દુર્ગતિને મહેમાન બન્યો. માટે બાહ્ય રૂપમાં મસ્ત ન બનતા તારા સ્વરૂપને નિહાળ.
મીઠા, મધુરા, મોહક અને કર્ણપ્રિય શબ્દો સાંભળતા તું નાચી ઉઠે છે, એમાં એકતાર બને છે, પણ ખબર છે ને કે મધુર શબ્દોની પાછળ હરણીયા મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે, માટે તું પણ મીઠા, મધુરા, કમળ શબ્દોમાં ફસાઈશ નહિ. નહિ તે તારી આ દશા થશે. મીઠા, મધુરા, સ્વાદિષ્ટ, રસવંતા ભોજન જમતા જીવને કેવી મઝા અને ટેસ્ટ આવે છે ! પણ એ રસના લુપી માનવને ખબર નથી કે આ સ્વાદ ક્યાં સુધી? ચાર આંગળની જીભ પર રહે ત્યાં સુધી. એક ક્ષણ પછી તે જેમ કીચડમાં કીચડ મળી જાય તેમ પેટમાં મળી જાય છે. તે વિષ્ટારૂપ અને દુધમય બની જાય છે. એના માટે માણસ અભક્ષ્યનું ભક્ષણ કરવા તૈયાર થાય છે. જીભના પાપે કેટકેટલા પાપ કરે છે! રાતના બાર વાગે પણ ખાવા તૈયાર થાય છે. હજારો સુક્ષમ જીવોની હિંસા થતાં એને અરેરાટી થતી નથી. ભાન ભૂલેલા માણસને ક્યાં ખબર છે કે રાત્રી ભોજન કરવાથી કેટકેટલા સુકમ જીવોની હિંસા થાય છે. સર્ચલાઈટના પ્રકાશમાં પણ ન જોઈ શકાય તેવા અગણિત સુક્ષમ બારીક બિચારા સ્વાહા થઈ જાય છે, જરા જીભના સ્વાદ
૩૫