________________
શરો લે
૫૨૧ જરા પણ ખબર નથી. તે તમે જ ઓષધિ રાખી લીધી હતી તે ? ત્યારે શેઠે ઔષધિ કેવી રીતે મળી તે વાત કરી.
ગરીબાઈના કારણે જંગલમાં લાકડા કાપવા ગયા. ત્યાં થાક ખાવા ઝાડ નીચે બેઠા હતા. એક ચિત્તે પ્રભુ પ્રાર્થના કરતા હતા. ત્યાં અચાનક વિદ્યાધરનું વિમાન આવ્યું. તેણે કહ્યું, તમારી ધર્મશ્રદ્ધાના કારણે હું પ્રસન્ન થયો છું. તું માંગ....માંગ.... મેં બહુ ના પાડી ત્યારે તેમણે અમને સુખી કરવા કહ્યું. આ ઝાડ નીચે બે જડીબુટ્ટી છે. એક ખાવાથી સાતમા દિવસે રાજ્ય મળશે. ને બીજી ખાવાથી આંખના આંસુ મોતી બનશે. મને વિચાર થયો કે મારે તે અણદીધું લેવું નહિ એવી પ્રતિજ્ઞા છે, આ જમીન તે રાજાની માલિકીની ગણાય, તેથી મારાથી કેવી રીતે લેવાય? આપ પૃથ્વીના પ્રતિપાળ છે. પૃથ્વીના પેટાળમાં કે સીમાડામાં જે કંઈ વસ્તુ-નિધાન રહેલ છે તે આપના હકના કહેવાય.
એ દિવ્ય ઔષધિ આપની, આજ્ઞા વિના કેમ ગ્રહણ થાય,
ગ્રહણ ન કરું તો અમૂલ્ય વસ્તુ, હાથ કરી ચાલી જાય, એ દિવ્ય ઔષધિ આપની રજા વિના કેમ ગ્રહણ કરાય ? અને જે ન લઉં તે કઈ દુષ્ટ માણસ આવીને લઈ જાય તે અનર્થ થાય. અગર પૃથ્વીના પેટાળમાં એને નાશ થઈ જાય. ભાગ્યની સુપળો જીવનમાં કયારેક આવી મળે છે. કઈ પણ કાળે માલિકની , રજા વિના વસ્તુ ન લેવી એ મારો નિયમ છે, માટે મેં તમને આપવા માટે એ “
ઔષધિ-જડીબુટ્ટી લીધી હતી. તે ઔષધિના ચૂર્ણ વાળા અદ્દભૂત આ મોદકે છે. શેઠની વાત સાંભળીને રાજાના મનમાં થયું કે શું શેઠની પવિત્ર ભાવના છે! આટલી ગરીબાઈમાં પણ પોતાના બાળકને ન ખવડાવતા મને આપવા આવ્યા! તેઓ હૃદયની શુદ્ધ ભાવનાથી આપવા આવ્યા છે તે મારે તેમની વાત પર વિચારવું જોઈએ. રાજા કહે ભાઈ! આપ પ્રેમથી મને ભેટ આપવા આવ્યા છે તે હું તેને સહર્ષ સ્વીકાર કરું છું. ગમે તેવા શ્રીમંત હો પણ બિચારા કઈ ગરીબ માણસ તમને સામાન્ય ભેટ આપે તો અભિમાનમાં ચઢી તેને તિરસ્કાર ન કરતાં પ્રેમથી વધાવી લેજે. રાજા કહે ભાઈ ! આ લાડવા મારા બાળકને ખવડાવું ને તારા કહ્યા પ્રમાણે જે મને ફળ મળશે તે હું પછી તને ન્યાલ કરી દઈશ. આપ આપનું નામ, રહેઠાણ, પુરું ઠેકાણું આપતા જાવ. આમ કહી રાજાએ તેમને ધન્યવાદ આપ્યા ને કહ્યું, પછી હું આપને ઈનામ આપવા બોલાવીશ. મહારાજા ! મારે ઈનામની જરૂર નથી. આપે મારી ભેટ સ્વીકારી એટલે મને આનંદ છે. શેઠ તે રાજાને નમસ્તે કરી ત્યાંથી ચાલ્યા ગયા.
પછી રાજા ભૂપાલસિંહે પોતાના બંને કુમારને બોલાવ્યા. મોટે લાડ મોટા કુંવરને આપ્યો. ને નાના નાનાને આપ્યો. કુંવરે કહે બાપુજી! અમને ભૂખ નથી. અમારે નથી ખાવા. જેને રોજ લાડવા ખાવા મળતા હોય તેને લાડવાની કિંમત ન હોય. રાજા કહે બેટા ! આ તો રંક માણસની પ્રસાદી છે. “રંકની સોગાદ મામૂલી દેખાયે, ગુણમાં અમૂલ્ય લાગે.” ગરીબ માણસની ભેટ છે, આપ તેને ખાઈ લે.