________________
૫૪૮
શારદા રને તપસ્વી તપ કરે છે પણ તપની સાથે અહંભાવ આવી ગયો છે. તે કહે છે ભૂખારવા ! આજે પણ તારાથી ઉપવાસ ન થયો! કઈ જાનવરના ભવમાંથી આવે છે કે સુધા વેકી શક્તિ નથી. તપસ્વી સંતે એમ વિચારવું જોઈએ કે એને વર્યા રાય કર્મને ક્ષપશમ નથી, તેથી બિચારો સંવત્સરી જેવા દિવસે પણ ઉપવાસ કરી શકતો નથી. મોટા તપસ્વી સાધુ પાતરામાં થુંકયા. કુરગડુએ થૂક જોઈને વિચાર્યું કે મેં પરઠવવા ચાડ્યું સાધન ન રાખ્યું તેથી આમાં ઘૂંક્યા ને! અરે તે તપસ્વીઓનું થુંક પણ મારા ભાગ્યમાં કયાંથી ? તેમના મનમાં એમ નથી થતું કે આ તપસ્વીઓ આવો ઉગ્ર તપ કરે છે તે તપ તપીને શું ઉકાળશે ? સંવત્સરીના દિવસે હું આવી રીતે તપના ઉલ્લાસમાં નથી આવતે ! ગળી બળદ ચાબખા ખાય તો કંઈક ચાલે. મારા પાતરામાં થૂકયા છતાં આ આત્મા ગળીયા બળદ કરતાં ભૂંડો છે એટલે હજુ તપમાં વીલાસવાળો થતો નથી.
ક્ષમાનો પ્રભાવ –કુરગડુ મુનિ ચેખા હલાવીને સમભાવે ખાવા બેસે છે, ત્યાં “તપરથી આવીને હાથ પકડે છે ને ઉભો કરે છે, ત્યારે શું વિચારે છે? મારે આત્મા કે નફટ છે. મને તપશ્ચર્યાને રસ્તે જોડવા માટે આટલી બધી મહેનત કરે છે, છતાં જોડાતે નથી. ઈશારાથી સમજે તે માણસ, ધોકે સમજે તે ઢોર પણ ધોકાથી ય ન સમજે તે ઢોર દ કરતાં પણ ગયો. હું ઈશારાથી ન સમજ્યો તે થંક નાખીને સમજાવ્યું, છતાં ન સમયે તે
મારા કલ્યાણ માટે એમને હાથ પકડવાની જરૂર પડી. ખાતા ખાતા પોતાના પાપને પશ્ચાતાપ કરે છે. ખાચ છે ભાત અને દેવે છે પાપ. તે પોતાના આત્માની નિંદા કરે છે, અને આત્મભાવમાં આગળ વધતા વધતા ભાત પૂરો થયો ને કેવળજ્ઞાન પામી ગયા. કેવળજ્ઞાન શરીરથી નહીં મળે. લાગવગથી કે વાચાળતાથી નહીં મળે, પણ આત્માના ગુણથી મળે છે. દેવ કેવળજ્ઞાની કુરગડુ મુનિને વંદન કરવા આવ્યા ત્યારે પેલા તપસ્વી સંત કહે છે, તપસ્વીઓ અહીં બેઠા છે. અમને વંદન કરે. ઘેર તપ તો અમે કરીએ છીએ દેવ કહે છે, તમે તપ કરો છો પણ જીવનમાં તપની સાથે તાપ થઈ ગયો છે. તમે આ રગડ મુનિની નિંદા કરો છો પણ એના જીવનમાં ક્ષમા કેટલી છે ! એ ક્ષમાના પ્રભાવે એમને તે કેવળજ્ઞાન થઈ ગયું, તેથી અમે તેમને પહેલા વંદન કર્યા. પછી તે તપસ્વી મુનિઓએ તેમની ક્ષમા માગી અને આત્મકલ્યાણ કર્યું. કહેવાનો આશય એ છે કે કુરગડુ મુનિથી એક ઉપવાસ થતું ન હતું, પણ જીવનમાં ક્ષમા હતી અને ગુરૂઆશામાં એતપ્રેત હતા તે કલ્યાણ કરી ગયા. - ભયંકર ઉપસર્ગમાં પણ સમભાવ-ગુરૂઆઝામાં જેમણે જીવન ઝુકાવ્યું છે, એવા ગજસુકમાલ મુનિ નેમનાથ ભગવાનને વંદન કરીને કહે છે, હું મારા તારણહાર પ્રભુ! આપની આજ્ઞા હોય તે બારમી પડિમા વહન કરવાની ઈચ્છા રાખું છું. નેમનાથ ભગવાન તે બધું જાણે છે કે આ પડિમા વહન કરતા તેમને કેવો ઉપસર્ગ આવશે. તેમના પરિણામ કેવા રહેશે, બધું જાણે છે, તેથી ભગવાને કહ્યું- હાસુદં રેવાનુષિા