________________
૪૦૨
શારદા ૨
દે જ નહિ. આવી અનાદિકાળની દીર્ઘ દુઃખકર આંધીને દૂર કરવાની તાકાત છે આઠ દિવસની અષ્ટકોણ જાદુઈ લાકડીમાં. આ જાદુઈ લાકડીથી મોહ બિચારો ગભરાય છે ને એના લાડકવાયા રાગ-દ્વેષ તે ભાગાભાગ કરે છે અને પેલા ચાર ચેરીટા કેધ માન, માયા, લેભ તે લંગડા બનીને પટકાઈ પડે છે. આ પર્યુષણ પર્વ એટલે અજ્ઞાનરૂપ આત્યંતર અંધકારના કાજળ ઘેરા સમૂહને નાશ કરનાર ઝળહળતે સૂર્યોદય. મનના સંતાપ, તનના તાપ અને ભવના પરિતાપથી તપેલા આતમને અલૌકિક અને આહ્લાદક શીતળતા અપનાર શીતળ ચંદ્ર. આ દિવસોમાં પર્વ વાંસલડીના સૂર સંભળાઈ રહ્યા છે. તે ભાગ્યવાને ! પ્રમાદની ઘેર નિદ્રામાંથી જાગો. આપણે આંગણે પધાર્યા સુવર્ણ પર્વ અને હજી પ્રમાદ! ખાવું-પીવું, મોજ મઝા, વૈભવ, વિલાસમાં રાચવું–માચવું ન શોભે. ઉઠે ! સાવધાન થઈ જાઓ અને સુવર્ણ પર્વને દિલના દિમાગથી વધારે. પર્વ ઉષાની લાલીમાથી અંતરને અજવાળો તે યુગયુગથી અંદર પ્રવેશી ગયેલા ઘેરાતિઘેર ઈર્ષ્યા, અસૂયા, મત્સર, જૈધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષને અંધકાર દૂર દૂર ભાગી જશે. આતમને પોતાના ઘરમાં ન પ્રવેશવા દેનારા આ ભયંકર શત્રુઓ છે માટે જાગે ને અંતર પ્રાંગણમાં પ્રવેશેલા આંતરશત્રુને હટા. આ પર્યુષણ પર્વ રૂપ ચાંદનીની શીતલતાને આતમને અણુએ અણુમાં પ્રસરાવી દે. અનાદિની કે ધાગ્નિથી બળતે જીવ ભવભવમાં ભટકે છે છતાં પર્વ રૂપ ચાંદનીની શીતળતા હજુ પ્રાપ્ત થઈ નથી, તેથી જન્મ મરણની પરંપરા ચાલુ છે. ભવોભવમાં ભયંકર યાતનાઓ ભેગવી છતાં પોતાના સ્વરૂપનું ભાન થયું નથી. હવે ક્રોધાગ્નિથી કરવું હોય તે આ પર્વને ક્ષમાથી વધામણા કરો.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દિવસો માનવ જીવનને પવિત્ર તથા ધન્ય બનાવનારા છે. આ મહા માંગલિક અવસરે આપણે ખૂબ જાગ્રત બનીને આરાધનાની સન્મુખ બનવું
જોઈએ. માનવ જીવન એ સામાન્ય રીતે ધર્મને આરાધવા માટે મોસમ રૂપ ગણાય છે. કસમમાં જેમ વહેપાર કરનાર વહેપારીને ધંધામાં સારો રસ રહે છે તેવી રીતે માનવદેહને પામેલાઓ આ દેહ દ્વારા ધર્મની આરાધના સર્વાગ સુંદર રીતે સાધી શકે છે. સર્વશ્રેષ્ઠ તથા ઉન્નત વિચારો અને આચાર માટેની ઉમદા તક માનવ જીવનમાં છે. - માનવતા એ માનવને ધર્મ છે. આ પ્રકારને ધર્મ માનવને જીવન જીવતાં શીખવાડે છે, મરતી વખતે સમાધિ આપે છે તથા ભવાંતરમાં શુભ ગતિને કેલ આપે છે. ધર્મને સંબંધ આ કારણે માત્ર આત્મા સાથે છે. દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, સંયમ તથા તપ, જ્ઞાન કિયા આ બધા ધર્મની આરાધના માટેના શુભ તેમજ શુદ્ધ આલંબને છે. જેમ જેમ આ બધા આલંબનેની આરાધના શુદ્ધ ભાવે એક ચિત્તે થતી રહે છે તેમ તેમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ ભણી આત્મા પગલા ભરે છે.
માનવ જીવન પામ્યા પછી જેઓ હંમેશા ધર્મ કરવાનું સામર્થ્ય ધરાવતા નથી, એવા આત્માઓ પર્વના દિવસોમાં ધર્મ કરવા સહેજે ઉસુક બને છે. આ દિવસોમાં ભાવનાની ભરતી આવે છે. આ દિવસે માં વાતાવરણ, વાતચીત તથા હવા પણ ધર્મ કરવા