________________
૪૩૨
શારદા રન કહે–મેં કંઈ જ કર્યું નથી. માત્ર મારી ફરજ બજાવી છે. આ પાંચ રૂપિયા ન હોય. વળી આપે મને દીકરી કહી તે આ મારો ભાઈ થયો. બેન ભાઈની સેવા નહિ કરે તે કોની કરશે? મેં કંઈ ઉપકાર નથી કર્યો. એ તે અમારું જીવન છે. શું આવી ફરજની ભાનવાળા માણસો હશે ખરા ? હોય કે ન હોય પણ અહીં તે આ એક બાઈ હતી. નર્સે પૈસા ન લીધા. તેનામાં પણ કેટલી ખાનદાની છે ! નર્સ માજીને અને દીકરાને ઠેઠ ઘર સુધી મૂકવા ગઈ. નર્સના મનમાં થાય છે અરરર....દીકરાની આંખે ચાલી ગઈ માજી ઘરડા છે. આ બંને માણસનું પોષણ કોણ કરશે? શું રાંધશે? શું દીકરાને ખવડાવશે? આ વિચારથી તેના દિલમાં ખૂબ દુઃખ થયું. છેવટે મા કહે–દીકરી! અવારનવાર આવતી રહેજે. મને ખૂબ આનંદ થશે. રમણ નાનો હતો ત્યારે માજી દળણું દળીને જીવન નિર્વાહ ચલાવતી. રમણ કમાતે થયો ત્યારે માજીએ ઘંટી છોડી દીધેલી, પણ વર્ષો પહેલાના એ ઘંટીના અવાજમાં યુવાનીનું જેમ હતું. આજે એ અવાજમાં વૃદ્ધાના વિધવ્યને થાક હતું, પણ તે સિવાય છૂટકે ન હતું. એક દિવસ ડેશીમાએ દળતાં દળતાં વિચાર કર્યો કે સારું થયું કે રમના લગ્ન નથી કર્યા. નહિતર આવનાર કન્યાનું શું થાત ! ડોશીમા પાસે માતૃહૃદય હતું. સાથે તેમને બીજાના હિતને પણ ખ્યાલ હતે. * ઘેડ વિસામે ખાઈને ડોશીએ ઘંટી ફેરવવી શરૂ કરી, અને કેઈએ આવીને ધંટીના હાથાને થોભાવ્યો. ડોશીમાને થયું કે આ તે પેલા નર્સ બહેન જેવા લાગે છે. એટલે બેલ્યા, દીકરી ! અત્યારે અહીં ક્યાંથી ? તેણે કહ્યું, હું કઈ બહેન નથી. હું તે તમારા ઘરની વહુવહુ શબ્દ સાંભળતા માજી આશ્ચર્ય પામી ગયા. શું આ સ્વપ્ન તે નથી ને? ત્યાં તે નવી આવેલી વહુ સાસુના પગમાં પડી. થોડીવાર પહેલાં જેના હિતને પિતે વિચાર કર્યો હતો તે સાક્ષાત અહીં શા માટે આવી હશે? એને કોણે કહ્યું હશે? શું એ સગાઈ તેડવાનું કહેવા આવી હશે? આવા અનેક વિચાર માજીના મનમાં આવવા લાગ્યા. છેવટે વહુએ કહ્યું. મને ખબર મળ્યા એટલે આવી. પણ અત્યારે એકલી તને કેવી રીતે આવવા દીધી? બા ! હું કેવી રીતે આવી તેની પાછળ તે લાંબે દર્દભર્યો ઈતિહાસ છે. આ બનાવની વાત સાંભળી ત્યારે મારા પિતાએ મને ઘણું કહ્યું કે હવે તારી સગાઈ બીજે કરીએ. તે માટે ઘણું કર્યું. મેં એમને કહ્યું, નેમનાથ રાજેતીને પરણવા તારણે ગયા, હજુ પાંદડું તેડથું નથી ત્યાં પશુઓને કરૂણ પિકાર સાંભળ્યો ને નેમનાથ તરણે આવેલા પાછા ગયા. પછી રાજેમતી કાળ કલ્પાંત કરવા લાગી ત્યારે તેના પિતાએ કહ્યું, બેટા ! નેમ પાછા ગયા તે ભલે ગયા, નેમ જેવા બીજા ઘણું મળશે, ત્યારે રાજેમતીએ શું કહ્યું, પિતાજી! એક વાર જેની સાથે મારી સગાઈ થઈ ગઈ તે જ મારા પતિ. તેમને પંથ તે મારે પંથ. હવે મારે બીજો પતિ ન જોઈએ. હવે હું બીજાની ચૂંદડી નહિ ઓઢું. તને વિનવું છું માડી તારા પગમાં પડી, હવે નહિ હું બીજાની ચુંદડી.” તેમ મારા પિતાજીએ મને ઘણું સમજાવી પણ મેં મનથી નિશ્ચય કર્યો કે જેની