________________
શાહ રત્ન
પ૦૯ વડે બંધાયેલા છે. જ્યાં સુધી માણસના સ્વાર્થને પોષણ મળતું રહેશે ત્યાં સુધી એ બીજાની સેવા પણ કરતા રહેશે અને પોતાના આરાધ્ય માની પૂજા પણ કરશે, પણ સ્વાર્થની સમાપ્તિની સાથે એક ક્ષણમાં એટલા દૂર જઈ પડશે કે જાણે કોઈ જાતની આપસમાં ઓળખાણ ન હોય. ગઈકાલે જે પૂજાતે હોય તે આજે ઠેબા ખાતે થઈ જાય છે. ઘરના થાંભલાને જે છે ને ? પહેલાના જુના મકાનમાં થાંભલા હતા, જેના પર આખા મકાનનો ભાર ટકી શકતે, તેથી એ થાંભલાને સુરક્ષિત રાખવા, એની મજબૂતાઈ ટકાવવા માટે એની સાફ–સફાઈ કરે, એને જરા તડ પડે તો તરત વાર્જિસ લગાડે છે, સફેદો લગાડે છે, જેથી મજબૂતાઈ રહે, શા માટે એ થાંભલાને સાચવે છે? તેમાં સ્વાર્થ છે કે
જ્યાં સુધી થાંભલે મજબૂત હશે ત્યાં સુધી મકાન સુરક્ષિત રહેવાનું, પણ જ્યારે એ થાંભલો તૂટી જશે, મકાનને ભાર સહન કરી શકશે નહિ ત્યારે એની શી સ્થિતિ થાય છે? પછી એને કોણ તેલ કે વાર્જિસ લગાડે? તેલ, વાનિસના દિવસે તો ગયા પણ એના ટુકડા ટુકડા કરી બળતણમાં ઉપયોગમાં લે છે.
અગ્નિની જ્વાળામાં એનું અરિતત્વ ભૂંસાઈ જશે, કારણ કે એની પ્રીતિ પણ સ્વાર્થના દોરા વડે બંધાયેલી હતી. એક માં પણ કહ્યું છે કે–
संसारे निवसन् स्वार्थसज्ज कज्जल वश्मनि ।
लिप्यते निखिलो लोकः ज्ञान सिद्धो न लिप्यते ॥ કાજળના ઘર જેવા સંસારમાં રહેતા સ્વાર્થમાં તત્પર છ કર્મથી લેપાય છે પણ જ્ઞાન વડે પરિપૂર્ણ લેખાતા નથી.
સંસાર એટલે કાજળની કોટડી. તેની ભીતે કાજળથી લેપાયેલી છે. તેની છત કાજળથી ભરેલી અને તેનો ભૂમિ ભાગ પણ કાજળથી ખરડાયેલ. જ્યાં સ્પર્શ કરો ત્યાં કાજળ. પગ પણ કાળા થાય ને હાથ પણ કાળા થાય. જ્યાં સુધી એ કોટડીમાં રહે
ત્યાં સુધી કાળા થવાનું. કદાચ કોઈ કહે કે કાજળની કોટડીમાં સાવધાનીથી રહે, તે કાળા ન થવાય ને? પણ અમે પૂછીએ છીએ કે કઈ સાવધાનીથી રહેશો? એ કાજળની કેટડીમાં રહેનારા સહુ જીવો પોતપોતાને સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાવધાન છે. સ્વાર્થની સાધનામાં તેને ભાન નથી કે તેઓ કાળાભૂત જેવા બની ગયા છે. સ્વાથી સદા સારા સાથે પ્રેમ કરતો નથી. એ તે સ્વાર્થને પ્રેમ કરે છે. વાર્થની પ્રીતિ અ૫. સમય માટે હેય છે.
આજને માનવી આધ્યાત્મની ઊંચી છલાંગ મારે છે, પણ જ્યાં એના નાના શા સ્વાર્થને હાનિ પહોંચે કે એ બળી ઉઠે છે. પોતાના નાનકડા સ્વાર્થના રક્ષણ માટે બીજાના મોટામાં મોટા હિતને કચરી નાંખવા એ તૈયાર થઈ જાય છે. આ માનવજાતની ક્ષુદ્ર બુદ્ધિ છે કે જે એને દેહની દિવાલોથી ઉપર ઉઠવા દેતી નથી. પોતાને માટે હજારો રૂપિયા ખર્ચે છે, પણ બીજા માટે બે રૂપિયા ખર્ચ કરવા માટે એની દેહબુદ્ધિ હા પાડતી નથી, પણ યાદ રાખજો કે પિતાના સ્વાર્થ માટે ખર્ચેલા હજારે.