________________
પરર
શારદા રત્ન પિતાજીના કહેવાથી બંને કુમારે લાડવા ખાઈ ગયા. હવે રાજાના મનમાં ચટપટી લાગી છે. તેમનું મન અધીરું બન્યું છે. કયારે કુમાર રડે ને આંસુના મોતી બને ? રાજ્ય તે સાત દિવસે મળવાનું પણ આંસુના મોતી કયારે બને ? રડ્યા વિના આંસુ પડે નહિ ને આંસુ વિના મોતી બને નહિ. હવે તે માટે રાજા શું કરશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૫૬ ભાદરવા સુદ ૧૪ ને શનિવાર
તા. ૧૨-૯-૮૧ અનંત કરૂણાસાગર, સમતાના સાધક, મમતાના મારક, એવા ભગવાને જીવોને કલ્યાણને માર્ગ બતાવતા સમજાવ્યું કે જીવનના બે માર્ગ છે. એક સંસારી જીવન અને એક સંયમી જીવન. પુણ્યશાળી આત્માઓ સંયમી જીવન જીવી ધન્ય બની જાય છે. તેઓ આ સંસારની માયાજાળ કે કીચડમાં ફસાતા નથી, પણ તેનાથી અલિપ્ત રહે છે. કમળ કાદવમાં જન્મે છે. કાદવને કઈ ઈચ્છતું નથી. તેની સામે કઈ જોતું નથી. ત્યારે કમળને સી ઈરછે છે, કારણ કે કાદવમાં જન્મ લેવા છતાં કમળે એવી કળા પ્રાપ્ત કરી લીધી છે કે એ કાદવથી અલિપ્ત રહી શકે છે.
કાદવમાં માત્ર કમળ નથી જન્મતું. કાદવ બેને જન્મ આપે છે. કમળને અને - કીડાને. પણ કીડાઓની એ કમનસીબી હોય છે કે એ કાદવમાં ખદબદતા રહે છે. કમળની
જેમ એ કાદવથી બહાર નીકળી શકતા નથી, બહાર નીકળવાની ઈરછા પણ એને થતી નથી, અને એથી કોઈ એને ઈચ્છતું નથી, ઉપરથી એના પ્રત્યે ધૃણા કરે છે. આ સંસાર પણ ભોગવિલાસના કાદવથી ભરેલું એક ખાબોચિયું નહિ તે શું છે? કમળ અને કીડા બંનેને જન્મ કાદવમાં થાય છે. એમ સાધુ અને સંસારી બંનેનો જન્મ સંસારમાં થાય છે, પણ એક સંસારના કાદવથી અલિપ્ત બની સાધુ બની જાય છે તે જગત પૂજ્ય બની જાય છે. એની ચરણરજ જગત પિતાના મસ્તકે ચઢાવે છે, એના પડયા બેલ ઝીલવા જગત તૈયાર રહે છે. ત્યારે સંસારમાં જન્મી જે સંસારમાં રહી જાણે છે, સંસારમાંથી બહાર નીકળવાના સ્વપ્ન પણ જેને જીવનમાં આવતા નથી. જન્મતાં સંસાર જેનું પારણું બને છે ને મરતા સંસાર જેની મૃત્યુ શય્યા બને છે એવા સંસારીઓ ન તે વિશ્વને પૂજનીક બની શકે, ન તે કેઈને પ્રિય બની શકે. સંસાર જેને કાદવ જેવું લાગે એ જ કાદવથી અલિપ્ત બની કમળ જેવું જીવન જીવવાની ઈચ્છા રાખે. સંસારના આકર્ષણ ન એને સ્પશી શકે કે ન આકષી શકે ! પણ સંસાર કાદવ જેવો હૈયામાં લાગવે એ ખૂબ કઠીને કામ છે. સંસારની બહાર પણ સંયમની મસ્તીથી ભરેલી નિર્ભય અને નિજાનંદમય એક દુનિયા છે. એટલી એની દષ્ટિ ખૂલે તે એ બહાર નીકળવાની ઈચ્છા કરે ને?
કાદવના કીડાને કાશ્મીરના ખિલખિલાટ હસતા ગુલાબી બગીચાઓને સ્વપ્ન પણ કયાંથી ખ્યાલ હોય કે કાદવને છોડી એ ત્યાં જવાની ઈચ્છા કરે ? કાદવમાં એ કાશ્મીરના બગીચાની કલ્પના કરી રમતે હોય, એને કેણુ કાદવમાંથી ઉગારી શકે? સંસાર જે