________________
૫૪૨
શારદા રત્ન ગણવાથી કે જેનાથી ભૂખ ભાંગતી નથી, પણ મુખ દ્વારા ખાવામાં આવે, એને ચાવીને ગળામાં ઉતારવામાં આવે તો ભૂખ ભાંગે, તેમ જ્ઞાન મેળવી લીધું, શ્રદ્ધા પણ કરી, પણ આચરણ નહીં હોય તે કર્મો ખપવાના નથી. સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર પછી થે નંબર આવે તપને. ચારિત્ર લીધા પછી તપમાં વિચરણ કરવાનું છે. આવતા કર્મોને રોકવા માટે ચારિત્ર અને પુરાણાં કર્મોને બાળવા માટે તપ છે.
સિદ્ધાંતમાં વાત આવે છે ભગવાન તથા ગુરૂભગવંતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા અમૂક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં છેલ્લે શબ્દ એ આવે છે કે સંજમેળ તવા સત્તા માળે વિહુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરે છે. સંયમ લીધા પછી જેટલું બને તેટલે વિશેષ પ્રકારે તપ કરવાનું છે. તપ દ્વારા કર્મની નિર્જરા થાય છે. આપને ત્યાં પર્યુષણ અગાઉ સુજાતાબાઈને તપ મહોત્સવ ઉજવાયો. તે પછી પર્યુષણમાં ઘણું ભાઈબંનેએ ઉગ્ર તપ સાધના કરી, તે મહોત્સવ ઉજવાયો. ને આજે ત્રીજી વાર આ મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી, બા. બ્ર. પૂ. નવદીક્ષિતા ઉવીશાબાઈ મહાસતીજી–આ બંને મહાસતીજીની ૩૦ ઉપવાસની તપ -સાધના નિર્વિધનપણે પૂર્ણ થઈ, ને આજે પારણાનો દિવસ આવી ગયા. તેમના મનમાં એ ભાવના છે કે સંયમથી આવતા કર્મો રોકાણું પણ પુરાણું આકરાં કર્મોને ખરા કરવા માટે તપની અવશ્ય જરૂર છે, તેથી આ મહાન ઉગ્ર તપ-સાધના કરી રહ્યા છે. તપને મહિમા ખૂબ છે. અન્ય દર્શનમાં પણ સાધકે વિદ્યા સિદ્ધ કરવા માટે જંગલમાં જઈ તપ કરતા હોય છે. રાવણે વિદ્યા સિદ્ધ કરવા માટે કેટલા વર્ષો સુધી તપ સાધના કરી ત્યારે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પણ તે તે સંસારનાં સુખ આપનારી, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની લૌકિક સાધના હતી. ઘણી વાર સત્યાગ્રહ માટે પણ ઉપવાસ ઉપર ઉતરે છે, પણ આ તપ દ્વારા કર્મની નિર્જરા થતી નથી. પણ આત્મલક્ષે કરેલી સાધના જ કર્મોને બાળે છે.
તપ રૂપી દાવાનળથી કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય અને આત્મા નિમળ, પવિત્ર બને છે. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ નિમિત્તે રત્નગુરૂ દશાંગી તપની આરાધના ચાલી રહી છે. મહાન તપસ્વી બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આ દશમું માસખમણ છે. બા. બ્ર. મહાન તપસ્વી ભાવનાબાઈ મહાસતીને આઠમું મા ખમણ છે. બા. બ્ર. મહાન તપસ્વી ઉર્વીશાબાઈ મહાસતીજીને બીજું મા ખમણ છે. આ તપસ્વીઓના તપ નિર્વિકપણે સુખ સમાધિપૂર્વક પરિપૂર્ણ થયા છે, તેમાં મુખ્યત્વે તો અમારા પૂ. ગુરૂણીમૈયાની અસીમ કૃપા છે. તપસ્વીને તપનું એક કિરણ પણ આપણા અંતરમાં પડે તે આત્મા પવિત્ર અને ઉજજવળ બને. ધન્ય છે આ તપસ્વીઓને!! તપસ્વીઓને તપને છે રાગ, તપ તેજે ઝળકી ઉઠ્યો છે આતમબાગ, એમાં ન મળે કેઈને ભાગ, જે ચાહે મુક્તિ તે તપસ્યા કરવા લાગ,